ચેલેન્જ! તમે પહેલી નજરમાં નહીં બતાવી શકો કે આ તસવીરમાં કેટલા ઘોડા છે

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. જેમાની ઘણી તસવીરો અન વીડિયો એટલા ફની અને વિચિત્ર હોય છે કે જે આપણને વિચારતા કરી મુકે છે. કેટલીક એવી તસવીરો પણ આપણી સામે આવે છે જેને જોયા બાદ આપણે નક્કી નથી કરી શકતા કે આખરે એ તસવીરની વાસ્તવિકતા શું છે. દરેક લોકોને તેવી તસવીરોમાં અલગ અલગ ચિત્ર દેખાય છે. જેના કારણે આપણે મુંજવણમાં મુકાઈ જઈએ છીએ કે આખરે આ તસવીર શું કહેવા માગે છે.

પ્રતિકાત્મક તસવીર

હાલમાં આવી જ એક તસવીર વાયરલ થઈ છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. હકિકતમાં આ તસવીર છે ઘોડાની જેને જોયા બાદ તમને દ્રષ્ટી ભ્રમ થયા વગર રહેશે નહીં. આ તસવીરમાં કેટલાક ઘોડા બરફના પહાડ સામે ઉભા છે. પરંતુ તે એવી રીતે ઉભા છે કે તમને પહેલી નજરમાં ખબર નહીં પડે કે તે કેટલા ઘોડા છે. કોઈ કહે છે પાંચ ઘોડા છે તો કોઈ 7 ઘોડા કહે છે.

પ્રતિકાત્મક તસવીર

આ અંગે કિડ્સ એન્વાયરમેન્ટ કિડ્સ હેલ્થના કોયડા વિશેષજ્ઞોએ જણાવ્યું કે આ તસવીરમાં 7 ઘોડા છે. મને લાગે છે કે આ આપણને જાણવામાં મદદ કરે છે કે આપણે 7ની તપાસ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં હું ડાબી બાજુ એક ઘોડો જોવું છુ અને વચ્ચે એક સાથે 4 ચહેરાને બતાવવામાં આવ્યા છે. આ જૂથમાં એકનું ભુરા કલરનું નાક(ડાબાથી બીજા) કિડ્સ એન્વાયરમેન્ટ કિડ્સ હેલ્થે પોતાની વેબસાઈટમાં કહ્યું, સૌથી નીચે ઝુકેલા ચહેરાના જમણા ભાગને કવર કરે છે. જમણી બાજુ એક નાનો ઘોડો ઉભો છે અને તેની ઉપર સાતમાં ઘોડાનો પાછળનો ભાગ છે.

તમને જણાવી દઈએ કે પિંટો નામની આ તસવીર બેવ ડુલિટલ નામના કલાકારની છે, ડુલિટલનું કહેવુ છે કે, આ તસવીરમાં ફક્ત 4 ઘોડા છે. આમ આપણને ખબર પડે કે લોકોનું મગજ અલગ રીતે કામ કરે છે અને તે એક વસ્તુને અલગ અલગ રીતે જોવા લાગે છે. હાલમાં આ તસવીરે સોશિયલ મીડિયાને પાગલ કરી દીધું  છે અને લોકો તસવીરમાં કેટલા ઘોડા છે તેની ગણતરી કરવા મગજ કસી રહ્યા છે.

YC