હેલ્થ

રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો નિયમિત શરૂ કરી દો આ કામ કરવાનું, આ સીઝનમાં ઘણા થશે બીજા લાભ

કોર્ન વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ ગયો અને રોગપ્રતિકારક શક્તિનું મહત્વ પણ આપણને સૌને સમજાઈ ગયું, પહેલા આપણે એમ માનતા હતા કે કોરોના વાયરસ થોડા જ સમયમાં આપણી વચ્ચેથી ચાલ્યો જશે અને હવે એ માનીને રહેવાનું છે કે આ વાયરસ હવે લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેવાનો છે, વળી હવે ચોમાસાની પણ શરૂઆત થઇ ગઈ છે જેના કારણે કોરોના વાયરસ અને બીજા સામાન્ય ફ્લૂથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખુબ જ જરૂરી બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઘણા બધા નુસ્ખાઓ છે, પરંતુ આજે અમે તમને એવા કેટલાક કામ બતાવીશું જે તમે ઘરે રહીને જ કરી શકશો અને તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારી શકશો.

Image Source

1. જેમ બને તેમ સવારે વહેલા ઉઠવું:
જેમ બને તેમ સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી, બની શકે તો સૂર્યોદય પહેલા જ ઉઠવાની ટેવ પાડશો તો વધુ સારું રહેશે. સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછું એક ગ્લાસ ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો, જો તેનાથી વધારે પી શકો છો તો તે વધુ સારું ગણાશે. સવારની બ્રશ કરવાની અને મોં ધોવા જેવી દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરીને ઓછામાં ઓછા એક કલાક સુધી યોગ કરો. જો યોગ કરવામાં મુશ્કેલી જણાય તો તમે સામાન્ય આસાન પણ કરી શકો છો. જેવા કે વજ્રાસન, સવાસન, સુખાસન વગેરે.

Image Source

2. તુલસી યુક્ત ચા અથવા કાવાનું સેવન કરો:
યોગ કર્યા બાદ, નહીં ધોઈને ફ્રેશ થઇ જાવ અને ત્યાર બાદ એક કપ તુલસી યુક્ત ચા થવા તો ગરમા ગરમ કાવાનું સેવન કરો. આ સાથે તમે થોડા ડ્રાયફ્રુટ પણ ખાવાની આદત પાડી શકો છો. આમ કરવાથી પણ તમારું શૌસ્થ્ય સુરક્ષિત રહેશે, જો તમે દૈનિક પૂજા પાઠ કરતા હોય તો નહિ ધોઈને સ્વસ્થ થયા બાદ થોડીવાર ભગવાનના મંદિર સામે બેસીને પૂજા પણ કરો જેના દ્વારા તમને માનસિક સ્વસ્થતા અનુભવાશે.

Image Source

3. આ પ્રકારનો દૈનિક આહાર લો:
પોતાના દૈનિક આહારમાં વિટામિન યુક્ત આહારને સામેલ કરો, આ સમયે તમને સૌથી વધારે વિટામિન ડી, વિટામિન સી અને વિટામિન એની છે. જેના માટે એ પ્રકારના ખોરાક લેવાનું રાખો. ભોજનમાં પણ જેમ બને તેમ કઠોળ લેવાનું રાખશો તો વધારે ફાયદાકારક થશે.

Image Source

4. ઊંઘવાનો પણ નિયમિત સમય નક્કી કરો:
આજે મોટાભાગના લોકો પાસે મોબાઈલ છે અને તેને વાપરતી વખતે રાત્રે મોડા સુધી જાગતા હોય છે. પરંતુ આ તમારી રોગપ્રતિકારક શકિતને ઘટાડી શકે છે. માટે તમારે ઊંઘવાનો પણ નિયમિત સમય નક્કી કરવો જોઈએ, જેમ બને તેમ રાત્રે વહેલા સુઈ જવું જોઈએ. શરીરને જો પૂરતી ઊંઘ મળશે તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ એટલો જ વધારો થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.