રસોઈ

બાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ સરળ રીતે, વાંચો સ્ટેપ બાય સ્ટેપ બનાવવાની રીત

ગરમીની સીઝનમાં બાળકોને સૌથી વધુ કુલ્ફી ખાવી ગમે છે, પરંતુ બજારની કૂલ્ફીખાવામાં સ્વાસ્થ્યનું જોખમ પણ રહેલું છે, એમ તો બજારમાં ઘણા પ્રકારની કુલ્ફી મળે છે, પરંતુ આજે અમે તમને ખાસ બનાના કુલ્ફી બનાવવની રીત શીખવવાના છીએ, આ બનાના કુલ્ફી આજ પહેલા તમે પણ ક્યારેય નહિ ખાધી હોય, બાળકો જ નહિ તમે પણ આ કુલ્ફીના શોખીન બની જશો ખાઈને, તો ચાલો જાણીએ કેવી રીતે બાંવશો બનાના કુલ્ફી:

Image Source

બનાના કુલ્ફી બનાવવામાં 30 મિનિટથી એક કલાકનો સમય લાગી શકે છે, પરંતુ એકવાર તમે જો ખાઈ લશો તો તમને એ વરમૌર ખાવાનું મન ચોક્કસ થશે.

કુલ્ફી બનાવવાની સામગ્રી:

 • 2 કપ દૂધ
 • એક કપ ઘટ્ટ કરેલું દૂધ (ગળ્યું)
 • 2 કેળા (કાપેલા)
 • અડધો કપ મલાઈ (ક્રીમ)
 • એક નાની ચમચી ઈલાયચી પીસ
 • એક ચપટી કેસર પીસ
 • એક વાટકી ખાંડ (જો તમે ઈચ્છો તો)
Image Source


બનાના કુલ્ફી બનાવવાની રીત:

 • સૌથી પહેલા દૂધ, ઘટ્ટ કરેલા દૂધ, કેળા, ખાંડ અને કેસરને એક સાથે મિક્સરની અંદર વાટી દેવું
 • તેને પાતળું થવા સુધી ગ્રાઈન્ડ કરતા રહેવું
 • હવે કેળાના મિશ્રણ સાથે મલાઈ(ક્રીમ), ઈલાયચી અને કેસર ભેળવીને ફરી ગ્રાઈન્ડ કરો
 • તેને ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો જ્યાં સુધી મિક્સરમાં મલાઈ બરાબર રીતે મિક્સ ના થઇ જાય
 • ત્યારબાદ કેળાના મિશ્રણને કુલ્ફીના આકરામાં નાની કટોરી અથવા તો કુલ્ફી બનાવવાના બોક્સમાં ભરી દેવું
 • ત્યારબાદ તેને એલ્યુમિનિયમ ફોઈલથી ઢાંકીને ફિરજરની અંદર કુલ્ફી જમાવવા માટે રાખી દેવી.
 • થોડી જ વારમાં તમારી બનાના કુલ્ફી તૈયાર થઇ જશે, બરાબર ઠારી જાય પછી એ કુલ્ફીને બહાર કાઢી અને ખાવાનો  લુપ્ત ઉઠાવો.
Image Source

કેવી લાગી તમને આ એકદમ નવી જ રેસિપી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં, તમારી સાથે કોઈ બીજું પણ આ ટેસ્ટનો આનંદ માણી શકે. આવી જ અવનવી માહિતી સભર રેસિપી, અને ઉપયોગી લેખો વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે !!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.