રસોઈ

સ્વીટ ખાવાનું વારંવાર મન થતું હોય તો હવે ઘરે જ બનાવો કાશ્મીરી હલવો, એકવાર ખાશો તો ખાતા રહી જશો

સ્વીટ એવી વસ્તુ છે જે મોટાભાગના લોકોને ખાવાનું ખુબ જ પસંદ હોય છે. જમ્યા બાદ અને હરતા-ફરતા પણ ઘરમાં જો કઈ ગળી વસ્તુ ખાવાની પડી હોય તો વારંવાર ખાતા રહીએ છીએ, નાનાથી મોટા બધા જ લોકોને ગળ્યું ખાવાનું ગમતું હોય છે. ત્યારે આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ કાશ્મીરી હલવો બનાવવાની રીત લઈને આવ્યા છે. જે એકવાર ખાશો તો વારંવાર ખાવનું મન થયા કરશે. 1-2 લોકો માટે તેને બનાવવામાં 15થી 30 મિનિટીનો સમય લાગશે. ચાલો જોઈએ રેસિપી.

Image Source

કાશ્મીરી હલવો બનાવવાની સામગ્રી:

 • 1 કપ ઓટ્સ
 • 1/2 કપ ખાંડ
 • 2 કપ દૂધ
 • 4 ટેબલ સ્પૂન ઘી
 • 1/4 ટેબલ સ્પૂન ઈલાયચી પાવડર
 • 8-10 કેસરના રેસા
 • 8-10 કાજુ
Image Source

કાશ્મીરી હલવો બનાવવાની રીત:

 • સૌથી પહેલા ધીમા તાપે ગેસ ઉપર ઓટ્સને સૂકા જ શેકી લેવા.
 • ત્યારબાદ થોડું ઘી નાખીને કાજુને પણ શેકીને બાજુ ઉપર રાખી લેવા.
 • ત્યાર બાદ દૂધને પણ પેનની અંદર ગરમ કરવા માટે રાખી દેવું.
 • દૂધમાં ઉભરો આવ્યા બાદ તેની અંદર ઓટ્સ નાખીને તેને હલાવીને પકવતા રહેવું.
 • દૂધ ઘાટ્ટુ થયા બાદ તેમાં ખાંડ, ઈલાયચી પાવડર અને કેસર ઉમેરી દેવા.
 • ત્યારબાદ ઘી નાખીને હલવો જ્યાં સુધી ચિકાસ ના છોડે ત્યાં સુધી પકવતા રહેવું.
 • જયારે હલવો પેનમાં ચિપક્વાનું બંધ કરી દે ત્યારે ગેસ બંધ કરી દેવો.
 • ત્યારબાદ કાજુ નાખીને તેને સજાવી લેવું.
 • તૈયાર છે તમારો કાશ્મીરી હલવો.
 • આ હલવાને ગરમ ગરમ જ પીરસો અને ખાવાનો આનંદ ઉઠાવો.
Image Source

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સરસ મઝાની રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.