જાણવા જેવું જીવનશૈલી

લૈગિંગ્સ પહેરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં ઉડે તમારો મજાક

ભલે તમે એક થી એક શાનદાર જીન્સ ફેશનમાં છવાઈ રહ્યા હોવ પણ કહેવું ખોટું નથી કે લૈગિંગ્સ પણ આજની છોકરીઓમાં ફેવરિટ આઉટફિટ છે જે જીન્સને પણ પાછળ છોડી દે છે. જેનું પરિણામ એ છે કે સામાન્ય એવી લૈગિંગ્સ પણ જોત જોતામાં ફેશન ટ્રેન્ડ બની ગઈ છે.

Image Source

લૈગિંગ્સ દેખાવમા એકદમ સિમ્પલ હોય છે માટે તમે તેને કુર્તી, ટી-શર્ટ, ટૉપ કે ક્રોપ ટૉપની સાથે પણ પહેરી શકાય છે. પહેરવામાં પણ તે એકદમ આરામદાયક હોય છે. આજ કરણ છે યુવાન છોકરીઓની સાથે સાથે ઉમરદાયક મહિલાઓ પણ લૈગિંગ્સ પહેરવાનું પસંદ કરે છે.

પણ ઘણીવાર નાની એવી બેદરકારી આપણને હાસ્યનું પાત્ર બનાવી શકે છે. હાસ્યનું પરિણામ લૈગિંગ્સ પહેરતી વખતે પણ આવી શકે છે માટે આજે અમે મારતા માટે અમુક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેને લૈગિંગ્સ પહેરતી વખતે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ.

Image Source

લૈગિંગ્સ પહેર્યા પછી તે શરીર સાથે પુરી રીતે ચીપકી જાય છે જેને લીધે અન્ડરગાર્મેન્ટ કે પેન્ટીની હેમલાઇન પણ લૈગિંગ્સની ઉપર સ્પષ્ટ નજરમાં આવે છે. અને તે દેખાવે પણ ખુબ જ વિચિત્ર લાગે છે જેનાથી તમારો લુક એકદમ ખરાબ થઇ જાય છે. માટે બને ત્યાં સુધી લૈગિંગ્સની સાથે હલકી હેમલાઇન વાળી જ પેન્ટી પહેરો.

ક્રૉપ ટોપ સાથે પ્રિંટિન્ગ લૈગિંગ્સ: ક્રોપ ટોપની સાથે લૈગિંગ્સ પહેરવાથી તમને ઘણા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. કેમ કે લૈગિંગ્સ ફેબ્રિક એકદમ પાતળું હોય છે જેથી તે શરીર સાથે ચીપકેલું રહે છે. જો તમે હેલ્દી છો

તો ક્રોપ ટોપ સાથે લૈગિંગ્સ પહેરવાથી તમારા શરીરના કર્વ્સ પણ જરૂર કરતા વધારે દેખાશે, માટે ક્રોપ ટોપની સાથે બને ત્યાં સુધી લૈગિંગ્સ પહેરવાનું ટાળો છતાં પણ તમે લૈગિંગ્સ પહેરવા માંગો છો તો પ્રિન્ટેડ લૈગિંગ્સ જ પહેરો. જેમાં તમારા કર્વ્સ કે પેન્ટી હેમલાઇન દેખાશે નહીં.

Image Source

લાઈટ કલરના ટોપ પહેરો: જ્યારે પણ તમે લૈગિંગ્સ પહેરો છો ત્યારે તેની સાથે લાઈટ ટૉપ પહેરવાનું વધારે પસંદ કરો. લૈગિંગ્સની સાથે બ્રાઇટ કલરની કુર્તી કે ટૉપ પહેરવાથી એવું લાગશે કે તમને ફેશન સેન્સ નથી અને તમે મજાકનું પાત્ર પણ બની શકો છો.

Image Source

ચુડીદાર લૈગિંગ્સ ક્યારેય ન પહેરો:

ક્યારેય પણ ચુડીદાર લૈગિંગ્સ પહેરવી જોઈએ નહીં. જો તમે તમારી લૈગિંગ્સને ફ્લોન્ટ કરવા માંગો છો તો એન્કલ સુધીની જ લૈગિંગ્સ પહેરો. તે દેખાવમાં પણ ખુબ જ શાનદાર લાગશે અને તમે તેમાં એકદમ આરામદાયક અનુભવશો.