પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંપર્ક કરવો છે તો જાણી લો ફોન નંબરથી લઇને બધી જ વિગત

શું તમે PM મોદીનો સંપર્ક કરવા ઇચ્છો છો! તો બસ એટલું કરો

દેશના પ્રધાનમંત્રીને મળવું એ સામાન્ય માણસની પહોંચથી બહાર છે. આમ તો પીએમ મોદી ઘણીવાર દેશના લોકો સાથે “મન કી બાત” માં વાત કરતા રહેતા હોય છે. એવા અનેક અવસર પર આપણને આપણા મનની વાત તેમના સુધી પહોંચાડવાની ઇચ્છા થાય છે.

Image source

તાજેતરમાં જ લોકસભામાં ચર્ચા દરમ્યાન સાંસદોની મદદ માટે એક 24/7 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પરંતુ આ હેલ્પલાઇન પર સાંસદોને ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકોના ફોન આવી રહ્યા છે. હેલ્પલાઇન પર ફોન કરનારાઓમાં વધારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નંબર માંગી રહ્યાં છે.

Image source

તો હવે કોઇ પણ હોય તેઓ પીએમ મોદીનો સંપર્ક કરી શકે છે. PM મોદીનો સંપર્ક કરવા માટે આપ ફોન નંબર, ઇ-મેઇલ આઇડી અથવા તો અન્ય કોઇ રીતે સંપર્ક કરવા ઇચ્છો છો તો વિગત વાંચો…

પીએમ મોદી સુધી તમારી વાત સરળતાથી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા છે. એવામાં તમે પીએમના વેરિફાઇડ એકાઉન્ટ પર તમારી વાત તેમના સુધી પહોંચાડી શકો છો.

પી.એમ.મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

www.facebook.com/narendramodi

twitter.com/narendramodi

https://plus.google.com/+NarendraModi,

https://www.youtube.com/user/narendramodi

https://www.instagram.com/narendramodi

તમે પીએમઓ વેબસાઇટ https://www.pmindia.gov.in/en/interact-with-honble-pm/ દ્વારા પણ તમારી વાત પહોંચાડી શકો છો. અહીં write to the prime minister પર ક્લિક કરવાથી તમને મનની વાત લખીને તેમના સુધી પહોંચાડવાની તક મળશે.

તમે ઇ-મેઇલ દ્વારા પણ તેમનો સંપર્ક કરી શકો છો. તેના માટે પ્રધાનમંત્રી કાર્યાલયને તમે connect@mygov.nic.in પર મેઇલ કરી શકો છો. અથવા તો narendramodi1234@gmail.com પર ઇ-મેઇલ મોકલીને તમારી વાત તેમના સુધી પહોંચાડી શકો છો.

Image source

જો તમે ઉપરોક્ત બતાવવામાં આવેલા માધ્યમો દ્વારા પીએમ મોદીનો સંપર્ક કરવામાં અસમર્થ છો તો તમે નીચેના એડ્રેસ પર તેઓને ચિઠ્ઠી/પત્ર પણ લખી શકો છો.

વેબ ઇન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ્સ, ન્યુ દિલ્હી, પિન – 110011.

Shah Jina