સારી અખરોટને કેવી રીતે ઓળખશો? ચેતજો!! આજે ડ્રાયફ્રૂટમાં પણ મિલાવટ થાય છે, વાંચો અખરોટ ઓળખવાની સાચી રીત

0
Advertisement

આજે લોકો પૈસા કમાવવા માટે એટલા આંધળા બન્યા છે કે તેના માટે માણસના સ્વાસ્થ્ય સાથે પણ જો ચેડાં થાય તો એમને વાંધો નહિ. અવાર-નવાર આપણે ટીવી અને સમાચારમાં જોઈએ છીએ કે નકલી દૂધ, માવો અને એવી તો ઘણી વસ્તુઓ બજારમાંથી પકડાતી હોય છે ત્યારે મનમાં એમ થાય કે હવે સાવચેત કેવી રીતે રહેવું? અસલની ઓળખ કેમ કરી કરી શકાય?

Image Source

તંદુરસ્ત રહેવા માટે માણસ દૂધ અને ડ્રાયફ્રુટ જ આહારમાં વધુ લેતા હોય છે. દૂધ સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે ત્યારે હવે કેટલાક લોકો ડ્રાયફ્રૂટમાં પણ મિલાવટ કરવા લાગી ગયા છે. જો આપણને સાચી ઓળખ ના હોય તો આપણે ડ્રાયફ્રુટ ખરીદીને પણ છેતરાઈ શકીએ છીએ.

Image Source

વાત આજે અમે કરીશું અખરોટની. અખરોટને જોતા આપણને એમ થાય કે અખરોટમાં કોઈ કેવી રીતે મિલાવટ કરી શકે? પણ હજુ કદાચ તમે નહીં જાણતા હોય કે લોકો એટલા સ્માર્ટ થઇ ગયા છે કે બંધ વસ્તુમાં પણ મિલાવટ કરે છે, માત્ર પૈસા કમાવવા માટે.

Image Source

અખરોટ ખાવાના અગણિત ફાયદાઓ છે એ વાતથી તો સૌ કોઈ પરિચિત જ છે. અખરોટની અંદર વિટામિન ઈનો સૌથી સારો સ્ત્રોત છે. જેનાથી તમારું દિમાગ એકદમ કારગર અને તેજ બની રહે છે. અખરોટ ખાવાથી આંખોનું તેજ પણ વધે છે અને ચહેરા ઉપર પણ ચમક આવે છે. અખરોટની અંદર કેટલાક એવા પોષકતત્વો પણ રહેલા છે જેના દ્વારા માનસિક તાણ અને ડિપ્રેશન પણ દૂર થાય છે.

Image Source

આ બધા ફાયદા પહોંચાડનાર અખરોટમાં પણ જો મિલાવટ થવા લાગે તો? અખરોટની કિંમત પણ બજારમાં ઊંચી છે અને જયારે ઊંચી કિંમતની અખરોટ ખરીદી ઘરે લાવીએ અને તેના કોઈ ફાયદા ના પહોંચે તો આપણા પૈસા પણ પાણીમાં ગયા હોય એવું જ લાગે. પરંતુ આજે અમે તમને અખરોટ ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે જણાવવાના છીએ.

Image Source

તમે જો ખુલ્લી અખરોટની ગિરી ખરીદવા જઈ રહ્યા છો તો જુઓ કે એ ગિરી સફેદ અને થોડી બ્રાઉન રંગની દેખાય તો જ ખરીદો.

Image Source

અખરોટની ગીરીનો આકાર થોડો મોટો અને ખાવામાં એકદમ કડક હોવો જોઈએ તેના આધારે પણ તમે સારી અખરોટ ઓળખી શકો છો.

Image Source

જો તમને અખરોટોની ગિરીનો રંગ સહેજ કાળો નજરે આવે અને તેની અંદરથી કોઈ અલગ પ્રકારની સુગંધ આવતી હોય તો તેને ખરીદવી નહીં તે મિશ્રિત અથવા બનાવટી અખરોટ હોઈ શકે છે.

Image Source

જો તમે આખી જ અખરોટ ખરીદી રહ્યા છો તો અખરોટને બરાબર હલાવી જુઓ. તેની અંદરથી ગિરીનો અવાજ વધુ આવતો હોય તો તે યોગ્ય અખરોટ નથી. જો તેની અંદરથી સામાન્ય અવાજ આવે છે અથવા તો સાવ નથી આવતો તો એ યોગ્ય અખરોટ છે.

Image Source

હંમેશા વજનમાં ભારે હોય તેવા પ્રકારની અખરોટ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, હથેળીમાં અખરોટને મૂકી તેનું વજન ચકાસવું જોઈએ. જો તમારા હાથમાં રહેલી અખરોટ વજનમાં ભારે છે તો સમજી લેજો કે તે એકદમ શુદ્ધ અને સડેલી નથી.

Image Source

બજારમાં અખરોટની કિંમત 700થી 1500 રૂપિયા સુધીની છે જો કોઈ તમને એનાથી ઓછા ભાવની અંદર અખરોટ આપી રહ્યું છે તો તેને બરાબર ચકાસી અને પાક્કી ખાત્રી કરીને જ ખરીદવી જોઈએ.

Image Source

આ ઉપાયો દ્વારા આપણે અખરોટને ઓળખી શકીએ છીએ. મોટાભાગે ગામડાની અંદર અથવા સોસાયટીની અંદર બહારથી ફેરિયા આવી અને સાવ સસ્તા ભાવે અખરોટનું વેચાણ કરતા હોય છે અને ઘણીવાર મહિલાઓ તેમજ ઘણા લોકો બજારથી સસ્તા ભાવે મળતી હોવાના કારણે તે અખરોટને ખરીદી પણ લેતા હોય છે. પરંતુ એ અખરોટ બનાવટી અથવા તો મિલાવટ વાળી હોવાની પુરી સંભાવના છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here