જીવનશૈલી મનોરંજન

કોઈ મહેલથી કમ નથી ‘મૈને પ્યાર કિયા’ ફેમ ભાગ્યશ્રીનું ઘર, જુઓ તસ્વીર એક ક્લિકે

વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ને રિલીઝ થઇ તેને 31 વર્ષ થઇ ગયા છે પરંતુ ફિલ્મની એક્ટ્રેસ ભાગ્યશ્રી આજે પણ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. મૈને પ્યાર કિયાની તે સુમન હવે 51 વર્ષની થઇ ગઈ છે. 2 જુવાન બાળકોની માતા ભાગ્યશ્રી આજે પણ એક કોલેજની વિધાર્થી જેવી દેખાય છે. ફિલ્મ મૈને પ્યાર કિયાની રિલીઝ બાદ સલમાનની જેમ તે પણ યુવાનોના દિલની ધડકન બની ગઈ છે.

Image source

જે સમયે મૈને પ્યાર કિયા રિલીઝ થઇ તે સમયે ભાગ્યશ્રીને ઘણી ફિલ્મ ઓફર થઇ હતી. પરંતુ ભાગ્યશ્રીએ બોયફ્રેન્ડ હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા અને તે ફક્ત તેની સાથે જ ફિલ્મ કરવા માંગતી હતી.

Image source

જયારે પ્રોડ્યુસર ભાગ્યશ્રી પાસે આવતા હતા ત્યારે તે તેની સામે શરત રાખતી હતી કે ફિલ્મના હીરો તરીકે તેના પતિ હિમાલયને લેવામાં આવે. ભાગ્યશ્રીની આ શરત કોઈને મંજુર ના હતી. ભાગ્યશ્રીને જે 2-4 ફિલ્મ મળી તે બી ગ્રેડની હતી. ભાગ્ય શ્રીએ બુલબુલ, ત્યાગી, પાયલ અને ઘર આયા પરદેશી જેવી ફિલ્મોમાં ભાગ્યશ્રીએ કામ કર્યું પરંતુ આ બધી ફિલ્મ ફ્લોપ રહી હતી. આ બાદ ભાગ્યશ્રી પર વન ફિલ્મ વંડરનું ટેગ લાગી ગયું હતું.

ભાગ્યશ્રી ફરી એક વાર ફિલ્મોમાં પરત ફરી રહી છે. આવનારા દિવસોમાં પ્રભાસની ફિલ્મ રાધેશ્યામમાં જોવા મળશે. તો કંગનાનીફિલ્મ થલાઈવીમાં પણ તેનો લીડ રોલમાં જોવા મળશે.
ભાગ્યશ્રી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. ભાગ્યશ્રી ખુદની અને તેના પરિવારની તસ્વીર શેર કરતી રહે છે.

Image source

ભાગ્યશ્રી મુંબઈના વિલેપાર્લેમાં રહે છે. ભાગ્યશ્રીને ત્રણ માળનું આલીશાન ઘર છે. આ ઘરમાં ભાગ્યશ્રી તેના પતિ અને 2 બાળકો સાથે રહે છે.ભાગ્યશ્રીના દીકરાનું નામ અભિમન્યુ દાસાની અને દીકરીનું નામ અવંતિકા છે. ભાગ્યશ્રીના ઘરની આંગળ મોટું ગાર્ડન છે જ્યાં અલગ-અલગ છોડ ઉગાડવામાં આવ્યા છે. લિવિંગ રૂમમાં એક સીડી પણ છે જે તેમના ઘરને શાહી લુક આપે છે. તેણે સીડીની આસપાસ સજાવટનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે.

Image source

ઘરના બહારના ભાગને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યો છે. ઘરના ફ્લોરિંગમાં ટાઇલ્સ અને ખૂબ સારી જાતનાં આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાંબી અને વિશાળ લિવિંગ રૂમમાં મોંઘા અને મખમલવાળા સોફા હોય છે. ભાગ્યશ્રીનો લિવિંગ રૂમ છો ખંડ કોઈ મહેલથી ઓછો નથી. જણાવી દઇએ કે તે ભાગ્યશ્રી શાહી પરિવાર સાથે સંબંધિત છે.

Image source

ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના શાહી પરિવાર સાથે સંબંધ રાખે છે. ભાગ્યશ્રી શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધરાવ પટવર્ધનની પુત્રી છે. એટલું જ નહીં ભાગ્યશ્રીનું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે. ભાગ્યશ્રીના ઘરે, આન બાન અને શાન જેવા રાજવી ઘરોની ઝલક જોવા મળે છે. તેની પાસે ઘરના દરેક ખૂણામાં ખર્ચાળ અને પ્રાચીન સજાવટ છે. તેણે ઘરની લાઇટિંગ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે.

Image source

ભાગ્યશ્રીએ ઘરના પડદા અને ફર્નિચરમાં એક ગજબનો તાલમેલ રાખ્યો છે. તેઓ ઘરની અંદર ઇન્ડોર પ્લાન્ટ પણ શણગારે છે.ભાગ્યશ્રીના ઘરના બેડરૂમ ઉપરના માળે છે. સૂર્યપ્રકાશ સીધા તેના ઘરના ઓરડામાં આવે છે. પરિવારને લીલોતરીનો ખૂબ શોખ છે. તેના ઘરની આસપાસ ઘણાં બધાં વૃક્ષો છે. ઘરના પહેલા માળે જિમ અને કસરત કરવાની જગ્યા છે.