હનુમાનજી આ કળિયુગના જાગૃત દેવતા ગણવામાં આવે છે, તેઓ પોતાના ભક્તોના બધા જ કષ્ટો દૂર કરે છે. જો હનુમાનજીની ભક્તિ પુરી શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તેઓ ભક્તની બધી જ ઈચ્છાઓ પુરી કરે છે. તો આજે આપણે જાણીએ કે હનુમાનજીની કઈ સાધનાથી કયા કષ્ટ દૂર થાય છે.
હનુમાન ચાલીસા

જે વ્યક્તિ સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેમની બધી જ મનોકામના પુરી થશે અને તે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ બંદી બનાવી શકતો નથી. શ્રીરામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસે શ્રીરામચરિત માનસ લખતા પહેલા હનુમાન ચાલીસા લખી હતી અને તેના પછી હનુમાનજીની કૃપાથી તેમને શ્રીરામચરિત માનસ લખી હતી. જો કોઈ પણ વ્યક્તિને ખરાબ કર્મ કરવા બદલ કારાગારની સજા થઇ હોય તો તેમને સંકલ્પ કરીને ક્ષમા-પ્રાર્થના કરવી જોઈએ અને જો તમે કોઈપણ ખરાબ કામ ન કરવાનું વચન આપી હનુમાન ચાલીસાના 108 વાર જાપ કરે તો હનુમાનજીની કૃપાથી તમને કારાગારમાંથી મુક્તિ મળી જશે.
બજરંગ બાણ

ઘણા લોકો પોતાના વ્યવહારથી બીજા લોકોને ક્રોધિત કરે અથવા તો પોતાના શત્રુ બનાવી લે છે. કેટલાક લોકોને સાચું બોલવાની આદત હોય છે જેનાથી તેમના ગુપ્ત શત્રુઓ પણ હોય છે, એવું પણ બની શકે કે તમે તમારા કામમાં બધી રીતે સારા હોય અને તમારી પ્રગતિ જોઈને લોકો બળતા હોય અને તમારે વિરુદ્ધ ષડયંત્ર રચતા હોય. ત્યારે જો તમે સાચા હોવ તો શ્રીબજરંગ બાણ તમને આવા શત્રુથી બચાવે છે અને આવા શત્રુઓને સજા આપે છે. પરંતુ આ પાઠ એક જગ્યાએ બેસીને 21 દિવસ સુધી કરવા પડે છે અને કાયમ સાચા માર્ગે ચાલવાનો સંકલ્પ લેવો જોઈએ કેમ કે હનુમાનજી માત્ર પવિત્ર લોકોનો જ સાથ આપે છે. 21 દિવસમાં તમને બજરંગ બાણના પાઠનું ફળ જરૂર મળશે.
હનુમાન બાહુક
જો તમે કાયમ બીમાર રહેતા હોવ તો હનુમાનજીની મૂર્તિ આગળ એક વાસણમાં પાણી ભરીને મૂકી દેવું અને 26 અથવા 21 દિવસ સુધી હનુમાન બાહુકના પાઠ કરવા. રોજ આ પાણી પીને બીજું પાણી ભરીને મૂકી દેવું. હનુમાનજીની કૃપાથી શરીરના બધા જ રોગો દૂર થઇ જશે.
હનુમાન મંત્ર

જો તમને અંધારાથી અથવા ભૂત-પ્રેતથી બીક લાગે છે અથવા કોઈ પણ પ્રકારની બીક તમારામાં હોય તો તમારે “ॐ हं हनुमंते नम:” મંત્રનો જાપ રોજ સવાર સાંજ 108 વાર કરવો. આવું કરવાથી થોડાક જ દિવસમાં તમારામાં નિર્ભયતાનો સંચાર થવા લાગશે.
હનુમાન મંદિર
દર મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિર જવું અને ગોળ, ચણા અર્પિત કરવા. આવું સતત 21 દિવસ સુધી કરવું અને 21 દિવસ પુરા થઇ જાય ત્યારે હનુમાનજીને ચોલા ચડાવવા. આવું કરવાથી હનુમાનજીની કૃપાથી ઘરમાં સુખ-શાંતિ આવશે.
શનિ ગ્રહના દુષ્ટ પ્રભાવથી મુક્તિ

હનુમાનજીની કૃપા જેના પર થાય છે તેનું શનિ અને યમરાજ પણ કઈ બગાડી શકતા નથી. જો તમે શનિ દેવના દુષ્ટ પ્રભાવથી મુક્ત થવા માંગતા હોય તો દર મંગળવારે હનુમાનજીના મંદિરે જવું અને દારૂ અથવા માંસ જેવી વસ્તુઓથી કાયમ માટે દૂર જ રહેવું. આ ઉપરાંત શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિથી તમને લાભ થશે, તેના દુષ્પ્રભાવ સમાપ્ત થઇ જશે.
કમેન્ટમાં જય શનિદેવ કે જય બજરંગબલી જરૂર લખજો…!!!
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.