જાણવા જેવું

પોલીસ તમને રોકીને તમારી તપાસ કરે તો શું કરવું? ટ્રાફિક પોલીસ તમને રોકે તો શું કરવું? જાણો બધું જ

આપણી સાથે ક્યારેક એવું થાય કે અચાનક જ આપણને પોલીસ રોકે, કે ટ્રાફિક પોલીસ રોકે તો આપણે શું કરીએ? બચવાની કોશિશો કરીએ કે ગભરાઈને બાફી મારીએ. કારણ કે આપણામાંથી ઘણા લોકોને આ વાતની જાણકારી જ નથી કે પોલીસ કે ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે તો શું કરવું જોઈએ. પોલીસ આપણી સલામતી માટે હોય છે તેમનાથી ગભરાવાની જરૂર નથી હોતી. જો તમે કઈં જ ખોટું ન કર્યું હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી.

Image Source

તો આજે એવી જ વાતોની જાણકારી તમને આપીશું કે જો પોલીસ રોકે તો શું કરવું જોઈએ.

 • જો તમને પોલીસ રોકે છે તો બોલતા પહેલા વિચારો, તમારી શારીરિક હલનચલન અને ભાવનાઓ પર કાબુ રાખો. સૌથી પહેલા પોલીસ માંગે એ કાગળો બતાવી લો.
 • પોલીસ સાથે કોઈ પણ વિવાદમાં ન ઉતરો. એવું કશું જ ન કહો જે તમારા વિરુદ્ધમાં જઈ શકે, કારણ કે જો તમે એવું કઈ પણ કરો છો તો પોલીસ તમારી ધરપકડ પણ કરી શકે છે.
 • જો પોલીસ તમારી તપાસ કરતી હોય તો હાથ ઉપર રાખીને તેમને સંપૂર્ણ સહયોગ આપો. ભાગો નહિ અને પોલીસ અધિકારીને અડો નહિ.
 • તમે કોઈ જ ગુનો ન કર્યો હોય તેમ છતાં પહેલી જ વખતમાં પોલીસનો વિરોધ ન કરો. ફરિયાદ ન કરો. અને ઘટના સાથે જોડાયેલું કોઈ જ નિવેદન ન આપો.

  Image Source
 • જો પોલીસ તમારા ઘર, ગાડીની તપાસ કરે છે, તો તમે એમને આમ કરવા ના પાડી શકો છો. પોલીસ જો એમ કહે કે તેમની પાસે સર્ચ વોરંટ છે તો તેમને એ બતાવવા માટે કહો.
 • જો પોલીસ તમારી ધરપકડ કરે છે તો સૌથી પહેલા તમારા વકીલને ફોન કરો. પોલીસ અધિકારીનો બેજ અને પોલીસ વાહનનો નંબર નોંધી લો. જો પોલીસ દ્વારા તમને કોઈ જ શારીરિક ઇજા થઇ હોય તો તેનો ફોટો લઇ લો.
 • જો તમને લાગે છે કે કશે પણ તમારા અધિકારોનું ઉલ્લંઘન થયું છે તો પોલીસ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરો.

હવે વાત કરીએ કે ટ્રાફિક પોલીસ રોકે તો શું કરવું:

જો તમે વાહનો ચલાવતા હશો તો એકવાર તો તમને ટ્રાફિક પોલીસે રોક્યા જ હશે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી હોતી કારણ કે તમારા પણ કેટલાક હકો છે જે તમારે જાણવા જોઈએ:

 • તમારી પાસેથી દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ પાસે ચલાન બુક કે ઈ-ચલાન મશીન હોવું જોઈએ, આ ન હોય તો પોલીસ તમને દંડ કરી શકે નહિ.
 • જો તમને ટ્રાફિક પોલીસે રોક્યા હોય તો સામાન્ય રીતે તમારે સૌથી પહેલા તમારું વાહન રોકવું જોઈએ અને અધિકારીએ માંગેલા ડોક્યુમેન્ટ્સ બતાવવા જોઈએ. પણ એક વાત યાદ રાખો કે તમારે પોલીસને ડ્રાઇવિંગ લાયસન્સ ફક્ત બતાવવાનું જ છે. એ તમારી જ ચોઈસ છે કે તમારે તેમના હાથમાં આ ડોક્યુમેન્ટ્સ સોંપવા છે કે નહિ. મોટર વેહિકલ એક્ટના સેક્શન 130 અનુસાર, કોઈપણ જાહેર સ્થળે મોટર વાહનના ડ્રાઈવરએ યુનિફોર્મમાં રહેલા પોલીસ અધિકારીને દેખાડવાનું રહે છે. કાયદો પણ કહે છે કે કોઈ પણ પોલીસ અધિકારીને દેખાડવાનું હોય છે આપી દેવાનું નથી હોતું.

