શું તમે પણ ખોટી રીતે વાળમાં શેમ્પુનો ઉપયોગ કરી રહ્યા છો? શેમ્પુ કરતી વખતે ખાસ રાખો આ 10 બાબતોનું ધ્યાન

0
2

આજના સમયમાં ચારે બાજુ એટલું પ્રદુષણ વધી ગયું છે કે સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યને લગતી સમસ્યાઓ પણ વધવા લાગી છે. બહારની મસાલેદાર ખાણી-પીણી પણ સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે નુક્સાનકરાક સાબિત થાય છે. ખાસ કરીને મહિલાઓમાં વાળને લગતી સમસ્યા આજના સમયમાં સામાન્ય બની ગઈ છે.

Image Source

વાળ ખરવા, વાળ સૂકા અને બેજાન થઇ જવા, વાળ તૂટવા વગેરે જેવી સમસ્યા આજે મહિલાઓમાં ઘર કરી ગઈ છે. મહિલાઓમાં વાળની સુંદરતા સ્ત્રીની પહેલી સુંદરતા માનવામાં આવે છે. માટે મહિલાઓ વાળની સુંદરતા અને તેની દેખભાળ માટે દરેક બનતા ઉપાયો કરે છે.

આજે દરેક કોઈ વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે મોંઘા મોંઘા શેમ્પુનો ઉપીયોગ કરતા હોય છે, પણ તેનો ફાયદો ત્યારે જ મળશે જ્યારે શેમ્પુનો સાચી પદ્ધતિથી ઉપીયોગ કરવામાં આવે. આપણે શેમ્પુનો ઉપીયોગ તો કરીયે છીએ પણ એ નથી જાણતા કે તેને કઈ રીતે અને કેટલા પ્રમાણમાં વાપરવું?  જેને લીધે જાણતા-અજાણતા આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ જેનું પરિણામ આપણા વાળને ભોગવવું પડે છે. એવામાં આજે અમે તમને શેમ્પુ વાપરવાની સાચી રીત વિશે જણાવીશું, જેનું અનુકરણ કરીને તમે પણ તમારા વાળની સુંદરતા વધારી શકશો.

1. યોગ્ય શેમ્પુની પસંદગી:
બજારમાં અવનવા શેમ્પુ મળે છે, પણ યોગ્ય શેમ્પુની પસંદગી ન કરવી તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. દરેક લોકોના વાળના પ્રકાર અને ગુણધર્મ અલગ અલગ હોય છે માટે વાળના પ્રકારના આધારે જ શેમ્પુની પસંદગી કરવી જોઈએ.

Image Source

2. એક જ વારમાં વધારે શેમ્પુ લગાવવું:
ઘણા લોકોનું માનવું છે કે તેઓ પોતાના વાળમાં જેટલું વધારે શેમ્પુ લગાડશે તેટલા જ વાળ સ્વચ્છ અને મજબૂત બનશે પણ આ એકદમ ખોટી વાત છે. શેમ્પુ કરતી વખતે વાળની લંબાઈ અને ગ્રોથના અનુસાર જ શેમ્પુ લો. વધારે પડતું શેમ્પુ વાળ માટે હાનિકારક છે.

Image Source

3. વજન આપીને ન લગાવો શેમ્પુ:
વાળને શેમ્પુથી ધોતી વખતે હંમેશા હળવા હાથેથી આંગળીઓ દ્વારા મસાજ કરવું જોઈએ, ઉતાવળમાં મોટાભાગે મહિલાઓ વજન આપીને મસાજ કરે છે અને જલ્દી જલ્દી ધોઈ નાખે છે, પણ આવું કરવાથી વાળ તૂટવાની સમસ્યા થઇ શકે છે અને લગાતાર આવું કરવાથી વાળ ધીમે-ધીમે કમજોર થવા લાગે છે અને બેજાન બની જાય છે.

Image Source

4. વાળ ધોવામાં કેવું પાણી વાપરવું?:
મોટાભાગે લોકોને આ સમસ્યા મુંજવતી હોય છે કે વાળને કેવા પાણીથી ધોવા જોઈએ ઠંડા કે ગરમ? તો તમને જણાવી દઈએ કે વાળને હંમેંશા નવશેકા કે ઠંડા પાણીથી ધોવા જોઈએ. શિયાળામાં મોટાભાગે લોકો ગરમ પાણીથી વાળ ધોતા હોય છે જે વાળની ગુણવતાને ખરાબ કરી શકે છે. ગરમ પાણીથી વાળ ધોવાથી વાળને જરૂરી પોષણ મળતું નથી અને વાળ બેજાન થઇ જાય છે.

