જાણવા જેવું

મોબાઈલમાં સ્પેસ ખાલી કરવાની છે આ સરળ રીત, Whatsapp વાપરવાવાળા ખાસ નોંધી લે.. ફોનની સ્પીડ વધી જશે

આપણે સ્માર્ટફોન તો વાપરીએ છીએ અને આ ફોનમાં અવારનવાર આપણે સ્ટોરેજ ઓછું થઇ જવાની સમસ્યાનો સામનો પણ કરીએ છીએ. ત્યારે આજે એ સમસ્યાનું સમાધાન આપના માટે લઈને આવ્યા છીએ. દરેક એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં એપ્લિકેશન મેનેજર હોય છે, જે તમને સેટિંગ્સમાં મળી જશે. સામાન્ય રીતે એ ઉપર જ હોય છે, પણ ફોન જુદા-જુદા ફોનમાં એ જુદી-જુદી જગ્યાએ હોય છે. એપ્લિકેશન મેનેજરમાં તમને તમારા ફોનની બધી જ એપ્લિકેશન મળી જશે. જ્યાથી તમે બધું જ ક્લીન કરીને ફોનમાં સ્પેસ ખાલી કરી શકો છો.

Image Source

જયારે તમે કોઈ એપ્લિકેશન વાપરો છો ત્યારે એ ફરીથી ઉપયોગમાં લેવા માટે ફાઇલ્સ સ્ટોર કરવાનું શરુ કરી દે છે. જે એપ્લીકેશનના ‘cache’માં સ્ટોર થાય છે.

જેમ કે જયારે તમે વેબ બ્રાઉઝર વાપરો છો ત્યારે એ ઈમેજીસ સેવ કરી લે છે, જેથી તમે ફરી જયારે પણ આ એપ્લિકેશન વાપરો ત્યારે એ જ ઈમેજીસ એપ્લિકેશને ડાઉનલોડ ન કરવી પડે. જેનાથી ડેટા અને સમય બંને બચે છે. તો અહીંથી તમે આ વપરાયેલી જગ્યા ખાલી કરીને ફોનમાં સ્પેસ બનાવી શકો છો.

Image Source

આ રીતે બનાવો ફોનમાં જગ્યા –

 • ફોનમાં settings ઓપન કરો.
 • settings માં જઈને Storage પર ક્લિક કરો.
 • જો તમારો ફોન Android Oreo કે તેની પહેલાના વર્ઝનમાં છે, તો તમારે સેટિંગ્સમાં એપ મેનેજર ઓપન કરવું પડશે.
 • એમાં Other Apps ઓપ્શન પર તમારા ફોનમાં ઇન્સ્ટોલ્ડ એપ્સનું લિસ્ટ આવી જશે.
 • એમાંથી તમારે જે એપ્લિકેશનની ‘cache’ ક્લિયર કરવી હોય એ તમે કરી શકો છો.
 • એ માટે તમારે Clear cache બટન પર ટચ કરો.
 • ફરીથી જયારે તમે એપ્લિકેશન વાપરશો ત્યારે એ ફરીથી બધી જ જોઈતી માહિતી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરશે.
 • જો કે Clear cache કાર્યવાહી logins અને saved games ક્લિયર નથી થતી.
Image Source

હવે જોઈએ કે WhatsApp નો સ્ટોરેજ કઈ રીતે ક્લિયર કરી શકાય –

આપણામાંથી લગભગ બધા જ WhatsApp તો વાપરતા જ હશે પણ બધાની એક જ સમસ્યા હોય છે કે ફોનમાં સ્પેસ બધી જ વપરાઈ ગઈ ગઈ છે. તો એ માટે તમે WhatsApp માંથી પણ ડેટા ક્લિયર કરીને ફોનમાં સ્પેસ વધારી શકો છો. એ માટે –

Image Source
 • સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp એલીકેશન ઓપન કરો.
 • WhatsApp માં મેનુ અથવા utility બટન પર ક્લિક કરો.
 • એમાં settings પર ક્લિક કરો.
 • જે મેનુ ઓપન થશે એમાં data and storage પર ક્લિક કરો.
 • હવે storage usage પર ક્લિક કરો.
 • એટલે તમારા ફોનમાં આખું ચેટ અને તેમાં વપરાયેલા MB નું આખું લિસ્ટ ખુલી જશે. એમાંથી તમારે જે ચેટ ક્લિયર કરવી હોય તેના પર ક્લિક કરો.
 • પછી manage messages પર ક્લિક કરો.
 • જે ફાઇલ્સ ક્લિયર કરવી હોય તેના પર ટીક કરો અને છેલ્લે “clear messages” પર ક્લિક કરો.
 • જેથી તમારા ફોનમાં વપરાયેલી વધારાની સ્પેસ ફરીથી થઇ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks