તમે ઘરે સરળતાથી ઉગાડી શકો છો લીલા મરચાનો છોડ, જાણી લો રીત

કુંડામાં સરળતાથી ઉગાવી શકો છો લીલા મરચાનો છોડ, ઘણી કામની છે આ ટિપ્સ

ખાવામાં જો મરચું ન હોય તો સ્વાદ આવતો નથી. જો તમે તીખું ખાવાના શોખીન છો અને સાથે જ શિયાળામાં થનાર કેટલીક શારીરિક બીમારીઓથી બચવા માંગો છો તો જમવામાં લીલા મરચાંનો ઉપયોગ જરૂર કરો. લીલા મરચાંમાં ફાઇબર્સ, વિટામીન-સી સહિત અનેક મહત્વપૂર્ણ ત્તત્વો હોય છે, જેનાથી આપણા શરીરના પાચન તંત્ર સાથે સાથે હાડકા, દાંતો અને આંખોને પણ ફાયદો મળે છે.

Image source

જો ઘરમાં કોઇ સારી જગ્યા કે, ગાર્ડન ન હોય તો તમે કોઇ કુંડા કે કન્ટેનરમાં તેને ઉગાવી શકો છો. ગરમીની સિઝન આવ્યા પહેલા જ તેને ઉગાવવા માટેની તૈયારી કરી લેવી જોઇએ. તમે ઈચ્છો તો, મરચાનો છોડ પણ ખરીદી શકો છો.

કોઇ પણ ફળ કે શાકભાજી ઉગાડવા માટે જરૂરી છે કે, તેના બીજને બરાબર રીતે જોઇને લેવામાં આવે, જો બીજ બરાબર નથી તો, તમે ગમે તેટલી મહેનત કરી લો કોઇ પણ ફળ કે શાકભાજી ઉગશે નહિ. એટલા જ માટે તમે તેના બીજને બજારમાંથી ખરીદી શકો.

Image source

બીજ લીધા બાદ તમે લીલા મરચાંને ઉગાડવા માટી તૈયાર કરો. તે માટે તમે કોઇ કુંડાને લો અને તે માટીને બરાબર કરી તેને એક-બે દિવસ માટે તડકામાં રાખો. માટીને તડકામાં રાખ્યા બાદ બીજને લગભગ 2થી3 ઇંચ ઊંડી માટીમાં લગાવી લો. તેમજ તેના ઉપરથી ખાતર નાખી દો.

તે બાદ તેમાં પાણી આપવુ અને મોસમનું ધ્યાન રાખવું જરૂરી છે. બીજ લગાવ્યાના તરત બાદ બે મગ પાણી જરૂર નાખો. સમય સમય પર એક-બે મગ પાણી નાખો. પાણી સાથે સાથે મોસમનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

Image source

સમય સમય પર પાણી નાખો પરંતુ એ ધ્યાન રાખો કે, વધારે પાણી નાખવાથી છોડ મરી જાય છે. બીજ લગાવ્યા બાદ કુંડાને તડકામાં રાખવો જરૂરી છે. તમે ઘરની છત પર પણ તેને રાખી શકો છો. છોડના અંકુરિત થવા પર તેને વધુ તડકામાં રાખવાથી બચો.

મરચાંના છોડને સારી રીતે વધવા માટે જરૂરી છે કે, તેની લંબાઇ સમય સમય પર ઓછી કરતા રહો. જો તમે તેને ઉપરથી કાપતા રહેશો તો મરચાં સારી રીતે વધશે. જયારે મરચાં આવવા લાગે તો, તેને તોડતા રહો. જેનાથી જલ્દી નવા મરચાં આવશે.

Image source

આ છોડને કીડી-મકોડાથી બચાવવા તેના પર દવાનો છંટકાવ કરવો પણ જરૂરી છે. તેનાથી તે ખરાબ થવાથી બચશે. થોડા જ દિવસોમાં તમને લીલા મરચાં ઉગતા જોવા મળશે.

Shah Jina