ખબર

રૂમાલ પર કેટલી વાર સુધી કોરોના વાયરસ જીવતો રહે? જાણો માસ્ક/રૂમાલને કેવી રીતે ધોવું જોઈએ

કોરોના વાયરસના મામલા ઝડપથી વધે છે. કોરોના વાયરસના વધતા મામલાને લઈને દેશમાં ત્રીજી વાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસને ફેલાવવાને કારણે દુકાનોમાં માસ્ક, સેનિટાઇઝર જેવી વસ્તુઓ ખરાબ થઇ ગઈ છે. આ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂમાલનો માસ્કનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.

Image Source

ઘણા લોકોએ ઘરમાં જ માસ્ક બનાવવાનું શરૂ કરી દીધું હતું. જેને ધોઈને લોકો પહેરે છે. પરંતુ વૅલ એ છે કે, આ માસ્ક કેટલું સુરક્ષિત છે ? શું તમે જાણો છો કે કપડાં પર વાયરસ કેટલો સમય રહી શકે છે. માસ્કને કેવી રીતે ધોઈ શકાય છે ?

Image source

થોડા દિવસ પહેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન, પ્રિન્સટીન યુનિવર્સીટી ઓફ યુસીએલએએ ફહ ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં એક રિસર્ચ પ્રકાશિત કર્યું હતું. જેમાં બતાવવામાં આવ્યું હું કે, કોરોના વાયરસ હવામાં 3 કલાક પ્લાસ્ટિક અને સ્ટીલ પર 2થી 3 દિવસ, કાર્ડબોર્ડ પર 24 કલાક સુધી જીવતો રહી શકે છે. જો કોપરનું હોય તો આ વાયરસ 4 કલાક સુધી જીવતો રહે છે.

જેવી રીતે કાર્ડબોર્ડ પર 24 કલાક સુધી વાયરસ જીવતો રહી શકે છે ત્યારે અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, કપડાં પર 24 કલાક આ વાયરસ જીવતો રહી શકે છે. જેને લઈને કોઈ સંશોધન કરવામાં નથી આવ્યું પરંતુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

Image source

જો તમે લાગી થયું હોય કે તમે કોઈ કોરોના સંક્રમિત લોકોએ સંપર્કમાં આવ્યા છો તો તમારા કપડાને ગરમ પાણીથી ધોઈ લો. જો તમે કોઈ કારણોસર હોસ્પિટલ ગયા હોય તો પણ તમારા કપડાં ગરમ પાણીથી ધુઓ.

Image source

અપને હેન્ડમેડ માસ્ક અને રૂમાલનો માસ્ક વાપર્યા બાદ ફેંકી દેતા નથી પરંતુ તેનું વાંરવાર ઉપયોગ કરીએ છીએ. માસ્ક એક વાર ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવું જોઈએ. રૂમાલ અને હેન્ડમેડ માસ્કને ગરમ પાણીથી ધોઈને તડકામાં સુકાવવા જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.