જો તમે ઉગાવવા માંગો છો તમારા ઘરના ગાર્ડનમાં કે રસોડામાં ડુંગળી તો જાણો તેની સરળ રીત

ડુંગળીને તમે કાચી ખાઓ કે ગ્રેવીમાં પકાવીને વાપરો, ખાવાનો સ્વાદ તો તે વધારે છે. જો તે ડાઇનિંગ ટેબલ પર ન હોય તો ઘણુ સૂનુ સૂનુ લાગે છે.

હવે તેવામાં ઘણીવાર ડુંગળીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. થોડા સમય પહેલા ડુંગળીના ભાવ ખૂબ જ વધી ગયા હતા. એવામાં જો એટલા મોંઘા ભાવે ડુંગળી ખાઇએ તો, ખર્ચ વધી જાય અને ના ખાઇએ તો, જમવાનું ડુંગળી વગર થોડુ ફિક્કુ લાગે.

Image source

જો તમે સલાડ ખાવાના શોખીન છો અને જમવામાં ડુંગળી જો તમને રોજ જોઇએ તો તમે ઘરના રસોડામાં કે ગાર્ડનમાં સરળતાથી અને એકદમ નજીવા ખર્ચે ઉગાડી શકો છો.

તમે કયા પ્રકારની ડુંગળી બનાવવા ઇચ્છો છો, તે તમારા પર નિર્ભર કરે છે. તે લાલ, સફેદ અને પીળા કોઇ પણ રંગની હોઇ શકે છે. જો કે, તે વાતથી કોઇ ફરક પડતો નથી કે બધા જ પ્રકારના બીજ લીલી ડુંગળી ઉગાવવામાં મદદ કરે છે.

તમે લીલી ડુંગળીને કુંડામાં, બોટલમાં કે કોઇ વાસણમાં ઉગાડી શકો છો. કુંડામાં માટી ભરવી આવશ્યક હોય છે, જયારે બોટલમાં માત્ર પાણીની જ આવશ્યકતા હોય છે.

તમે લીલી ડુંગળીને કાપતા સમયે જે કચરામાં ફેકી દો છો તે હવે પાણી ભરી કાચના વાટકામાં નાખી દો. ધ્યાન રાખો કે, તેની સીરા પાણીમાં ડૂબે નહિ. તે તરતી રહેવી જોઇએ. તેને તડકો પડે તેવી જગ્યાએ રાખો, થોડા જ દિવસોમાં તેની જડ અને પત્તા નીકળી આવશે.

Image source

તમે કોઇ વધેલી ડુંગળીમાંથી પણ તેને ઉગાડી શકો છો. તમે તેને તૈયાર કરવા માટે એક કન્ટેનર લો, ધ્યાન રાખો કે, કોઇ પણ કન્ટેનર 6 ઇંચનું હોય. તમે એક ટબનો પણ ઉપયોગ કરી શકો છો.

ટબ કે કન્ટેનરને એક માટીથી ભરો અને તેમાં પહેલાથી જ પોષકતત્ત્વો મળાવીને રાખો. આપણે ડુંગળીને કાપતા સમયે તેની જડ ઘણીવાર કાપીને ફેકી દેતા હોઇએ છીએ. તમે તેનો ઉપયોગ કરી શકો છો. 2 ઇંચ જેટલો ખાડો ખોદી ડુંગળીના ટુકડાને તેમાં લગાવો, પછી માટીથી તેને ઢાંકી દો અને તેને પાણી આપો.

Image source

માટીને હંમેશા નરમ રાખો, જયારે તમે માટીને અડો અને તમને એ સૂકી લાગે તો, તમે તેને પાણી આપો. તેમાં ધીરે ધીરે અંકુર ફૂટવા લાગશે, જયારે તેની લંબાઇ 3 ઇંચ જેટલી થઇ જાય તો સમજો કે, તમારી ડુંગળી તૈયાર થઇ ગઇ છે. ત્યારે તમે ડુંગળીને નીકાળીને તેને સાફ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમે તેને ગાર્ડનમાં ઉગાવવા માંગો તો, બીજને એક દિવસ પાણીમાં રાખો. તે બાદ તેને સુકાવી દો અને 2-3 દિવસ ખુલ્લામાં રાખી દો. તે બાદ એક ટ્રે લઇ તેમાં માટી ભરી બીજને તેમાં વાવી દો.

બીજને અંકુરિત થવા માટે 6-8 સપ્તાહ લાગે છે. આ સમયે તમે તેને ઉગાવવા માટે તેની જગ્યા તૈયાર કરી શકો છો. તમે તમારા બગીચા, બાલ્કની કે ગ્રો બેગમાં તેને લગાવી શકો છો. ખેડૂત ઘણીવાર ગોબર, યૂરિયા અને પોટાશ વગેરેનો ઉપયોગ કરે છે. તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ટ્રેમાં તમે જે બીજને વાવ્યા છે તેનું ધ્યાન રાખો, તેને રોજ પાણી આપો કારણ કે, બીજોને પર્યાપ્ત પાણી આપવું જરૂરી છે. જયારે ટ્રેમાં તે અંકુરિત થઇ જાય ત્યારે તેને તૈયાર કરેલી જગ્યા પર વાવી દો.

ખાસ એ વાતનું ધ્યાન રાખો કે, તેમની વચ્ચે લગભગ 15 સેમી જેટલી દૂરી બનાવો, કારણ કે તેમને પર્યાપ્ત જગ્યા મળી શકે. જયારે માટી ઉપર ડુંગળી દેખાવા લાગે તો, તમે સમજી જાવ કે, ફસલ તૈયાર થઇ ગઇ છે. ત્યાર બાદ પત્તા જયારે સૂકાવા લાગે તો, તમે માટીમાંથી ડુંગળી નીકાળી શકો છો.

ડુંગળી નીકાળ્યા બાદ તેને ત્રણ દિવસ સુધી એમનેમ જ છોડી દીધો. તે બાદ ડુંગળીના પત્તા કાપી લો, અને તેને થોડા તડકામાં સૂકાવ્યા બાદ તમે તેનું શાક પણ બનાવી શકો છો.

જો તમે બોટલમાં ડુંગળી ઉગાવવા માંગો છો તો, બોટલને ઉપરના ભાગથી કાપો અને બોટલની સાઇડમાં કાણા પાડો. એ ધ્યાન રાખો કે, ડુંગળીના આકાર હિસાબે એકબીજાથી 3 ઇંચની દૂરી પર કાણા પાડો કારણ કે ડુંગળી માટે પર્યાપ્ત જગ્યા રહે.

Image source

માટીમાં ખાતર ભેળવી બોટલમાં ભરો. સૌથી પહેલા તમે જે કાણા પાડ્યા છે ત્યાં સુધી માટી ભરો. ધ્યાન રાખો કે, માટીમાં પોષક તત્ત્વો બરાબર માત્રામાં હોય. લીલી ડુંગળીને તમે તેમાં વાવો અને જયારે તેમાં અંકુર ફૂટવાના શરૂ થઇ જાય ત્યારે તેમાં જે પત્તા હોય તેેને કાણાથી બહાર નીકાળી લો.

એકવાર જયારે તેેમાં લીલા પત્તાં આવવાના શરૂ થઇ જાય તે બાદ 3 સેમીની લંબાઇ સુધી તેને કાપી લો. એક સપ્તાહમાં તે ફરીથી વધી જશે.

Shah Jina