ઘરમાં લોટ, સોજી, મેદો, બેસન કે ચોખા આપણે ડબ્બાની અંદર ભરી રાખતા હોઈએ છીએ, પરંતુ ઘણીવાર તેની અંદર કીડા પણ આવી જતા હોય છે. અને તેના કારણે આપણને ઘણી જ મુશ્કેલીઓ પણ થાય છે. ઘણીવાર તો સારો સમાન પણ આ કીડાના કારણે ફેંકી દેવો પડતો હોય છે, ખાસ ગૃહિણીઓને ઘણી જ તકલીફ પડે છે. પરંતુ આજે અમે તમને એવી સરળ રીત જણાવીશું જેના કારણે આ બધી વસ્તુઓમાં કીડા ક્યારેય નહિ આવે અને તેને તમે સારી રીતે વાપરી પણ શકશો.

1. લોટ:
લોટને કીડાથી બચાવવા માટે તેમાં લીમડાના પાન રાખી લેવા. જેના કારણે લોટની અંદર કીડી અને જાળા લાગવાની સમસ્યા નહીં થાય. લીમડાના પાન ઉપરાંત તમે ઈચ્છો તો તેમાં તજપત્તા કે મોટી ઇલાયચીનો પણ ઉપયોગ કરી શકો છો.

2. સોજી અને દળિયા:
સોજી અને દળિયામાં જો કીડા આવી જતા હોય તો તેના માટે તમારે તને એક કઢાઈમાં શેકી લેવા. ત્યારબાદ તેને ઠંડા થવા દઈને તેમાં 8-10 ઈલાયચી નાખીને એર ટાઈટ કન્ટેનરમાં રાખી લેવા જેનાથી કીડા લાગવાની સમસ્યા નહીં થાય.

3. મેંદો અને બેસન:
મેંદા અને બેસનમાં સૌથી વધારે કીડા લાગી જાય છે. આ બંને વસ્તુઓને કીડાથી બચાવવા માટે તેને ડબ્બામાં નાખીને તેમાં મોટી ઈલાયચી નાખી દેવી. આમ કરવાથી તેને કીડાથી બચાવી શકાશે.

4. ચોખા:
ચોખાની અંદર પણ ભેજ અને ધનુર આવી જવાની સમસ્યા રહેતી હોય છે તેના માટે તમારે લગભગ 10 કિલો ચોખાની અંદર 50 ગ્રામ પુદીનાના પાન મિક્સ કરી દેવા. તેનાથી ચોખામાં ક્યારેય કીડા નહીં પડે.

5. ચણા અને દાળ:
બદલતા વાતાવરણની અંદર ચણા અને દાળમાં કીડા આવી જાય છે. તેનાથી બચાવવા માટે દાળ અને ચણામાં સૂકી હળદર અને લીમડાના પણ નાખી દેવા. એવું કરવાથી કીડા લાગવાની સમસ્યાથી બચી શકાશે.

6.ખાંડ અને મીઠું:
વરસાદના સમયમાં ખાંડ અને મીઠું પીગળવા લાગે છે, અને ચીકણું બની જાય છે. આ પરેશાનીથી બચવા માટે તમે ખાંડ, મીઠું અને મસાલાઓને કાચના ડબ્બામાં રાખી લો. તમે ઈચ્છો તો ખાંડ અને મીઠાના ડબ્બામાં થોડા ચોખાના દાણા પણ રાખી શકો છો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.