રસોઈ

આજે ઘરે જ બનાવો ‘ચીઝ ગાર્લિક બ્રેડ’ …. બાળકો અને ઘરના બધા જ સભ્યો ને ભાવશે, રેસિપી વાંચો

ચીઝ ગાર્લિક બ્રેડ ટોસ્ટ એ ખૂબ જ સરળ નાસ્તો છે જે ઝડપથી તૈયાર થઈ જાય છે. તમે તેને સવારના નાસ્તા માટે, બાળકોના ટિફિનમાં અથવા સાંજે ચા સાથે નાસ્તો માટે પણ બનાવી શકો છો.

ગાર્લિક બ્રેડમાં બધાની ભૂખ વધારવાની ક્ષમતા રહેલી છે, ખાસ કરીને જયારે તેને ગરમાગરમ સૂપ કે પાસ્તા સાથે પીરસો. હવે તમે ઘરે જ ઓછા સમયમાં બ્રેડ સ્લાઈસ, ચીઝ, બટર અને ગાર્લિક સ્પ્રેડ વડે ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. ફક્ત એ વાતનું ધ્યાન રાખવું પડશે કે કડક થાય ત્યાં સુધી જ તેને શેકવી જેથી તેની સુગંધ સૌથી વધુ આવશે.

આજે આપણે તવા પર ચીઝ ગાર્લિક બ્રેડ બનાવીશું. ઘરે ઉપલબ્ધ સામગ્રીમાં સરળતાથી તેને ઓછા સમયમાં બનાવી શકાય છે. આ નાસ્તો સેન્ડવીચ બ્રેડના સ્લાઈસથી આસાનીથી બનાવી શકાય છે. આ રીતે ચીઝ ગાર્લિક બ્રેડ તાવ પાર કે ઓવનમાં પણ બનાવી શકાય છે.

સામગ્રી:

 • બ્રેડ – 4 સ્લાઈસ
 • માખણ – 4 ટેબલ સ્પૂન
 • મોઝેરેલા ચીઝ – 1/2 કપ
 • છોલેલું લસણ – 10-12 કળી
 • સમારેલા ધાણા – 2 ટેબલ સ્પૂન
 • ચીલી ફ્લેક્સ – 1  ટેબલ સ્પૂન

રીત:

 • બધી જ આવશ્યક સામગ્રીઓ લઇ લો
 • એક વાટકામાં માખણ લઇ લો
 • છોલેલા લસણની કળીઓને વાટી લો
 • માખણમાં વાટેલું લસણ નાખીને સરખી રીતે મિક્સ કરી લો
 • બ્રેડની સ્લાઈસ લો અને એની એક તરફ એક ચમચી લસણ વાળા માખણને લગાવી દો.
 • પછી બ્રેડ પર પોતાની ઈચ્છા અનુસાર ચીઝ છીણી લો.
 • પછી ચીઝ પર થોડા સમારેલા ધાણા અને ચીલી ફ્લેકસ ભભરાવો.
 • એક તવી ગરમ કરો. તેના પર 1/4 ટી સ્પૂન માખણ નાખો.
 • પછી આ તવી પર તૈયાર કરેલ બ્રેડ મુકો.
 • તવીને ઢાંકી દો. અને ત્રણ મિનિટ માટે બ્રેડને ધીમા ગેસ પર બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દો, અથવા જ્યાં સુધી બધું ચીઝ પીગળી ન જાય.
 • ચીઝ પીગળી જાય એટલે તૈયાર છે કરકરી, ચીઝ ગાર્લિક બ્રેડ
 • તેને પાસ્તા સાથે કે એમ જ પણ પીરસી શકાય.

તો તમે પણ આજે જ બનાવો આ રીતે ચીઝ ગાર્લિક બ્રેડ અને અમને પણ કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી તમારા બાળકોને આ ચીઝ ગાર્લિક બ્રેડ.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