Image Source

5. અઠવાડિયામાં ત્રણ વારથી વધારે ન કરો શેમ્પુ:
જો તમે રોજ વાળમાં શેમ્પુનો ઉપીયોગ કરી રહ્યા છો તો આજે જ આ આદતને છોડી દો. માથામાં કુદરતી રીતે પણ તેલ ઉત્પન્ન થતું હોય છે જે વાળની ગુણવતા અને સુંદરતા માટે જવાબદાર છે. એવામાં રોજ શેમ્પુ વાપરવાથી આ નેચરલ ઓઇલ ઓછું થઇ જાય છે અને વાળ સૂકા બનવા લાગે છે. માટે અઠવાડિયામાં બે થી ત્રણ વાર જ શેમ્પુનો ઉપીયોગ કરવો વાળની તંદુરસ્તી માટે બેસ્ટ છે.

Image Source

6. વારંવાર શેમ્પુ બદલવાની આદત:
લોકોને આદત હોય છે કે નવા નવા બ્રાન્ડના શેમ્પુ બજારમાં આવતા જ તે ખરીદી લાવે છે, જે તમારા માટે નુકસાન દાયક છે. વાળની ગુણવતા જોઈને જ શેમ્પુની પસંદગી કરવી જોઈએ ન કે શેમ્પુની બ્રાન્ડ જોઈને. આવી રીતે વારંવાર શેમ્પુ બદલવાની આદત વાળને યોગ્ય પોષણ આપી શકતું નથી. કોઈપણ પ્રકારની જાંચ વગર જ વારંવાર શેમ્પુ બદલવાની આદત વાળ માટે નુકસાનદાયક છે.

Image Source

7. વાળને ભીના કર્યા વગર જ શેમ્પુ લગાવવું:
જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો તો આજથી જ તેને સુધારી લો. વાળમાં શેમ્યુ લગાવતી વખતે હંમેશા પહેલા વાળને ભીના કરી લો અને પછી જ શેમ્પુ કરો. વાળ ભીના કર્યા પછી શેમ્પુ કરવાથી શેમ્પુની અસર પુરી રીતે થશે.

Image Source

8. લંબાઈને બદલે વાળના મૂળની સફાઈ:
જો તમે વાળના મૂળથી લઈને તેની લંબાઈ સુધી શેમ્પુ વાપરી રહ્યા છો તો આ પદ્ધતિ એકદમ ખોટી છે. આ પદ્ધતિ વાળને નુકસાન કરી શકે છે. શેમ્પુનો ઉપીયોગ માત્ર વાળના મૂળમાં જ એટલે કે માથાના ભાગમાં કરવો જોઈએ અને તેના પછી શેમ્પુથી બનેલા ફીણથી વાળની લંબાઈની સફાઈ કરવી જોઈએ, ધ્યાન રાખો કે બને ત્યાં સુધી વાળને વધુ પડતા રગડવા જોઈએ નહિ, તેનાથી વાળ તૂટી શકે છે.

Image Source

9. તેલ નાખીને વાળ ધોવા:
મોટાભાગે લોકો સમયના અભાવ કે આળસને લીધે કોરા(તેલ વગરના વાળ)વાળમાં જ શેમ્પુ કરી લેતા હોય છે જે વાળના ડ્રાઈ થવાનું એક મુખ્ય કારણ છે. વાળને ધોવાના એક કે બે કલાક પહેલા તેલ નાખીને જ વાળને ધોવા જોઈએ જે વાળને યોગ્ય શાઈનિંગ આપશે અને વાળ ચમકદાર બનશે. આ સિવાય રાતે સૂતી વખતે પણ વાળમાં તેલ નાખીને સવારે શેમ્પુથી ધોઈ શકાય છે.

Image Source

10. કંડીશનરનો પ્રયોગ:
અઠવાડિયામાં એક કે બે વાર શેમ્પુ કર્યા પછી કંડીશનરનો ઉપોયગ કરવો જોઈએ. જેનાથી વાળનુ સૂકાપણું નહીં રહે અને ચમક પણ આવશે. આ સિવાય કંડીશનરમાં રહેલા ગુણધર્મો વાળને યોગ્ય પોષણ પણ આપે છે જેનાથી વાળ તૂટવાની સમયસા દૂર થઇ શકે છે. કંડીશનર કરતી વખતે ધ્યાન રાખો કે તે હંમેશા વાળની લંબાઈમાં જ લગાવો ન કે વાળના મૂળમાં.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.