રસોઈ

ઢોસા બનાવતી વખતે તમારે પણ તવા પર ચોંટી જાય છે? તો આ ટ્રિક જાણી લો….ખુબ કામની માહિતી

સાઉથ ઇન્ડિયન વાનગીઓ ખાવા શોખીન છો પરંતુ ઘરે બજાર જેવા સારા ઢોસા નથી બની શકતા તો અપનાવો આ કારગર ટિપ્સ.

-હંમેશા રોટલી અને ઢોસા બનાવવા માટે તવી અલગ અલગ જ રાખો.

-ઢોસા બનાવતા પહેલા તવીને સારી રીતે સાફ કરી લો. ધ્યાન રાખો કે તવી પર જરાક પણ તેલ ન હોય. ધીમી આંચ પર તવી ગરમ કરીને એક ચમચી તેલ નાખીને આખી તવી પર લગાવી લો અને જયારે થોડો થોડો ધુમાડો નીકળવા લાગે એટલે આંચ બંધ કરી દો. આમ કરવાથી તવી નોનસ્ટિક જેવી તૈયાર થઇ જશે.

-આ પછી તવીને ઠંડી કરીને ફરીથી ધીમી આંચ પર તવી પર તેલ નાખીને ગરમ કરો અને તેલના ગરમ થતા જ તેને ટીસ્યુ પેપરથી લૂછીને પાણીના થોડા છાંટા નાખો. તવી તૈયાર છે ઢોસા બનાવવા માટે.

-જો ઢોસાને પલટવામાં તકલીફ પડી રહી હોય તો તાવેથાની જે બાજુથી ઢોસો પલટવાના છો એ સાઇડને થોડી પાણીમાં ડુબાડીને પછી ઢોસો પલટો. ખૂબ જ આસાનીથી ઢોસો પલટાઈ જશે.

-તવીને ચીકણી કરવા માટે તમે અડધા કાપેલા કાંદાને પણ વાપરી શકો છો. કાંદાને તેલમાં ડુબાડીને તવી પર તેલ લગાવવાથી ઢોસા ક્રિસ્પી બને છે.

-આટલું કર્યા બાદ પણ જો ઢોસા ચોંટતા હોય તો તવી પર થોડો લોટ ભભરાવીને સારી રીતે ઘસો અને પછી લૂછી લો. તવી એકદમ મસ્ત થઇ જશે.

નોન-સ્ટિક તવી પર પણ જો ઢોસા ચોંટતા હોય તો એની સાથે પણ આ જ સ્ટેપ્સ અજમાવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks