જાણવા જેવું જીવનશૈલી

આ ટિપ્સથી ઘટાડો તમારું લાઈટબીલ 40 % સુધી, વીજળીચોરી કાર્ય વગર આ ટિપ્સ ફોલો કરો

શું તમે પણ દર મહિને આવતા વીજળીના મોટા બિલથી પરેશાન છો? તમે તમારું વીજળીનું બિલ કેવી રીતે ઘટાડશો? તમે યુનિટ દીઠ દર ઘટાડી શકતા નથી, પરંતુ વપરાયેલ યુનિટને તો તમે ચોક્કસપણે જ ઘટાડીને આ મોટા બીલોથી રાહત મેળવી શકો છો.

તમારી ટેવોમાં નાનો સુધારો કરીને, તમે તમારા ખિસ્સા પરનો આ મોટો ખર્ચ ઘટાડી શકો છો. જો તમે વીજળીના બિલથી પરેશાન છો તો તમારે થોડી સાવચેતી રાખવી પડશે. તો આજે એવી જ કેટલીક રીતો તમારા માટે લાવ્યા છીએ કે જેનાથી તમે વીજળીનો વપરાશ ઘટાડીને વીજળીનું બિલ પણ ઓછું કરી શકશો.

Image Source

જો તમે વીજળીની બિલ ઓછું કરવાનો નિર્ણય કરી જ લીધો છે તો સૌથી પહેલા પોતાના ઘરના બલ્બ બદલી નાખો. વીજળી બચાવવા માટેની એક સહેલી રીત એ છે કે સામાન્ય બલ્બને બદલે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ એટલે કે સીએફએલનો ઉપયોગ કરવો. સીએફએલ બલ્બ 80 ટકા ઓછી વીજળીનો ઉપયોગ કરે છે. 10 થી 15 ગણો વધુ ચાલી શકે છે.

તમારા ઘરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પાવર એક્સ્ટેંશન કાર્ડથી કનેક્ટ કરીને તેનો ઉપયોગ કરો. હા, ધ્યાનમાં રાખો કે રાત્રે સૂતા સમયે, તેને બંધ કરીને સુવો નહીં તો કોમ્પ્યુટર, પ્રિંટર, ટીવી, ડીવીડી પ્લેયર તમારું વીજળીનું બિલ વધારશે. સાથે જ આ બધા જ ઉપકરણોને રિમોટથી બંધ કરવાની આળસ કરવાને બદલે તેની મેઈન સ્વિચ બંધ કરો. જેથી તેમાં ચાલુ રહેતી એક લાઈટ પણ બંધ થઇ જાય અને વીજળી વધુ ન વપરાય.

Image Source

ઉનાળામાં AC નો ઉપયોગ શરૂ કરતા પહેલા, તેની સર્વિસ કરાવી લો. તાપમાનનું સેટિંગ પણ યોગ્ય રાખો. આ કરીને તમે વીજળીના બિલમાં થોડો ઘટાડો જરૂર લાવી શકશો.

જો તમારા ઘરનું વેન્ટિલેશન યોગ્ય હશે તો તમારે લાંબા સમય સુધી પંખો ચલાવવાની જરૂર નહિ રહે અને ન તો તમારે લાઈટ ચાલુ રાખવાની જરૂર રહેશે. આવી સ્થિતિમાં થોડી વીજળી સરળતાથી બચાવી શકાય છે.

શું તમે દરરોજ વોશિંગ મશીનમાં કપડા ધોવો છો? વોશિંગ મશીનમાં રોજ કપડાં ધોવાને બદલે જ્યારે મશીનની ક્ષમતા પ્રમાણે કપડાં ભેગા થઇ જાય ત્યારે જ મશીનનો ઉપયોગ કરો. હવેની વખતે જ્યારે તમે ધોવા માટે વોશિંગ મશીનમાં કપડાં નાખો, ત્યારે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વોશિંગ મશીનમાં તેની ક્ષમતા પ્રમાણે કપડાં હોવા જોઈએ. ન વધારે કે ન ઓછા, એમ કરવાથી મશીન એની ક્ષમતા પ્રમાણે કામ કરશે અને વધુ વીજળી નહિ વપરાય.

Image Source

જો તમારા ઘરની કોઈ પાણીની પાઇપ લિક થઈ રહી છે અથવા તૂટી ગઈ છે, તો તેને ઠીક કરાવી લો. આપણને ખબર પણ નથી પડતી પણ હકીકત તો છે કે પાણી લીક થતું હોય તો ટીપે-ટીપે તમારી ટાંકી ખાલી થઇ જાય છે અને પાણી ચઢાવવા માટે તમારે મોટર ચાલી કરતા રહેવી પડે છે. જેનાથી પણ વધુ બિલ આવે છે.

અત્યારે સૌરઊર્જાનું ખૂબ જ ચલણ છે, ત્યારે સોલાર પેનલ લગાવડાવી દેવી, શરૂઆતમાં વધુ ખર્ચો થશે પણ પછીથી વીજળીનું બિલ લગભગ અડધું થઈ જાય છે.

જો તમે પાણીને ગરમ કરવા માટે વોટર હીટરનો ઉપયોગ કરો છો, તો પછી તમારા વોટર હીટરનું તાપમાન 48 ડિગ્રી પર જ સેટ કરીને રાખો. જેનાથી એ જલ્દી વધુ ગરમ કે ઠંડુ નહિ થાય અને વીજળી ઓછી વપરાશે.

Image Source

લાઇટ ચાલુ ક્યારેય ન છોડો. જ્યારે પણ તમે કોઈ ઓરડામાંથી બહાર નીકળો ત્યારે એની બધી જ સ્વિચો બંધ કરીને જ નીકળો. રાતે પણ વધારાની બધી જ સ્વિચો બંધ કરી દો.

નિષ્ણાતો કહે છે કે ફ્રીઝને ખાલી ન રાખો. તાજી શાકભાજી અને વસ્તુઓ ફ્રીઝરમાં રાખો. ફ્રીઝને સામાન્ય મોડ પર ચલાવો. એમ કરવાથી પણ વધુ વીજળી નહિ વપરાય.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.