રસોઈ

સુરતી ઈદડાની રેસિપી નોંધી લો અને આજે જ બનાવો – લોકો વખાણ કરતા થાકશે નહીં, રેસિપી નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ

ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખૂણે જાય તો પણ ગુજરાતી જમણવાર જ કરે, અને ફરસાણ વગર તો ગુજરાતીઓનું ભોજન ક્યારેય પણ સંપૂર્ણ નથી કહેવાતું. એમાં પણ ગુજરાતીઓમાં એવી કહેવત પ્રચલિત છે “સુરતનું જમણ અને કાશીનું મરણ”. તો આજે આપણે સુરતની જ એક એવી વાનગીની રેસિપી જાણીશું કે જેનું નામ પડતા જ દરેક ગુજરાતીના મોમાં પાણી આવી જાય છે. તો ચાલો આજે શીખીયે સુરતી ઈદડા કઈ રીતે બને છે.

સામગ્રી

  • ચોખા – 3 કપ
  • અડદની દાળ – 1 કપ
  • આદુ-મરચાની પેસ્ટ – 3 મોટી ચમચી
  • હીંગ – 1 નાની ચમચી
  • ઇનો/સોડા – 1 ચમચી
  • લાલ મરચું – 1 મોટી ચમચી
  • મરીનો અધકચરો ભૂકો – 1 ચમચી
  • મીઠું – સ્વાદ અનુસાર
  • તેલ – 1/4 કપ
  • કોથમીર – 1 ચમચી

રીત

સૌથી પહેલા ચોખા અને અડદની દાળને પલાળીને 5-6 કલાક રાખી મુકો. પછી પલાળીને મુકેલા ચોખા અને અડદની દાળને મિક્સરમાં વાટી લો જેથી ખીરું બની જશે જેને ફરીથી 4-5 કલાક માટે રાખી મુકો.

જો આમ ન કરવું હોય તો ચોખા અને અડદની દાળને મિક્સ કરીને કરકરું દળી લો. અને આ તૈયાર થયેલા લોટમાં એક કપ દહીં અને પાણી નાખીને ખીરું તૈયાર કરો. આ ખીરામાં આથો લાવવા માટે 4-5 કલાક તડકામાં મૂકી દો.

હવે આ ખીરામાં આથો આવી ગયા પછી, તેલ, હિંગ, મીઠું, આદુ-મરચાની પેસ્ટ, અને સોડા કે ઇનો નાખીને ખીરને ખૂબ જ હલાવીને મિક્સ કરો.

હવે ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરો, અને બીજી તરફ થાળીમાં તેલ લગાવીને તેમાં ખીરું પાથરો. આ ખીરા પર લાલ મરચું પાવડર અને મારી પાવડર ભભરાવો.

પાણી ગરમ થઇ જાય એટલે આ થાળીને કૂકરમાં મૂકીને કૂકર બંધ કરીને ખીરાને પાંચ મિનિટ સુધી વરાળમાં બફાવા દો. પછી બહાર કાઢીને ચેક કરી લો કે બરાબર બફાઈ ગયા છે કે નહિ.

આ પછી થાળીને થોડી ઠંડી થાય એટલે તેમાં ચોરસ આકારના કટકા કરો અને તેમાં તેલમાં રાઈ, તલ અને કોથમીરનો વઘાર કરીને ઉપરથી નાખો.

તૈયાર છે ટેસ્ટી ઇદડા, જેને લીલી ચટણી સાથે પીરસી શકાય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks