અજબગજબ જાણવા જેવું

તુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના છોડને ઉગાવી શકાય? કેવી રીતે તેની કાળજી રાખવી?

શાસ્ત્રોમાં તુલસીને ખુબ જ પવિત્ર માનવામાં આવી છે અને એટલે જ હિદનું ધર્મના મોટાભાગના ઘરમાં તમને એક તુલસી ક્યારો અવશ્ય જોવા મળશે જ. તુલસી ભગવાન વિષ્ણુની કૃપા માનવામાં આવે છે.આ ઉપરાંત તમામ દેવોને તુલસી અતિપ્રિય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તુલસીની નિયમિત પૂજા કરવાથી અને જળ ચઢાવવાથી ઘરમાં હંમેશા વૃદ્ધિ થાય છે, ત્યારે તુલસીની માવજત કરવી પણ ખુબ જ જરૂરી બને છે.

Image Source

આપણે સૌ એ પણ જાણીએ છીએ કે તુલસીના ઘણા આયુર્વેદિક ફાયદાઓ પણ છે, તેના કારણે ઘણી શારીરિક તકલીફોમાં રાહત મળે છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે તુલસીના પાન સુકાઈ જાય છે, તુલસીની વૃદ્ધિ પણ બરાબર થતી નથી. પરંતુ આજે અમે તમને તુલસીની માવજત કેવી રીતે કરી શકાય તેના વિષે જણાવીશું.

Image Source

તુલસી વાવવાનો યોગ્ય સમય:
આમ તો તુલસીનો છોડ વાવ માટે કોઈપણ સમયને યોગ્ય માનવામાં આવે છે છતાં પણ તુલસીને વાવવાના યોગ્ય સમયની વાત કરીએ તો સપ્ટેમ્બરથી લઈને નવેમબર માસ સુધીનો સમય તુલસી વાવવાનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જો તમે નર્સરી કે કોઈના ઘરેથી તુલસીનો છોડ લાવો છો તો આ તુલસીની એકદમ નવો છોડ પણ હોઈ શકે છે. જેના કારણે તુલસીનો નાજુક અને કુમળો છોડ જ વાવવો જોઈએ, વધુ મોટો છોડ લાવવાના કારણે તે પહેલા જ પોતાના મૂળ વિકાસ કરી ચુકી હોય છે જેના કારણે નવી જગ્યાએ જોઈએ તેટલી વૃદ્ધિ તેની થઇ શકતી નથી.

Image Source

કુંડુ અને માટી આ પ્રકારના રાખો:
તુલસીની વાવણી માટે હંમેશા માટીનું જ કુંડુ રાખવું જોઈએ, સિમેન્ટ અથવા બીજા કોઈ કુંદનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે માટીના કુંડામાં તુલ્સી સારો ગ્રોથ કરી શકે છે. આ ઉપરાંત તુલસીનો છોડ વાવવા માટે સામાન્ય માટીનો જ ઉપયોગ કરવો જોઈએ, પીળી માટીનો ઉપયોગ ના કરવો, કારણ કે તે માટી જલ્દી જ ભીની થઇ જાય છે અને તુલ્સી તેમાં વિકાસ નથી કરી શકતી.

Image Source

કેવી રીતે તૈયાર કરી શકાય માટી?
તુલસીનો છોડ વાવવા માટે 90 ટકા માટી અને 10 ટકા છાણનો ઉપયોગ કરવો, આ બંનેને બરાબર ભેળવી લેવા, આ ઉપરાંત તમે વર્મી કમ્પોસ્ટ, કે બીજુંકોઇ કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે તુલ્સી એક આયુર્વેદિક ઔષધિ છે અને રાસાયણિક ખાતરના કારણે તેના ગુનો નષ્ટ પણ થઇ શકે છે. છાણીયા ખાતરનો પણ વધુ ઉપયોગ ના કરવો જોઈએ, તેના વધુ ઉપયોગથી તુલસીના પાન અને મૂળને નુકશાન પહોંચી શકે છે.

Image Source

કેવી રીતે વાવવો તુલસીનો છોડ?
કુંડાની અંદર તૈયાર કરેલી માટીને દબાવતા ભરી દેવી, જેના કારણે માટી સારી રીતે બેસી જશે, અને તુલસીનો છોડ પણ પડવાથી બચી જશે. કુંડામાં ઉપર સુધી માટી ભર્યા બાદ કુંડાની મધ્યમાં એક ઊંડું કાણું કરવું અને એમાં તુલસીનો છોડ રોપી દેવો. માટીથી તેની જડોને બરાબર દબાવી દેવી ત્યારબાદ પાણીથી કુંડાને ભરી દેવું. રોજ તેને પાણી આપવું અને 2થી 3 માહિણ સુધી તેને છાંયડામાં રાખવું, ત્યાર બાદ ધીમા તાપમાં તેને મૂકવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.