જાણવા જેવું

ફોન સ્લો ચાલતો હોય તો આટલા Settings બદલી દો, ફોન ફટાફટ દોડવા લાગશે

આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન રહેલા જોવા મળે છે. સ્માર્ટફોન  મનોરંજનની સાથે સાથે બીજા ઘણા કામો પણ સરળતાથી કરી શકીએ છીએ તેમજ તેનાથી જ આપણે સમય પણ બચાવી લેતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર આપણને ફોન ધીમો ચાલવાની ફરિયાદ રહેતી હોય છે. ગમે તેટલો મોંઘો ફોન ભલે તમે ખરીદી લો પરંતુ થોડા સમય પછી એ ફોન એની ઝડપ ખોઈ બેસે છે અને ખુબ જ ધીમી ગતિએ કામ કરવા લાગે છે જેના કારણે આપણને ઘણીવાર કંટાળો પણ આવતો હોય છે. ત્યારે ફોનને ઝડપી કરવા માટે કેટલીક એપ્લિકેશન ડીલીટ કરીશું, ફોનને સ્કેન કરીશું અને ઘણીવાર ઝંક ફાઈલને દૂર કરીએ છીએ. છતાં પણ ફોન ધીમી ગતિએ જ ચાલે છે.

Image Source

પરંતુ આજે અમે તમને એક એવા ઓપશન વિશે જણાવવાના છીએ જે તમારા ફોનમાં જ રહેલું છે. બસ તેના પર ક્લિક કરવાથી જ તમે તમારા ફોનને ઝડપી બનાવી શકશો.  ચાલો જોઈએ એ ઓપશન વિશે.

Image Source

તમારા ફોનને ઝડપી બનવા માટે તમારે ફક્ત તમારા ફોનને અનલોક કરી ફોન સેટિંગ(Phone Setting)માં જવું, ફોન સેન્ટીંગની અંદર અબાઉટ ફોન (About Phone)માં જવું. ત્યાં તમને એક ઓપશન મળી આવશે જેનું નામ છે “Build number” જેના ઉપર તમારે 7 વખત ટેપ કરવાનું રહેશે. ઘણા ફોનની અંદર આ ઓપશન કોઈ જુદા નામથી પણ આપ્યું હશે છતાં પણ તમે એ ઓપશનને સરળતાથી ઓળખી શકશો કારણે કે તમે જયારે તે ઓપશન ઉપર ટેપ કરશો ત્યારે તમને સૂચના આપશે જ કે હજુ બીજી 6 વખત ટેપ કરો, 5 વખત, 4 વખત… બસ એ રીતે જ ટેપ કરવાનું રહેશે. જો તમારા ફોનની અંદર પેહલાથી જ Developer Option હયાત હોય તો તમારે બિલ્ડ નંબર ઉપર ટેપ કરવાની કોઈ જરૂર નથી.

Image Source

હવે તમારા ફોનના સેટિંગમાં તમને એડિશનલ સેટિંગ (Additional Setting)ની અંદર ડેવલોપર ઓપશન (Developer Options) મળી જશે. જેની અંદર જઈને તમારે Window Animation scale ઉપર ક્લિક કરવાનું રહેશે જેની અંદર તમને 0.5X થી લઈને 10.0X  સુધીના ઓપશન મળી આવશે. જેમાં તમારા ફોનની અંદર 1X ઉપર ક્લિક થયેલું તમે જોઈ શકશો. ફોનની અંદર આ સ્કેલ જેટલો વધારે હોય ફોન એટલો જ ધીમો કામ કરે છે. જો તમે આ સ્કેલને 10X કરી નાખો છો તો તમારો ફોન એકદમ ધીમો કામ કરતો થઇ જશે, પરંતુ જો તમે આ સ્કેલને ઓફ(Off) કરી દેશો તો ફોન એકદમ ફાસ્ટ કામ કરવા લાગશે.Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.