હેલ્થ

વજન ઘટાડવાની ટિપ્સ: પેટ અને કમરની ચરબીને ઘટાડવા ઘરના જમવામાં ઘી અને મસાલા સાથે આ 1 કામ કરો પછી જુઓ કમાલ

આજે દર 2 વ્યક્તિ મોટાપાનો ભોગ બનેલો હોય છે. મોટાપાને કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે મોટાપાને કારણે લોકો કસરત કરીને જે પછી જીમમાં જઈને પરસેવો વહેડાવે છે. પરંતુ શું તમને ખબર છે કે, તમે ભરપેટ જમીને પણ પણ વજન ઘટાડી શકો છો ?

જો તમે ભારતીય જમવાને સારી રીતે બનાવો છો તો વજન ઉતારવા માટે સૌથી સારું કામ કરે છે. ઘરે બનાવેલા જમવાથી તમારું બોડી પણ આસનીથી શેપમાં આવી જાય છે. ખાસ વાત એ છે કે, સ્વસ્થ રીતે તમે વજનને ઓછું કરી શકો છો.

Image Source

ઘરનું જમવાનું જમવાથી સ્વાસ્થ્ય અને પોષક તત્વો મળી રહી છે. તાજા શાકભાજીની અસર તમારા શરીર પર બહેતર થાય છે. ઘરનું જમવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું મહેસુસ હોય બહારના નાસ્તાથી બચાવે છે.

આવો જાણીએ ઘરનું જમવાનું કેવી રીતે વજન ઘટાડે છે.

હેલ્ધી ફેટ

શું તમને ખબર છે કે, ઘી વજન ઓછું કરવામાં મદદ કરે છે. ઘીમાં ફેટી એસિડ, ઓમેગા-6 હોય છે. જે શરીરમાં ફેટના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે, સાથે કે શરીરમાં લેપીડ અને પ્રોટીન બનાવવામાં સહાયક થાય છે. જયારે ઘી મસાલા સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

શાક બનાવવા માટે હેલ્થી વસ્તુનો કરો ઉપયોગ 

શાકભાજી બનાવવા માટે લોકો દહીં અને કોકોનેટ ક્રીમનો ઉપયોગ કરે છે જે કમરની સાઈઝ વધારવાનું કામ કરે છે. પરંતુ તેની જગ્યાએતમ નારિયેળના દૂધનો ઉપયોગ કરવાથી સ્વાદ તો એજ મળશે પરંતુ કેલેરી ઓછી મળશે. આ ઉપાય કરવાથી તમને બહેતરીન સ્વાદ તો મળશે જ સાથે વજન પણ ઓછું થશે.

Image Source

ભોજનમાં મસાલાનો ભરપૂર પ્રયોગ કરો.

ભોજનને શ્રેષ્ઠ બનાવવામાં મસાલા જ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા લોકો વિચારતા હોય છે કે, મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે પરંતુ આ બિલકુલ સાચું નથી. લાલ મરચું, મરી પાવડર અને હળદરને સ્વાસ્થ્ય માટે ખાવામાં આવે છે. જો આ મસાલાની સાથે ઘી અને સરસોના તેલમાં હોય તો શરીરને ડીટોક્સ કરવાની સાથે-સાથે શરીરને રેગ્યુલેટ કરવામાં પણ મદદ કરે છે. આનાથી શરીરમાં અતિરિક્ત ફેટ કાઢવામાં આસાન રહે છે.

મીઠા લીમડાના પાનનો ભોજનમાં સમાવેશ કરો

મીઠા લીમડામાં બહુ જ જરૂરી ઇન્ગ્રીડિએન્ટ્સ હોય છે. જે સ્વાદની સાથે-સાથે જોવામાં પણ ડિલિશિયસ બનાવે છે. મીઠા લીમડાના પાનને જો જમવામાં દરરોજ શામેલ કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ અને મોટાપો ઓછું કરવાનું કામ કરે છે. મીઠા લીમડામાં એક મહત્વપૂર્ણ ઘટક પણ હોય છે મહાનિમ્બિન. મીઠા લીમડાના કારણે શરીરની ફેટ ઓછું કરવામાં મદદ કરે છે.

Image Source

ખાસ ધ્યાન રાખવાનું કે, સીમિત માત્રામાં જ બધી વસ્તુનો પ્રયોગ કરવો જોઈએ, કારણકે ફાયદેમંદ ચીજનો પણ વધુ ઉપયોગ કરવાથી નુકસાન થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.