આ વ્યક્તિએ જુગાડ દ્વારા બનાવી એવી બાઇક કે બે-ચાર લોકો નહિ પણ એટલા લોકો બેસી શકે છે કે… જુઓ વીડિયો

આજ-કાલ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ઘણા લોકોના જુગાડ કરતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, આપણા દેશની અંદર દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ જોવા મળી જતા હોય છે. દરેક મુશ્કેલીનું સમાધાન આપણા દેશની અંદર મળી જાય. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા જુગાડી વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે, જેમાં ઘણા એવા કારનામા પણ જોવા મળે છે, જે જોઈને જ કોઈપણ હેરાન રહી જાય.

સોશિયલ મીડિયા ઉપર એવા જ એક જુગાડનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે “વાહ શું જુગાડ છે !” ઘણીવાર આપણને પણ એમ લાગતું હોય છે કે બાઈક અને સ્કૂટરની સાઇઝ થોડી મોટી હોવી જોઈએ. ત્યારે હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ એક બાઇક પર અડધો ડઝનથી વધુ લોકોને બેસાડી રહ્યો છે.

તમે બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘ગોલમાલ’માં અભિનેતા અજય દેવગનને મોડિફાઇડ બાઇક ચલાવતા જોયા હશે, પરંતુ શું તમે ખરેખર આવી બાઇક જોઇ છે ? જો નહીં, તો ચાલો અમે તમને બતાવીએ, જેમાં એક-બે નહીં પરંતુ ઘણા લોકો બેસીને સવારી કરે છે. તમે ઘણી બધી મોડિફાઈડ બાઈક જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય બાઇક પર અડધો ડઝનથી વધુ લોકોને બેઠેલા જોયા છે ? સામાન્ય રીતે બાઇક પર માત્ર બે લોકોને જ બેસવાની છૂટ હોય છે, પરંતુ જો બેથી વધુ લોકો બેસે તો ગુનો બને છે.

કાયદો તોડવાથી નુકસાની ભરવી પડતી હોય છે. જો કે, એક વ્યક્તિએ જુગાડ વડે પોતાની બાઇક એટલી મોટી બનાવી દીધી, જેની તમે અપેક્ષા પણ ન રાખી શકો. આ જુગાડુ બાઇક પર એક-બે નહીં પરંતુ અડધો ડઝનથી વધુ લોકો આરામથી બેસી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આવું જ જોવા મળી રહ્યુ છે. જો કે વિડિયો જોતા તે ભારત બહારનો લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

Shah Jina