ખબર જ્ઞાન-જાણવા જેવું

કોરાના વાયરસથી બચવા માટે હવે તમે ઘરે જ બનાવી શકો છો સૅનેટાઇઝર, એકદમ મામૂલી ખર્ચમાં, વાંચો કેવી રીતે

આજે  દુનિયભરમાં કોરાના વાયરસના કારણે ફેલાયેલી મહામારીમાં સાવચેતી રાખવા માટે સૅનેટાઇઝર, માસ્ક અને જેનાથી સુરક્ષિત રહી શકાય એવી વસ્તુઓની ખાસ જરૂર પડતી હોય છે, પરંતુ અચાનક આવી પડેલી આ મહામારી અને કાળાબજારીઓના કારણે બજારની અંદર સૅનેટાઇઝર મળવું પણ મુશ્કેલી ભર્યું થઇ ગયું છે, ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોવાના કારણે નકલી સૅનેટાઇઝર પણ ખરીદી લેતા હોય છે, જેની કોઈ જ અસર થતી નથી, ઘણા લોકો મોટી કિંમત આપીને પણ સૅનેટાઇઝર ખરીદતા હોય છે, અને ઘણા લોકો હજુ પણ સૅનેટાઇઝર ખરીદવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કેટલીક વસ્તુઓ લાવી અને તમે પણ હવે સરળતાથી સૅનેટાઇઝર પણ ઘરે જ બનાવી શકો છો.

Image Source

સૅનેટાઇઝર જેલ બનાવવા માટેની સામગ્રી:

  • આઈસોપ્રોપિલઃ આલ્કોહોલ
  • એલોવીરા જેલ
  • ટી ટ્રી ઓઇલ અથવા લેવેન્ડર
Image Source

સૅનેટાઇઝર જેલ બનાવવાની રીત :

  • સૌ પ્રથમ એક ભાગ જેટલી એલોવીરાની જેલ લેવી
  • એલોવીરા જેલના ત્રણ ભાગ જેટલું આઈસોપ્રોપિલઃ આલ્કોહોલ તેની અંદર ઉમેરવું.
  • સુગંધ માટે તેની અંદર થોડું ટી ટ્રી ઓઇલ અથવા તો લેવેન્ડર ઉમેરવું.
  • હવે આ મિશ્રણને એક ચોખ્ખી બોટલની અંદર ભરી દેવું.
  • બસ આજ તો છે હેન્ડમેડ સૅનેટાઇઝર જેલ
Image Source

આ જેલ બનાવતી વખતે કેટલીક ખાસ બાબતોનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ.

સેન્ટઆઈઝર બનાવતી વખતે તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો તે એકદમ શુદ્ધ અને સ્વચ્છ હોવી જોઈએ, કારણ કે જો તમે શરૂઆતથી જ ગંદી એની કીટાણું વાળી વસ્તુઓનો વપરાશ કરશો તો સિનેટાઇઝર પણ કોઈ અસર નહિ કરી શકે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના જણાવ્યા અનુસાર ઘરે બનાવેલા સૅનેટાઇઝરના મિશ્રણને 72 કલાક સુધી એમ જ રાખી મૂકવું જોઈએ કારણ કે મિશ્રણ બનાવતી વખતે તેની અંદર જો કોઈ બેકટેરિયા આવૈ ગયા હોય તો તે આ 72 કલાકના સમય દરમિયાન નાશ પામે છે.

સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ના જણાવ્યા અનુસાર સૅનેટાઇઝરને વધુ અસરકારક બનાવવા માટે તેની અંદર ઓછામાં ઓછું 60 ટકા જેટલું આલ્કોહોલ હોવું જોઈએ.

99 ટકા આઈસોપ્રોપિલઃ આલ્કોહોલ વાળું મિશ્રણ વાપરવું સૌથી સારું માનવામાં આવે છે, બજારની અંદર જે પીવા માટે દારૂનો ઉપયોગ થાય છે તે વોડકા, વીસ્કી જેવી વસ્તુઓ વધુ અસરકારક નથી હોતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.