ખબર

ભારતમાંથી કોરોના ભાગવાની તૈયારીમાં? નવા આંકડા જાણીને ખુશીથી ઝૂમી ઉઠશો

કોરોના વાયરસના પ્રસારને એક વર્ષ પૂરું થવા આવી ગયું ત્યારે દેશવાસીઓ ખુબ જ ભયભીત પણ છે. વળી, હાલમાં બ્રિટનથી આવેલા નવા સ્ટ્રેનના કારણે આખી દુનિયામાં ભયનો માહોલ છે. પરંતુ હાલ મળતી ખબર પ્રમાણે દેશ અને ગુજરાત માટે રાહતના સમાચાર છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

દેશભરમાં કોરોના કેસમાં હવે ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવો મૃત્યુ આંક પણ 300થી ઓછો છે. છેલ્લા 24 કલાકના આંકડાની જો વાત કરવામાં આવે તો દેશમાં કુલ 18,772 નવા સંક્રમિત લોકો સામે આવ્યા છે જયારે 279 લોકોના મૃત્યુ થયા છે. તો સામે 24,430 દર્દીઓ સાજા થઇ ગયા છે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે ભારતમાં કોરોનાના કુલ મામલા વધીને 1 કરોડ 1 લાખ 88 હજાર થઇ ગયા છે. તેમનાતી અત્યારસુધી 1 લાખ 47 હજાર 622 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

હાલમાં કુલ એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે જે ઘટીને 2 લાખ 78 હજાર ઉપર આવી ગયો છે. અત્યારસુધી કોરોનાને 97 લાખ 61 હજાર લોકોએ મ્હાત આપી છે.