ખબર

કોરોના વાયરસ કઈ સપાટી ઉપર કેટલો સમય સુધી જીવતો રહી શકે છે, તેના વિષે થયો ચોંકાવનારો ખુલાસો

કોરોના વાયરસનું સંક્ર્મણ આજે આખી દુનિયામાં ફેલાઈ ગયું છે, આપણે સૌ જાણીએ છીએ કે આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ રહ્યો છે. કોરોના દર્દીના ખાંસવા, છીંકવા ઉપર તેના ડ્રોપલેટ બહાર નીકળે છે અને તેના દ્વારા સંક્ર્મણ ફેલાવવાનો ખતરો સૌથી વધારે રહે છે. આ ઉપરાંત પણ ડ્રોપલેટ પ્લાસ્ટિક, મેટલ કે કેટલીક અન્ય જગ્યાઓ ઉપર પણ રહીને સંક્ર્મણ ફેલાવી શકે છે.  કોરોના વાયરસ કઈ જગ્યા ઉપર કેટલો સમય સુધી જીવિત રહી શકે છે તેને લઈને પહેલા પણ સંશોધનો થઇ ગયા છે, પરંતુ બ્રિટેનમાં લંડન કોલેજ યુનિવર્સીટી તરફથી કરવામાં આવેલા અધ્યયનમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. આ અધ્યયન કોરોના વાયરસનું સંક્ર્મણ ફેલાવવાને લઈને કરવામાં આવ્યું હતું.

Image Source

આ અધ્યનનમાં થયેલી શોધ પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ કોઈપણ સપાટી ઉપર 5 દિવસ સુધી જીવતો રહી શકે છે ને 10 કલાકની અંદર તે મોટા ક્ષેત્રમાં પોતાનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે. લંડન કોલેજ યુબીવર્સીટીના આ નવા અભ્યાસ પ્રમાણે 5 દિવસ બાદ સંક્ર્મણમાં કમી આવેલી જોવા મળી.

Image Source

આ અધ્યયનમાં શોધકર્તાઓએ બ્રિટેનના ગ્રેડ ઓરમંડ સ્ટર્ટ હોસ્પિટલના બેડની રેલિંગ ઉપર સંક્ર્મણ છોડ્યું અને જયારે 10 કલાક પછી હોસ્પિટલમાં ઊંડાણથી અવલોકન અને અધ્યયન કરવામાં આવ્યું તો મળું કે આખા વોર્ડના ખૂણે ખૂણા સુધી સંક્ર્મણ ફેલાઈ ચૂક્યું છે.

Image Source

શોધકર્તાઓએ આ પ્રયોગ દરમિયાન એક કોરોના સંક્રમિત વ્યક્તિના શ્વાસમાંથી લેવામાં આવેલા વાયરસ સાથે કુત્રિમ રીતે છોડને સંક્રમિત કરવા વાળા વાયરસનો પણ ઉપયોગ કર્યો હતો. જે મનુષ્યને સંક્રમિત નથી કરી શકતો. ત્યારબાદ બંને વાયરસને પાણીના એક ટીપાંની અંદર ભેળવીને બેડની રેલિંગ ઉપર છોડી દેવામાં આવ્યો. ત્યારબાદ હોસ્પિટલમાંથી લેવામાં આવેલા 50 ટકા નમુનામાં વાયરસ મળ્યો.

Image Source

શોધકર્તાઓએ 5 દિવસમાં વોર્ડના 44 સ્થળો ઉપરથી હજારો નમૂના લીધા. 10 કલાક બાદ જ લેવામાં આવેલા નમુનામાં એ ખુલાસો થયો કે બેડની રેલિંગ, દરવાજાના હેન્ડલ, ખુરશીઓ, વેટીંગ રમથી લઈને પુસ્તકો અને બાળકોના રમકડાં સુધી પણ વાયરસ ફેલાઈ ચુક્યો હતો. ત્રણ દિવસ બાદ જયારે નમૂના લેવામાં આવ્યા ત્યારે વાયરસનું સંક્ર્મણ 41 ટકાથી વધીને 59 ટકા ક્ષેત્ર સુધી વધી ગયું હતું.

Image Source

હોપિટલના સ્વાસ્થ્યકર્મિઓ, દર્દીઓ અને હોસ્પિટલમાં આવવા વાળા લોકો દ્વારા આ વાયરસ હોસ્પિટલમાં ફેલાતો ગયો, આ શોધના અભ્યાસના ત્રીજા દિવસે 86 ટકા નમુનમાં વાયરસનું સંક્ર્મણ ફેલાઈ ગયું હતું, જો કે પાંચમા દિવસે વાયરસના સંક્ર્મણમાં ઉણપ આવી હતી.

Image Source

આ બાબતે અધ્યયનની શોધકરનાર અગ્રણી શોધકર્તા ડો. લીના સિરિકના જણાવ્યા અનુસાર: “અધ્યયન સ્પષ્ટ કરે છે કે કેવી રીતે કોઈપણ સપાટીથી પણ વાયરસનું સંક્ર્મણ કેટલું ઝડપથી ફેલાઈ શકે છે. સ્પષ્ટ છે કે માત્ર સંક્રમિત વ્યક્તિના ખાંસવા છીંકવા કે શ્વાસથી જ ખતરો નથી, પરંતુ વાયરસથી સંક્રમિત સપાટીને સ્પર્શ કર્યા બાદ આંખ, નાક અને મોઢાને આડવાથી પણ ખતરો બની શકે છે.” તેમને ચેતવણી આપી કે “સાફ-સફાઈમાં થોડી પણ લાપરવાહી ખુબ જ ભારે પડી શકે છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.