રસોઈ

કૂકરમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ બાટી, દાલ સાથે ખાતા બજારની દાલબાટી પણ ભૂલી જશો, જુઓ વિડિઓ અને રેસિપી

દાલબાટી નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, રાજસ્થાનની પ્રખ્યાત દાલબાટી આપણે વિચારીએ કે ઘરે બનાવવી તો સાવ અસંભવ જ છે. પરંતુ એવું નથી હોતું. જો સાચી રીત દ્વારા તમે ઘરે પણ દાલબાટી બનાવશો હોટેલની દાલબાટી ખાવાનું પણ ભૂલી જ જશો.

Image Source

મનમાં એવો પણ પ્રશ્ન ઘણીવાર થાય કે ચાલો દાળ તો બનાવી લઈશું પણ બાટીનું શું? હોટેલમાં આપણે જોઈએ છીએ કે ભઠ્ઠાની અંદર બાટીને શેકવામાં આવે છે અને તેના જેવી કડક ટેસ્ટી બાટી કેવી રીતે બની શકે?

Image Source

બાટી માત્ર ભઠ્ઠામાં જ નહિ કૂકરમાં પણ બનાવી શકાય, જાણીને નવાઈ લાગેને? પણ આ હકીકત છે અને આજે અમે તમને કૂકરમાં જ કેવી રીતે બાટી બનાવી શકાય તેના વિષે શીખવવાના છીએ.

Image Source

બાટી માટીની સામગ્રી:

 • ઘઉંનો લોટ: 1 બાઉલ
 • સોજી : અડઘી વાટકી
 • ઘી : બે ચમચી
 • અજમો: અડધી ચમચી
 • મીઠું: સ્વાદ અનુસાર
 • ખાવાનો સોડા: અડધી ચમચી (જો તમે ઈચ્છો તો)
Image Source

લોટ બાંધવાની રીત:

સામગ્રી તૈયાર કરીને તેને એક વાસણમાં એક ચમચી ઘી નાખી બરાબર મિક્સ કરી લેવી ત્યારબાદ તેને રોટલીના લોટની માફક જ થોડો કડક બાંધવો. લોટ બંધાઈ ગયા બાદ તેને 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખવો જેના કારણે લોટ થોડો ફૂલી શકે. 20 મિનિટ બાદ થોડા તેલ વાળા હાથ કરી લોટને થોડો મસળી લેવો ત્યારબાદ તેના બાટી આકારના ગોળ ગોળ ગુલ્લાં બનાવી લેવા.

Image Source

બાટી બનાવવાની રીત:

 • કૂકરને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું.
 • ત્યારબાદ એક ચમચી ઘી કૂકરમાં નાખો.
 • બાટી આકારના તૈયાર થયેલા ગુલ્લાં કૂકરની અંદર રાખી દેવા.
 • કુકરનું ઢાંકણું બંધ કરી. કૂકરની સિટીને કાઢી લેવી.
 • 10-15 મિનિટી પછી કૂકરને હલાવવું જેથી બાટી નીચે ઉપર થઈને એકદમ સરસ શેકાઈ શકે.
 • 20-25 મિનિટ બાદ તમે ઢાંકણું ખોલીને જોશો તો એકદમ ટેસ્ટી બાટી તૈયાર થઇ ચુકી હશે.
 • બાટીને ભાર કાઢી તમે ઉપર ઘી પણ લગાવી શકો છો.
 • બાટીને ગરમ ગરમ જ જો દાલ સાથે ખાવામાં આવે તો તે વધુ ટેસ્ટી લાગે છે.

તો દોસ્તો, તમને આ બાટીની રીત કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને હવે ઘરે પણ તમે આ રીતે બાટી બનાવી ટેસ્ટી બાટીનો આનંદ માણી શકો છો.