એક હાઉસવાઇફની ઓળખ ખાલી મમ્મી, પત્ની કે વહુ તરીકેની ના હોવી જોઇએ, પોતાના માટે પોતે જ આગળ આવવું પડશે

ગૃહિણીઓ વિશે માનવામાં આવ્યુ છે કે તે પરિવારની ભલાઇ માની કંઇક એવું કામ કરવા લાગે છે જેનાથી તેમનું ભલુ કયારેય નથી થતુ

ઘરના દરેક સભ્યને લાગે છે કે તેમનું કામ સૌથી મુશ્કેલ છે. બાળકો વિચારે છે કે તેમનો અભ્યાસ સૌથી મુશ્કેલ છે, તો પતિને લાગે છે કે તેમની 9 થી 5ની નોકરી સૌથી અઘરી છે. ઘરની સ્ત્રી તરફ કોઈનું ધ્યાન જતું નથી. ઘર સંભાળતી મહિલા સખત મહેનત કરે છે. તે બાળકો, પતિ અને સાસુ-સસરાની સંભાળ રાખે છે. તે ભોજન પણ બનાવે છે, ઘરની સાફ સફાઇ પણ કરે છે અને આખા મહિનાનો હિસાબ પણ કરે છે. તે ઘરના પડોશીઓથી લઈને ઘરે આવતા દરેક મહેમાનનું પણ ધ્યાન રાખે છે. બાળકને ભણાવવું, ઘરનું કામ કરવું સહિત અનેક તેના કામો છે. એકંદરે ગૃહિણીનું કામ ગણવાનું શરૂ કરીએ તો આપણે ગણતા રહીશું. (તમામ તસવીરો પ્રતિકાત્મક  છે)

ગૃહિણીની ઓળખ રિંકુની માતા, બિટ્ટુની પત્ની અને સરલાની વહુ સુધી જ સીમિત રહે છે. ઘણા લોકો ગૃહિણીનું નામ પણ જાણતા નથી, કારણ કે આટલી જવાબદારી લીધા પછી તેમની કોઈ અલગ ઓળખ નથી. દરેક વ્યક્તિ વિચારે છે કે ગૃહિણી બનવું એ એક પહાડ તોડી નાખે તેવું કામ છે જેના વિશે તમે ખૂબ જ હોબાળો કરો છો. એ જ ગૃહિણી એક દિવસ બીમાર પડે ત્યારે ઘરમાં પહાડ તૂટી પડ્યો હોય એવું લાગે. હવે જમવાનું કોણ રાંધશે કારણ કે પતિ તો પોતાના હાથે એક કપ ચા પણ બનાવીને પીતો નથી. તેને દરરોજ નવી નવી વાનગીઓ ખાવાનો જ શોખ છે.

 

આવા કિસ્સામાં શું થાય છે કે ગૃહિણી તેના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની જાય છે. તેથી તેઓએ તેમની કેટલીક આદતો છોડી દેવાની જરૂર છે. ઘણી વાર આપણે બધાએ ગૃહિણીને આવું કરતી જોઈ હશે. કારણ કે બધી ગૃહિણીઓ સરખી જ હોય ​​છે અને તેમની આદતો પણ. ઘરમાં ખોવાયેલા રહેવું અને કશું નવું ન શીખવું : ભલે ઘરની તમામ જવાબદારી ગૃહિણી સંભાળે છે, પરંતુ આજે પણ તે મોબાઈલ રિચાર્જ માટે પતિ કે બાળક પર નિર્ભર રહેતી હોય છે. કારણ કે તે ઘરની દુનિયામાં જ ખોવાઈ ગઈ છે. આજે પણ કેટલીક ગૃહિણીઓને લેપટોપ કે સ્માર્ટફોન કેવી રીતે ઓપરેટ કરવો તે આવડતું નથી. જો તેઓ ફોર્મ ભરવા માંગતા હોય તો પણ કોઈની મદદ લેવી પડે છે. કેટલીક વસ્તુઓ એવી છે કે તમારે એ કરવી જોઈએ, જેમ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, બેંક સંબંધિત કામ માટે તમારે જવું જોઈએ. આ સિવાય તમારે બહાર જઈને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.

છેલ્લે ખાઓ : ઘરની માતાઓને આદત હોય છે કે તેઓ પહેલા બધાને ખવડાવશે અને પછી પોતે ખાશે. સવારે બધાનો નાસતા કર્યા પછી તે નાસ્તો કરશે. જો કે, તે આખા પરિવાર માટે ભોજન બનાવશે, પરંતુ જો ખોરાક ઓછો હશે, તો તે ઓછી રોટલી ખાશે. ક્યારેક ગૃહિણી પોતાના પતિની રાહ જોતી હોય છે તો ક્યારેક બાળકો માટે કે જ્યારે બધા જમી લે તો હું ખાઈ લઉં. તમારા ફાસ્ટ ખાવાથી કોઈ નારાજ નહીં થાય અને જો આવું થાય તો પણ તેમને સમજાવો કે તે તમારા સ્વાસ્થ્યની વાત છે. તમે ગરમ રોટલી બનાવીને બીજાને ખવડાવો છો અને પોતે ઠંડુ ખાઓ છો, તે પણ સમયસર નહિ.

વાસી ખોરાક ખાવાની ટેવ : શું તમે ક્યારેય નોંધ્યું છે કે ખોરાક બચી જાય તો પણ ગૃહિણી તમને તાજો ખોરાક ખવડાવે છે અને બચેલું વાસી ખોરાક ખાય છે. તેઓ વિચારે છે કે હું વાસી ખાઉં પણ મારા બાળકોને સારું ખાવું જોઈએ. જો તમે પણ આવું કરો છો તો આ આદત છોડી દો. આ તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. તમે ધીમે ધીમે બીમાર પડો છો અને તમને ખબર પણ નથી પડતી. અમે ખોરાક ફેંકી દેવાનું કહી રહ્યા નથી. દરેકના હિસાબે ભોજન બનાવો અને તેમ છતાં જો બાકી રહે તો થોડું-થોડું મળીને ખાઓ. તમારે સમજવું પડશે કે આ ઉંમરે તમને કેટલા વિટામિનની જરૂર છે.

મોડે સુધી જાગવું અને સવારે વહેલા જાગવું : લગભગ તમામ ઘરોમાં મહિલાઓ પહેલા જાગે છે અને છેલ્લે સૂવે છે. મહિલાઓ માત્ર ખાવામાં જ બેદરકારી જ નથી કરતી પરંતુ ઊંઘની પણ કમી કરે છે. રાત્રે 12 વાગ્યા પછી ઊંઘવું અને સવારે વહેલા જાગવું, એકસાથે તેઓ માત્ર 4 થી 5 કલાક જ ઊંઘી શકે છે. તેની સીધી અસર મહિલાઓના સ્વાસ્થ્ય પર પડે છે. તબિયત ખરાબ હોય તો ગૃહિણી ડોક્ટર પાસે દોડી જતી નથી, પરંતુ માત્ર ઘરેલું ઉપચાર જ કરે છે. જો ગૃહિણી આ થોડી આદતો બદલી નાખે તો તેમના માટે સારું રહેશે. આ માટે તેઓએ પોતે જ આગળ આવવું પડશે, નહીં તો જે ચાલી રહ્યું છે તે ચાલશે.

Shah Jina