વર્ષો જૂનો આ દેશી ઉપાય અજમાવો, ત્વચા દેખાશે ધોળી દૂધ જેવી- બધા વખાણ કરશે

0

આજકાલ દિનચર્યાની વ્યસ્તતા વચ્ચે લોકોને ત્વચાની દેખભાળ કરવાનો સમય નથી મળતો. તો બીજી તરફ વાતાવરણમાં રહેલા પ્રદુષણ, ધૂળ માટી, બદલાતા વાતાવરણના કારણે ત્વચાનો રંગ બદલાઈ જાય છે. આજે બધા લોકો કોઈને કોઈ કારણે તેમની ત્વચાને લઈને હેરાન હોય છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવો જાણીએ ઘરગથ્થુ ઉપચારથી ત્વચાને કેવી રીતે નિખારી શકાય?

Image Source

આવો જાણીએ ઘરગથ્થુ ઈલાજ:
ગોરી ત્વચા મેળવવા માટે તરબૂચ અને કાકડી અસરકારક છે. તરબૂચ અને કાકડીના ટુકડાથી ધીમે-ધીમે ચહેરા પર માલિશ કરો અથવા તરબૂચ અને કાકડીનું જ્યુસ કરીને તેમાં લીંબુ ઉમેરી હળવા હાથે મસાજ કરો. સુકાઈ ગયા બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 3થી 4 વાર કરવાથી ફાયદો થશે.

મસૂરની દાળને પીસીને તેનો પાવડર બનાવીને તેમાં ઈંડુ, થોડું મધ અને દહીંનો માસ્ક બનાવી ચહેરા પર લગાવો. ત્યારબાદ હૂંફાળા ગરમ પાણીથી ચહેરા પર મસાજ કરતા-કરતા ધુઓ. આ ઉપાય અઠવાડિયામાં ત્રણ વાર કરવાથી ચહેરો ચમકી ઉઠે છે.

બટેટાના 2 ટુકડા કરીને તેને ચહેરા પર માલિશ કરો. 15 મિનિટ સુધી મસાજ કર્યા બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. આ ઉપાય દરરોજ કરવાથી ત્વચાનો રંગ નિખરી જશે.

Image Source

હળદર અને દુધને મિક્સ કરી તેને ચહેરા પર લગાવી થોડા સમય બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં 2થી 3 વાર આ ઉપાય કરવાથી ત્વચા ગોરી થઇ જશે.

આંબળા ખાવવાથી પણ ચહેરા પર ચમક આવે છે. તેના માટે તમે આંબળાને કોઈ પણ રીતે ખાઈ શકો છો, આંબળાને મુરબ્બા તરીકે અથવા અથાણાની રીતે ખાઈ શકો છો. દરરોજ આંબળા ખાવાથી ચહેરાનો રંગ બદલાઈ જાય છે.

ચહેરાની ચમક માટે રામબાણ ઈલાજ હોય તો તે છે લીંબુ અને ટામેટાનો ફેસ પેક. લીંબુ અને ટમેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે ત્વચાના એલિમેન્ટ રંગને સાફ કરી દે છે. એક ટામેટું અને એક લીબુંને મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેક સુકાઈ ગયા બાદ ગરમ પાણીથી ચહેરાને સાફ કરી લો.

Image Source

ચહેરાની ચમક માટે દુધ એક રામબાણ ઈલાજ છે. કાચા દૂધમાં રૂને બોળીને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. દરરોજ આ ઉપાય કરવાથી ચહેરા પરના દાગ-ધબ્બા દૂર થાય છે અને ચહેરો એકદમ ચમકવા લાગે છે.

ઈંડામાં મધ અને થોડી ખાંડ ઉમેરીને ચહેરા પર લગાવી થોડીવાર માટે એમ જ રાખો. ત્યારબાદ હલકા હાથે મસાજ કરી હૂંફાળા પાણીથી ધોઈ નાખો. આ ઉપાય અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાથી થોડા જ સમયમાં ત્વચાનો રંગ બદલાઈ જશે.

Image Source

સંતરા અને પપૈયાને સારી રીતે મિક્સ કરી દરરોજ ચહેરા પર લગાવો. દરરોજ આ ઉપાય કરવાથી થોડા જ દિવસમાં ચહેરો ચમકી ઉઠશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here