  Image Source
 • પોલીસ સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ અને સહકાર આપવો જોઈએ. જો તમે કોઈ ભૂલ કરી હોય તો પોલીસને એ સમજાવો કદાચ તમને જવા પણ દેશે.
 • તમને લાલ લાઈટ ક્રોસ કરવા પર, હેલ્મેટ વિના ડ્રાઈવ કરવા પર, સીટ બેલ્ટ બાંધ્યા વિના ડ્રાઈવ કરવા પર, ગમે ત્યા પાર્ક કરવા માટે, નંબર પ્લેટ ન હોવા પર, રજીસ્ટ્રેશન કરાવ્યા વિનાનું વેહિકલ લઈને ફરવા પર, લાઇસન્સ વિના ડ્રાઈવ કરવા પર, પીયુસી ન હોવા પર દંડ કર શકે છે આ બધા જ મોટર વેહિકલ એક્ટ અંતર્ગત ગુનાઓ છે.
 • પોલીસની ગેરકાયદેસર માંગણી ક્યારેય પુરી ન કરો. પોલીસને લાંચ આપવાની કોશિશ ન કરો. પોલીસનું બકલ નંબર અને નામ નોંધી લો. જો તેમને બકલ ન પહેર્યું હોય તો તેમની આઈડી કાર્ડ માંગો. જો એ તમને આઈડી કાર્ડ આપવાની મના કરે તો તમે પણ પોતાનું લાઇસન્સ આપવાની ના પડી શકો છો.
 • જો પોલીસ અધિકારી એ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી વધુ રેન્કના અધિકારી છે તો તમે દંડ ભરીને તમારો ગુનાની પતાવટ કરી શકો છો.
 • જો તમે લાઇસન્સ કે પરમીટ વિના ડ્રાઈવ કરો છો તો પોલીસ તમારું વાહન જપ્ત કરી શકે છે. જો તમારું વાહન રજીસ્ટર્ડ ન હોય તો પણ પોલીસ તમારું વાહન જપ્ત કરી શકે છે.
 • માન્ય રસીદ વિના ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત ન કરી શકે. પણ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થઇ શકે જો તમે લાલ લાઈટ પર ચાલ્યા જાઓ, ઓવરલોડ કરીને જતા હોવ, નશાની હાલતમાં ડ્રાઈવ કરતા હોવ કે ડ્રાઈવ કરતા સમયે મોબાઈલ વાપરતા હોવ.
 • ટ્રાફિક પોલીસ તમારી ગાડી ટો ન કરી શકે જ્યા સુધી તમે અંદર બેઠા હોવ, તેઓ કાર લઇ જાય એ પહેલા તમારે કારમાંથી ઉતરવું પડે.
 • જો તર્ફિક પોલીસ દ્વારા કોઈ ગુના માટે તમારી અટકાયત કરવામાં આવે તો 24 કલાકની અંદર તમારે મેજિસ્ટ્રેટ સામે ટ્રાયલ માટે હાજર થવું પડે.
 • જો ટ્રાફિક પોલીસ તમારા પર ત્રાસ ગુજારે છે ઓ તમે પોલીસમાં ઘટનાની વિગતો જણાવીને ફરિયાદ પણ નોંધાવી શકો છો.

  Image Source

જો કોઈ કાર્યવાહીની રસીદ કે ચલાન તમને આપવામાં આવે તો નીચેની વિગતો એમાં છે કે નહિ એ સુનિશ્ચિત કરો-

 1. જે કોર્ટમાં તમારા ગુનાની ટ્રાયલ થવાની છે એનું નામ અને સરનામું
 2. ગુનાની વિગતો
 3. વાહનની વિગતો
 4. ગુનો કરનારનું નામ અને સરનામું
 5. ચલાન આપનાર અધિકારીનું નામ અને સહી
 6. કબ્જામાં રાખવામાં આવેલા ડોક્યુમેન્ટની વિગતો

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks