લેખકની કલમે

હાઉસવાઈફ – લગ્ન પછી સાસુમા એ કહ્યું, “બેટા કાલ થી દરરોજ વહેલી સવારે ભગવાન પૂજા તારે કરવા ની રેહશે, ઠીક છે ને..?” વાંચો ખુબ જ સરસ સ્ટોરી

નિશા ના લગ્ન પછી સાસરા માં પહેલો દિવસ છે, રોનક અને નિશા ના અરેન્જ મેરેજ થયા છે ,પણ નિશા અને રોનક વચ્ચે નું બોન્ડિંગ ખૂબ સારું છે, બંને એટલા જ પ્રેમાળ,અને સમજદાર , એક બીજા ની વાતો અને એક બીજા ની સમસ્યા ને સમજવા ની સમજણ શક્તિ ધરાવતા આ કપલ ને એનું ફ્યુચર બ્રાઇટ જ દેખાતું હતું.

બંને એક બીજા ના કામ અને સપના ને સમજશે એ પ્રોમિસ સાથે બંને એ લગ્ન ની હા પાડી. નિશા નું સપનું હાઉસવાઈફ બનવા નું નથી ,એને લેક્ચરર બનવું છે, અને આ વાત એને પહેલે થી જ રોનક ને કહી દીધી હતી.
રોનક એ પણ એને સપોર્ટ કરવા નું પ્રોમિસ કર્યું.

અંતે બંને ના લગ્ન થયા, અને લગ્ન પછી નો પેહલો દિવસ, એટલે અનેક વિધિ અને ફોર્મલિટી થી ભરપૂર, નિશા એ તે દિવસ ને અનેક વિધિ અને ફોર્મલિટી ને ન્યાય આપી જેમ તેમ પસાર કરી દીધો.
લગ્ન વાળું ઘર હતું એટલે મહેમાન પણ હતા,અને ઉપર થી રોનક નો પરિવાર હમ સાથ સાથ હૈ ની ફેમિલી જેવડો
એટલે બાકી ના બે દિવસો મહેમાનો નું ધ્યાન રાખવા માં અને એમની સાથે વતોચિતો માં ગયો.

અંતે ઘર માંથી મહેમાનો એ પોતાના ઘરે પ્રસ્થાન કર્યું, અને નિશા એ રાહત નો શ્વાસ લીધો.
ત્યાં જ રોહન ના મમ્મી એટલે કે નિશા ની સાસુ આવ્યા અને કહ્યું,
“બેટા કાલ થી દરરોજ વહેલી સવારે ભગવાન પૂજા તારે કરવા ની રેહશે, ઠીક છે ને..?”

” હ …હા મમ્મી..” નિશા અચકાતા બોલી.

“કાંઈ પ્રોબ્લેમ તો નથી, હોય તો કહી દેજે હો..”

“હા કાઈ પ્રોબ્લેમ નથી.”

“હાશ ચાલો, હવે મારી આટલી સગુણ વહુ આવી ગઈ તો હું મારી જીમેદારી માંથી મુક્ત થઈ ગઈ ..” મમ્મી નિશા માથે હાથ ફેરવતા બોલ્યો.

નિશા એ નાની સ્માઈલ આપી.

નિશા એના રૂમ માં ગઈ, રોનક ટીવી જોતો હતો.

નિશા ,” રોનક , કાલ થી દરરોજ સવારે ભગવાન ની પૂજા મારે કરવા ની રેહશે , મમ્મી એ કહ્યું છે આમ.”

“સારું , એ બહાને તું વહેલી તો ઉઠતી જઈશ…” રોનક એ મસ્તી માં કહ્યું.

“હમ્મ”
નિશા એ સુસ્ત જવાબ આપ્યો.નિશા પોતાના બેગ માંથી કોઈ ફોર્મ કાઢવા જઈ રહી હતી ત્યાં જ ,

“નિશા યાર આજે ખુબ જ માથા માં દુખાવો થાય છે…પ્લીઝ તેલ ઘસી ને માલિશ કરી દે ને.” રોનક બોલ્યો.

નિશા એ ફોર્મ ફરી અંદર મૂક્યું , અને રોનક ના માથા માં તેલ માલિશ કરવા લાગી….

“આહાહા , તારા હાથો માં તો જાદુ છે યાર…,
અચ્છા નિશા સાંભળ કાલે મારે ઓફીસ એ થોડું વહેલું જવા નું છે તો મારું ટિફિન થોડું વહેલું બનાવી આપજે ઓકે…?”
રોનક બોલ્યો.

“ઓકે નિશા…??? ”

“હ હા ઓકે ઓકે…”વિચારો માં ખોવાયેલ નિશા બોલી.

રોનક એના ખોળા માં જ માથું નમાવી સુઈ ગયો….

સવાર થઈ, અને વહેલી સવાર થી ભગવાન ની પૂજા કરી નિશા ઘરકામ માં લાગી ગઈ, રોનક અને બધા ઘર માં સભ્યો માટે નાસ્તો બનાવ્યો…

અને ઘર ના બધા નાના મોટા કામ માં પરોવાઈ ગઈ….
અને એ દિવસ એમ નો એમ વીત્યો…..

અઠવાડિયુ થવા આવ્યું, નિશા હવે એ જ બની ગઈ હતી જે એને નહતું બનવું, નિશા એક હાઉસવાઈફ થઈ ગઇ….,
રોનક એ એના આગળ ના સ્ટડી માટે કંઈ વાત ન કરી, અને નિશા પણ કાંઈ બોલી ન શકી…

અંતે એની સહનશીલતા નો અંત આવ્યો.

રોનક અને નિશા એના રૂમ માં હતા રોનક ઘણી વાતો કરતો હતો પણ નિશા નું ધ્યાન નહતું…એ કંઈક વિચારતી હતી…

“નિશા….નિશા….,” રોનક એ નિશા ના ખભે હાથ રાખી એને હલાવી…

નિશા ભડકી ગઈ અને બોલી..”હ…હહ..શું”
“ક્યાં ધ્યાન છે યાર તારું ક્યાર નો હું કંઈક બોલું છું..”રોનક નારાઝ થતા બોલ્યો.

નિશા કાંઈ ન બોલી….

“હમણાં થી તું બૌ આવું કરે છે, ક્યાંય ધ્યાન જ નથી હોતું તારું યાર…કેમ…? ”

નિશા હજુ ચૂપ હતી.

“નિશા….બોલ કંઈક…..

અચ્છા રહેવા દે નથી બોલવું….આ વાંચી ને આમ પણ તારો અવાજ આપમેળે ખુલી જશે…”

રોનક નિશા ના હાથ માં પરબીડિયું રાખતા બોલ્યો.

“એવું શું છે આમાં..?”

“જાતે ખોલી ને વાંચી લે..”

નિશા એ આશ્ચર્ય માં એ પરબીડિયું ખોલ્યું…

અંદર થી નીકળેલ સફેદ કાગળ પર કાળા અક્ષરો વાંચી ને નિશા ખુશી થી ઉછળી પડી અને રોનક ને ગળે મળી….

રોનક પણ નિશા નું નાનપણ જોઈ હસતો હતો…

“થેન્ક યું થેન્ક યુ સો સો મચ…તે મારુ એડમિશન એમ એ ની સૌથી બેસ્ટ કોલેજ માં કરાવી દીધું….થેન્ક યુ……” નિશા ખુશ થતા બોલી…

“તો પછી, હવે તો કે કેમ મોઢું લટકાવી ને બેઠી હતી..?”

આ વાત સાંભળતા નિશા ની હસી ગાયબ થઈ ગઈ…

“લે વળી શું થયું…,આ સ્માઈલ ને કેમ દૂર કરી…”
નિશા ની સ્માઈલ ને હવા માં પકડતા રોનક બોલ્યો.

