એક પ્રાઇવેટ કંપનીની HR મેનેજરે ફાંસી લગાવી કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં સામે આવ્યુ કારણ

પંખા સાથે લટકીને તડપી તડપીને મોત મળ્યું, સ્યુસાઇડ નોટમાં એવું રાઝ ખુલ્યું કે..બધા ફફડી ઉઠ્યા

દેશભરમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા હોય છે. કેટલીકવાર લોકો માનસિક ત્રાસને કારણે તો કેટલીક વાર લોકો આર્થિક તંગીને કારણે મોતને વહાલુ કરી લેતા હોય છે. ત્યારે હાલ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જાણિતી કંપનીના HR મેનેજરના પદ પર કામ કરનારી યુવતિએ ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી. યુવતિએ આપઘાત કર્યાના ત્રણ દિવસ પહેલા જ કંપનીનમાં રાજીનામુ આપ્યુ હતુ. ઘટનાસ્થળ પરથી અંતિમ ચિઠ્ઠી પણ મળી છે. જેમાં  તેણે તેની મરજીથી આપઘાત કર્યો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. જે બાદ પોલિસ તપાસમાં જોડાયેલી છે.

આ કિસ્સો ઇન્દોરનો છે. ઇન્દોરના લસૂડિયા થાના ક્ષેત્રના નરીમન પોઇન્ટમાં રહેનારી યુવતિ શાલૂ નિગમ નામની યુવતિએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યૂવતુ મૂળ સતનાની રહેવાસી હતી અને ઇન્દોરમાં એક જાણિતી કંપનીમાં HR મેનેજરના પદ પર કામ કરતી હતી. તે તેની બહેન સાથે રહી છેલ્લા ત્રણ વર્ષોથી એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર

જયારે સાંજે નાની બહેન ઘરે આવી તો શાલૂ ફાંસી પર લટકેલી હતી. તાત્કાલિક તેની સૂચના પોલિસને આપવામાં આવી હતી. પોલિસે લાશને પોસ્ટમોર્ટ માટે એમવાય હોસ્પિટલમાં મોકલી આપી હતી. 3 દિવસ પહેલા જ મૃતક શાલૂ નિગમે તેની કંપનીમાં રાજીનામુ આપ્યુ હતુ.ત્યાં પરિજનોએ કંપનીના સ્ટાફ પર આરોપ લગાવ્યો છે કે, શાલૂને કોઇ વાતનુ ઓફિસમાં ટેન્શન હતુ. પોલિસને એક અંતિમ ચિઠ્ઠી પણ મળી છે. હાલ તો આ મામલે પરિજનો અને કંપનીના સ્ટાફનું નિવેદન લેવામાં આવી રહ્યુ છે. આ આધાર પર પોલિસ તપાસ કરી રહી છે.

Shah Jina