વજન ઓછુ કરવા એક દિવસમાં આટલી રોટલી ખાઓ, પછી જુઓ આ ચમત્કાર

0
Advertisement

આપણા ભારતમાં રોટલી ખાવાનું ચલણ દરેક ઘરની અંદર જોવા મળે છે. રોટલી વગર જાણે આપણી થાળી જ અધૂરી હોય તેમ લાગે, પરંતુ રોટલી પણ જો નિશ્ચિત માત્રામાં ખાવામાં આવે તો શરીર માટે ખુબ જ ઉપયોગી છે. તે તમારા વજનને પણ કંટ્રોલમાં રાખે છે તેમજ તમારા આવનર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

Image Source

દરેક વ્યક્તિની રોટલી ખાવાની ક્ષમતા અલગ અલગ હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે એક વ્યક્તિએ દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઈએ અને રોટલી ખાવાથી શું ફાયદા થાય છે.

Image Source

રોટલીથી શરીરમાં શું ફાયદો થાય છે?
રોટલીને આપણે કૈલોરી યુક્ત ખોરાક માનીએ છીએ. ઘઉંના લોટમાંથી બનેલી રોટલી મેક્રો ન્યુટ્રીએન્ટ રિચ હોય છે. જેની અંદરથી આપણને પ્રોટીન અને ફાઈબર સારા પ્રમાણમાં મળે છે. 6 ઇંચની જો રોટલી ખાવામાં આવે તો તેની અંદરથી 15 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ પ્રોટીન અને 0.4 ફાઈબર મળે છે.

Image Source

કેટલી રોટલી છે જરૂરી:
આપણે કેટલી રોટલી ખાવી એ તો આપણા શરીરને કેટલા કાર્બ્સની જરૂર તેના પાર આધાર રાખે છે. દૂધ, સોડા, ખાંડ, ટેલી જેવી વસ્તુઓ દ્વારા પણ શરીરને કાર્બ્સ માલ્ટા હોય છે. જો તમારા ખોરાકની અંદર આ બધી વસ્તુઓ પણ વધારે પ્રમાણમાં છે તો સારું રહેશે કે તમે જેમ બને તેમ રોટલીને ઓછી ખાવ.

Image Source

વજન ઉતારવા માટે કેટલી રોટલી ખાવી:
જો તમારે વજન ઉતારવા માટે તમારા ડાયેટની અંદર રોટલી કેટલી ખાવી એ નક્કી કરવાનું હોય તો આ વાત જાણવી પણ તમારા માટે મહત્વની બને છે. રોટલી ખાવાની સંખ્યા પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ હોય છે. જે મહિલાઓનો ડાયેટ પ્લાન જો દિવસ દરમિયાન 1400 કૈલેરીનો છે તો તેમને બપોરના જમવામાં 2 રોટલી અને રાત્રીના જમવામાં 2 રોટલી ખાવી યોગ્ય ગણાશે. પુરુષોનો ડાયેટ પ્લાન 1700 કૈલેરીનો હોય તો તેઓ બાપરે અને રાત્રે 3-3 રોટલી ખાઈ શકે છે.

Image Source

કયા સમયે રોટલી ખાવી યોગ્ય ગણાય:
આપણે ત્યાં મોટાભાગે બપોરે અને રાત્રે બંને સમયે જમવામાં રોટલીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ જો સલાહકારોનું માનીએ તો રોટલી બપોરે જ ખાવી યોગ્ય ગણાય છે કારણ કે રોટલીની અંદર રહેલા ફાઈબર પચવાની ક્ષમતાને ધીમી કરી દે છે. રાત્રે રોટલી ખાઈને જયારે સુઈ જઈએ તેના બાદ પણ તેના પચવાની ક્રિયા ચાલુ જ રહે છે જે શરીર માટે યોગ્ય માનવામાં નથી આવતું. જો રોટલી દિવસે ખાવામાં આવે તો દિવસ દરમિયાન ના કામકાજમાં તે સરળતાથી પાચન થઇ શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here