“રોનક આ ઘર ની જીમમેદારી મમ્મી એ મને સોંપી દીધી છે , હવે જો હું સ્ટડી સ્ટાર્ટ કરીશ તો…મમ્મી ..” નિશા એના મન ની વાત બોલી.

“એ પાગલ, એ મારી મા છે…, અને તને શું લાગે છે કે મારી મા આટલી નેરો માઇન્ડેડ હશે….ના…જે દિવસે તે મને કહ્યું હતું ને કે તારે લેક્ચરર બનવું છે તે જ દિવસે આ વાત મેં મારી મા ને કહી દીધી હતી… અને એ આટલી ખુશ થઈ હતી આ વાત સાંભળી ને કે પૂછ નહીં…,”

“સાચે…?”

“હા , હા સાચે…., અને મને ખબર છે કે તું અત્યારે શું વિચાર છો…કે આ લગ્ન પછી ના આઠ દસ દિવસ અમે કોઈએ તને આ સ્ટડી કે એડમિશન ની વાત કેમ ન કરી…

કારણ કે મમ્મી જાણવા માંગતી હતી કે કોઈ વખત એવી હાલત આવે અને તારે ઘર નું કામ કરવું પડે તો તું કરી શકે છે કે નહીં…?”રોનક બોલ્યો.

“અને તું એ ટેસ્ટ માં ડિસ્ટ્રીકશન થી પાસ થઈ બેટા…” દરવાજા પાસે ઉભા ઉભા મમ્મી બોલ્યા.

“હા A+ મળ્યો તને….તે બધું સાંભળી પણ લીધું, અને સાથે સાથે બધા નું કામ તેમને ફૂલ રિસ્પેક્ટ આપી ને કર્યું…
અને હા સોરી નિશા , અમે લોકો તને થોડો વધુ ઓર્ડર આપતા હતા કોઈક વખત….તો પણ તું કાંઈ ન બોલી….હસતા મોઢે તે બધું સ્વીકાર્યું….પ્રાઉડ ઓફ યુ ..”
રોનક ગર્વ અનુભવતા બોલ્યો.

“અને સાંભળ નિશા, આટલું સ્વીટ નહીં બનવા નું, જ્યાં જ્યાં તને એવું લાગતું હોય કે કોઈ તારી સાથે ખોટું કરે છે તો બિન્દાસ સામે વાળા ને કહી દેવા નું, આપણે એક ફેમિલી છીએ …મન માં કાંઈ નહિ રાખવા નું બેટા..”
મમ્મી નિશા ને શિખામણ આપતા બોલ્યા.

નિશા મમ્મી ને ગળે વળગી અને બોલી,
“થેન્ક યુ મમ્મી, આટલું સપોર્ટિંવ થવા માટે….અને આઈ એમ સોરી , હું હાઉસવાઈફ બનવા માટે રેડી નથી….મને ખબર છે હાઉસવાઈફ નું કામ સૌથી અઘરું છે, આટલી જીમેંદારી બધા ને સાર સાંભળ રાખવી , ઘર નું ધ્યાન રાખવું અને બીજુ તો ઘણું બધું….”

“એમાં સોરી શું બેટા, બધા ના પોતપોતાના સપના હોય. મારી સાસુ મા પણ નોકરી કરતા, અને એ મારી પાસે પણ એમ જ ઇચ્છતા હતા કે હું પણ નોકરી કરું, પણ મારું સપનું એક સકસેસ ફુલ હાઉસવાઈફ બનવા નું હતું….અને એ મેં પૂરું કર્યું….
તું પણ તારું સપનું પૂરું કર , આ દુનિયા માં બધા વ્યક્તિઓ ને પોતાના સપના પુરા કરવા ની છૂટ છે.”

નિશા એ મમ્મી ના પગ અડકી અને આશીર્વાદ લીધા, અને રોનક મમ્મી અને નિશા બંને ને ગળે વળગી બોલ્યો. “નારી શક્તિ જીંદબાદ.”

અને બધા હસવા લાગ્યા….

લેખક – મેઘા ગોકાણી
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks