ખબર

ધોની આઉટ થતો જોતા પત્ની સાક્ષી પણ પોતાના લાગણી રોકી ન શકી, જુવો વિડીયો

બુધવારના રોજ પહેલી સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની ભારત 18 રનથી હારી ગયું અને આઈસીસી વર્લ્ડકપ 2019માંથી બહાર થઇ ગયું છે, ત્યારે આ હારને કારણે કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલ તૂટી ગયા છે અને ઉદાસ થઇ ગયા છે.

સેમિફાઇનલની આ મેચ વરસાદને કારણે 2 દિવસ રમાઈ, ત્યારે બીજા દિવસે ખરાબ શરૂઆત બાદ પણ લોકોને આશા હતી કે જ્યા સુધી ધોની ક્રિઝ પર છે, ત્યાં સુધી જીતી જ જવાશે, પણ આ આશા ઠગારી નીવડી અને કમનસીબે ધોની આઉટ થઇ ગયા. ધોની 50 રન બનાવીને રનઆઉટ થઇ ગયા અને તેમના આઉટ થયા બાદ ભારતના જીતવાની આશા પણ ખતમ થઇ ગઈ હતી.

ધોનીના રનઆઉટ થવાથી સ્ટેડિયમમાં હાજર ધોનીની પત્ની સાક્ષી પણ નિરાશ થઇ ગઈ અને પોતાનું માથું પકડીને બેસી ગઈ હતી. ધોની પણ પોતાની વિકેટ ગુમાવીને કોઈ પણ રિકેશન વિના પેવેલિયન આવતા હોય છે જયારે આ વખતે આઉટ થયા બાદ તેમના ચહેરા પર આ વાતનું દુઃખ સ્પષ્ટ જોઈ શકાતું હતું. સાથે જ તેમના ચાહકો પણ પોતાના આંસુને વહેતા રોકી શક્યા નથી.

આ વાત દર્શાવતો એક વિડીયો ટિક્ટોક પર શેર કરવામાં આવ્યો છે, જેમાં ધોનીના આઉટ થવાની સાથે સાક્ષીના રિએક્શન પણ દેખાઈ રહયા છે.

સતત બીજા વર્ષે ભારત વર્લ્ડકપના સેમિફાઇનલ સુધી પહોંચીને બહાર થઇ રહ્યું છે, ત્યારે આ ધોનીનો છેલ્લો વિશ્વકપ હતો અને લોકોને આશા હતી કે ભારતીય ટિમ આ વર્ષે વર્લ્ડ કપ જીતશે જ.

જો કે આ હાર બાદ પણ ધોનીના ચાહકોએ ટ્વીટર પર #LoveYouDhoni હેશટેગ ટ્રેન્ડ કરીને ધોનીનો આભાર વ્યક્ત કર્યો છે કે તેમને આટલા વર્ષો સુધી અદભૂત ક્રિકેટ રમીને દેશની સેવા કરી. મેચ જીતાડવા માટે ધોનીએ કરેલા પ્રયાસો બદલ પણ ચાહકો તેમની પ્રશંસા કરી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks