ખબર

8 જૂનથી આ ગાઈડલાઈન સાથે ખૂલશે રેસ્ટોરન્ટ, હોટલ અને મોલ…જાણો શોપિંગ મોલમાં શું રહેશે બંધ અને ખુલ્લું

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટને કાબુમાં કરવા માટે લોકડાઉન બાદ હવે દેશ ધીરે-ધીરે ખુલી રહ્યો છે. આ જ ક્રમમાં કોરોના લોકડાઉન 5 ને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગાઇડલાઇન્સ રજૂ કરી દીધી છે. આ ગાઇડલાઇન્સમાં 8 જૂનથી ધાર્મિક સ્થળો, શોપિંગ મૉલ્સ, હોટલ-રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ અહીં જવા માટે સરકારે ગાઇડલાઇન્સ બનાવી છે જેનું દરેકે પાલન કરવું પડશે.

જણાવી દઈએ કે કંટેનમેન્ટ ઝોન સિવાય સરકારે દેશના બધા જ ભાગોમાં ધાર્મિક સ્થળો, મૉલ્સ અને હોટલ-રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. કંટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 30 જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે, અને અહીં રાતે 9 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ પણ રહેશે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં કયા-કયા નિયમોનું પાલન કરવાનું રહેશે –

હોટલ્સ માટેના નિયમો –

હોટલના પ્રવેશ પર જ સેનિટાઇઝર અને થર્મલ સ્ક્રીનિંગ કરવું જરૂરી હશે, જેમાં લક્ષણો જોવા નહિ મળે એ સ્ટાફ અને મહેમાનોને જ હોટલમાં જવાની પરવાનગી મળશે, દરમ્યાન બધાએ જ માસ્ક લગાવવું જરૂરી હશે.

સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જરૂરી હશે, કર્મચારીઓએ ગ્લવ્સ પહેરવા પડશે, અને સાવધાનીઓ રાખવી પડશે. હોટલમાં યોગ્ય ભીડ વ્યવસ્થા સાથે જ પાર્કિંગ વગેરેમાં પણ ડિસ્ટન્સ જાળવવું પડશે.

વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે. વાહનોના સ્ટિયરિંગ, દરવાજાના હેન્ડલ, ચાવીઓ વગેરે સેનિટાઇઝ કરવી પડશે. મહેમાનો, કર્મચારીઓ અને સમાન માટેની એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા અલગ-અલગ હોવી જોઈશે. એન્ટ્રી પાસે લાગેલી લાઈનમાં દરેક વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

લિફ્ટમાં સીમિત સંખ્યામાં જ લોકોને જવા દેવામાં આવશે, ગેસ્ટની જાણકારી સાથે જ આઈડી અને સ્વયં ઘોષણાપત્ર રિસેપશન પર મહેમાને આપવી પડશે. હાથ સેનિટાઇઝ કરવા પડશે.

Image Source

ચેક ઈન ચેક આઉટ માટે ક્યુઆર કોડ, ઓનલાઇન ફોર્મ, ડિજિટલ પેમેન્ટ અપનાવવા પડશે. મહેમાનના સામાનને રૂમમાં પહોંચાડતા પહેલા સેનિટાઇઝ કરવો પડશે. કંટેનમેન્ટ ઝોનથી આવતા મહેમાનને રોકાવા દેવામાં નહિ આવે.

રેસ્ટોરન્ટના નિયમો –

રેસ્ટોરન્ટમાં બેસવાની એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેનાથી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય. ડિસ્પોઝેબલ મેનૂનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ક્લોથ નેપકિન્સને બદલે સારી ગુણવત્તાવાળા ડિસ્પોઝેબલ પેપર નેપકિન્સના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ.

શક્ય હોય ત્યાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો. બુફે સેવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જોઈએ. રેસ્ટોરન્ટમાં બેસવાને બદલે, ટેકઅવે પર ભાર મૂકવો જોઈએ. હોમ ડિલિવરી પહેલાં હોટલના અધિકારીઓ દ્વારા કર્મચારીની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

Image Source

રસોડામાં, કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું આવશ્યક છે. નિયમિત સમયાંતરે રસોડામાં સેનિટાઇઝેશન કરવું પડશે.

આ બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડશે –

65 વર્ષથી વધુ ઉંમરના અને 10 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ સ્થાનો પર જવા પર પ્રતિબંધ છે. જ્યારે ખાંસી અથવા છીંક આવે છે, ત્યારે મોં ઉપર કપડું રાખવું જરૂરી છે.

ગમે ત્યાં થૂંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એસ્કેલેટર પર એક સ્ટેપ છોડીને એક વ્યક્ત્તિ ઉભી રહેશે. મૉલ્સ, હોટલો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેનારા લોકોએ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન રાખવી પડશે. લોકોની લાઈન સુનિશ્ચિત કરવા માટે એક ગોળ ચિહ્ન બનાવવું પડશે.

Image Source

ગૃહ મંત્રાલયે જારી કરેલા માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ, કોલેજો, શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્થાઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સલાહ સાથે ખોલવામાં આવશે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશમાં જુલાઈથી શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે સલાહ લેશે. પ્રતિબંધિત વિસ્તારોની બહાર પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.