ખબર

ખુશખબર: JIO ગીગા ફાઈબરનું કનેક્શન લેવા જાણો સંપૂર્ણ પ્રોસેસ અને પ્લાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 42મી વાર્ષિક સામાન્ય સભામાં જિયો ગીગા ફાઈબર પ્લાનની જાહેરાત કરી છે. જિયો ગીગા ફાઈબર બ્રોન્ડબેન્ડ પ્લાનની શરૂઆતની કિંમત 700 અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા છે. જિયો ગીગા ફાયબરની સેવા આગામી 5 સપ્ટેમ્બરથી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમારા મનમાં પણ સવાલ થયો હશે કે, ગીગા ફાયબર માટે એપલાઈ કેવી રીતે કરવાનું ? આવો જાણીએ.

જો તમે જિયો ગીગા ફાયબરની સેવા લેવા માંગતા હોય તો તેની અધિકૃત વેબસાઈટ jio.com જઈને અથવા gigafiber.jio.com/registration પર રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જાણવી દઈએ કે, હાલાં જીયો અને જિયો ગીગા ફાયબરના નામથી ઘણી વેબસાઈટ ચાલી રહે છે. તેથી તમારે તેનાથી સાવચેત રહેવાની જરૂર છે.

ત્યરબાદ તમને પૂછવામાં આવશે કે તમારે ઘર માટે કનેક્શન લેવું છે કે, ઓફિસ માટે. ત્યારબાદ તમને એડ્રેસ પૂછવામાં આવશે. એડ્રેસ પૂછ્યા બાદ તમારું પૂરું નામ, મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પૂછવામાં આવશે. મોબાઈલ નમ્બર અને ઈમેલ આઈડી આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ખોતુના લખાઈ જાય. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે।

ઓટીપી નાખ્યા બાદ તમારું રજીસ્ટ્રેશન થઇ જશે. રજીસ્ટ્રેશન થયા બાદ જિયો તરફથી તમને એક ઈ-મેલ અને એક મેસેજ આવશે. ત્યારબાદ જીઓના અધિકારી તમારી સાથે સંપર્ક કરશે. ત્યરબાદ તમારું જીઓ ગીગા ફાયબર કનેકશન એક્ટિવ થઇ જશે.

હાલ તો જીઓ ફાઇબરને લઈને કંપનીએ સિક્યોરિટી અને ડિવાઇસની કિંમતને લઈને કોઈ જાણકારી આપી નથી. હાલ તો જીઓ ગિગાફાયબર સાથે સિક્યોરિટી તરીકે 4,500 રૂપિયા લેવામાં આવશે. કનેક્શન કટ કરાવ્યા બાદ આ રૂપિયા પરત કરવામાં આવશે.

જીઓ ફાયબર સાથે મળનારી સુવિધા

આ સાથે 500 રૂપિયા પ્રતિ માસ સાથે અમેરિકા અને કેનેડામાં અનલિમિટેડ ઇન્ટરનેશનલ કોલની સુવિધા આપવામાં આવશે।

જીઓ ફાઇબરના ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવશે. વાર્ષિક પ્લાન લેનાર ગ્રાહકોને HD સેટઅપ બોક્સ અને સ્માર્ટ HD અને 4K ટીવીની ઓફર કરવામાં આવશે.

OTT ( ઓવર ધ ટોપ) સર્વિસ હેઠળ જે દિવસે મુવી સિનેમાઘરમાં રિલીઝ થશે. તે દિવસે ટીવી પર ઉપલબ્ધ કરવામાં આવશે. Internet Of Things થી જીઓ ફાયબરના યુઝર્સના ઘરે અથવા ઓફિસને સ્માર્ટ ઘર કે સ્માર્ટ ઓફિસ બનાવવામાં આવશે.

જીઓ ફાયબરના યુઝર્સને એક જ પ્લાનમાં જીઓ ટીવી, બ્રોડબેન્ડ સર્વિસ, ફિક્સ્ડ લાઈન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી ઘણી સુવિધા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks