ઘણા લોકો માતા ભાગે જમવાની સાથે કોઈ સ્વીટ વસ્તુ ખાવાની પસંદ કરતા હોય છે. ગૃહિણીઓ માટે એ મુસીબત મોટી હોય છે કે રોજ રોજ સ્વીટમાં શું બનાવવું અને જે બધાને પસંદ આવે, ખાસ કરીને બાળકોને. ત્યારે આજે અમે તમને સ્વાદિષ્ટ ટૂટી ફ્રૂટી કસ્ટર્ડ બનાવવાની ખુબ જ સરળ રીત બતાવીશું જે 1-2 લોકો માટે બનાવવામાં માત્ર 15થી 30 મિનિટનો સમય લાગશે.

ટૂટી ફ્રૂટી કસ્ટર્ડ બનાવવાની સામગ્રી:
- 500 ગ્રામ દૂધ
- 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર
- 4 ટેબલસ્પૂન ખાંડ
- 1/4 કપ ટૂટી ફ્રૂટી
- 1/4 કપ કેરી
- 1/4 કપ કેળા

ટૂટી ફ્રૂટી કસ્ટર્ડ બનાવવાની રીત:
- સૌથી પહેલા મીડીયમ આંચ ઉપર દૂધ ઉકાળવા માટે રાખી દેવું.
- આ બધા વચ્ચે જ એક કટોરીમાં 2 ચમચી દૂધ અને કસ્ટર્ડ પાવડર નાખીને ઓગાળી લેવો.
- તૈયાર મિશ્રણને દૂધની અંદર નાખીને સતત હલાવતા પકાવવું.
- ત્યારબાદ તેમાં ખાંડ નાખીને ઉગળવા સુધી પકાવવું.
- જયારે દૂધ થોડું ઘાટું થવા લાગે ત્યારે ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દેવું.
- મિશ્રણના ઠંડુ થયા બાદ તેમાં ટૂટી ફ્રૂટી, કેરી અને કેળા નાખી દેવા.
- તૈયાર છે તમારો ટૂટી ફ્રૂટી કસ્ટર્ડ. તેને ઠંડુ જ પીરસો.

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સરસ મઝાની રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.