લગ્ન એ સમાજનું એવું બંધન છે જે નિભાવતી વખતે એક જન્મ નહીં પરંતુ સાત જન્મ સુધી નિભાવવાનું વચન આપવામાં આવતું હોય છે, પરંતુ હાલના સમયમાં જોઈએ તો લગ્નના થોડા સમય બાદ જ પતિ પત્નીમાં વિખવાદ થાય છે, અને તેના કારણે ડિવોર્સનું પ્રમાણ પણ વધી ગયું છે.

ઘણા કિસ્સાઓમાં પુરુષ પતિના જીવનમાં બીજી મહિલા પ્રવેશી હોવાના કારણે પણ સંબંધ તૂટવાની ઘટનાઓ વધારે બનતી હોય છે, પરંતુ આ વાત ખબર કેવી રીતે પડે એ ઘણી જ મહિલાઓ જાણવા ઇચ્છતી હોય છે તો આજે અમે તમને એવી જ પાંચ બાબતો જણાવીશું જેના દ્વારા તમે માલુમ કરી શકશો કે તમારા પતિના જીવનમાં બીજી કોઈ સ્ત્રીનો પ્રવેશ થયો છે કે નહિ !

મોબાઈલ અને કોમ્યુટરને લઈને વધારે સતર્ક થઇ જવું:
ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે પતિ અને પત્ની વચ્ચે કી ખાનગી નથી હોતું, મોબાઈલનો પાસવર્ડ પણ ખાનગી નથી હોતો, એવા કપલમાં પ્રેમ તમને પુષ્ક્ળ જોવા મળે છે, જો તમારું પાર્ટનર તમારાતી કોઈ વાત છુપાવતું નથી કે એનું કોમ્પ્યુટર અને મોબાઈલ તમારી સામે પણ સહજતાથી વાપરી શકે છે તો શંકા કરવા જેવું કઈ નથી, પરંતુ પતિ જયારે મોબાઈલ અને કોમ્પ્યુટરને લઈને સતર્ક થઇ જાય, તમારા અડવા ઉપર એ ગુસ્સો કરવા લાગે તો સમજજો દાળમાં કંઈક કાળું જરૂર છે.

શારીરિક સંબંધોમાં ઉણપ:
નવા નવા લગ્ન થયા હોય ત્યારે પતિ અને પત્ની શારીરિક સંબંધોને લઈને ખુબ જ ઉતસહિત હોય છે પરંતુ સમય જતા આ સંબંધમાં પણ થોડી ઉણપ બંને તરથી આવવા લાગે છે. પરંતુ આ દરમિયાન જો તમારો પતિ તમારા સ્પર્શને પણ ગણકારે નહિ અને શારીરિક સંબંધો દરમિયાન પણ તેનામાં ઉત્સાહ ના દેખાય તો આ તમારા માટે એક મોટો ઈશારો છે. તે વ્યક્તિ શરીરથી તો તમારી પાસે છે પરંતુ તેના મનમાં બીજા જ વિચારો ચાલી રહ્યા હોય છે.

ઓફિસની અંદર મોડા સુધી કામ કરવાની વાત:
જો તમારા પતિ અચાનક જ ઓફિસમાં વધારે કામની વાત જણાવે છે તો તેના બે કારણ હોઈ શકે છે, એક કે તેમને હકીકતમાં ઓફિસમાં વધારે કામ કરવાનું આવી રહ્યું છે અને બીજું કે ઓફિસના કામનું માત્ર બહાનું જ તેઓ બનાવે છે, એ તેમનો સમય ઘર કરતા બીજે પસાર કરવાનું પસંદ કરી રહ્યા હોય છે. જો સાચે જ તેમને ઓફિસનું કામ હશે તો તેની ચિંતા તમે ઘરે રહીને પણ અનુભવી શકશો, તેમની માનસિક તાણ અને કામકાજની ચિંતાઓ તમને સ્પષ્ટ દેખાઈ આવશે.
ભાવનાત્મક અંતર:
જો તમારા પતિના જીવનમાં બીજી કોઈ મહિલા આઈ ગઈ હશે તો તેની અસર તેના ઈમોશનલ બોન્ડ ઉપર પણ જોવા મળશે, તેની પાસે તમારી વાતો સાંભળવા માટેનો પણ સમય નહીં હોય. તમને શું તકલીફ થઇ રહી છે કે તમે કઈ વાતથી હાર્ટ થઇ રહ્યા છો એ વાતની ચિંતા પણ તેને નહિ હોય. સાથે જ આખા દિવસ દરમિયાન તમારી સાથે વાત ના કરવા ઉપર પણ તેને કોઈ ફર્ક નહીં પડે. પ્રેમમાં એકબીજા સાથે ભાવનાઓ પણ જોડાયેલી હોય છે, એવા પાર્ટનર સાથે વાત ના કરવી, તેની ચિંતા ના કરવી, પણ સંભવ નથી. જો આવું થઇ રહ્યું છે તો સમજી જાવ કે તકલીફ કોઈ બીજી જ છે.

પોતાના દેખાવની ચિંતા વધુ કરવી:
સારું દેખવું દરેક માટે ખુબ જ જરીર છે પરંતુ આ વાત જયારે તમે નવા નવા પ્રેમ સંબંધમાં જોડાવ છો ત્યારે છોકરા અને છોકરીઓ બંને આ બાબતને લઈને ખુબ જ કાળજી રાખતા હોય છે કારણ કે તમને એકબીજા સામે વધુ સારું બનીને નજરે આવવું હોય છે. આવું લગ્નજીવનમાં પણ જોવા મળે છે. જો કોઈ પ[ઉરુષ ઓફિસ જવા માટે પહેલાની જેમ રોજ સારી રીતે ઐયર થઈને જાય છે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ અચાનક જ તેનામાં બદલાવ આવે છે,
અથવા તો ઓફિસ સિવાય પણ તે બહાર ફરવા માટે એકલા જાય છે ત્યારે પણ પોતાના દેખાવને લઈને વધુ ચિંતા કરે છે, પોતાના કપડાં, પરફ્યુમ અને દેખાવને વધારે સારો બંનાવવા માંગે છે તો સમજજો કે એ કોઈ બીજા આગળ પોતાની છાપ સારી કરવા મથી રહ્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.