કરુણ અંત! નવસારીમાં હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત, 26 વર્ષીય બોયફ્રેન્ડે પછી આવું આવું કર્યું, પોલીસે કર્યો નવો ખુલાસો

આજના યુગમાં યુવાનોમાં પ્રેમનો અર્થ બદલાઈ ગયો છે. હવે પ્રેમ માત્ર શારીરિક આકર્ષણ પૂરતો સીમિત થઈ ગયો છે. આવી જ એક ઘટનામાં નવસારીમાં એક પ્રેમી યુગલની અંગત પળોએ કરુણ અંત લાવ્યો છે. પ્રેમિકાને વધુ પડતા રક્તસ્રાવને કારણે જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાએ સમાજમાં ખળભળાટ મચાવી દીધો છે.

ઘટનાની વિગતો મુજબ, 23 સપ્ટેમ્બરના રોજ ચીખલી તાલુકાના નોગામા ગામનો 26 વર્ષીય યુવક પોતાની 23 વર્ષીય પ્રેમિકા સાથે નવસારીની એક હોટલમાં ગયો હતો. બંને વચ્ચે બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થઈ હતી, જે પછીથી પ્રેમમાં પરિણમી હતી. હોટલમાં બંને વચ્ચે સંબંધ બંધાયો, જેમાં યુવતીના ગુપ્તગમાંથી વધુ પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું.

આ પરિસ્થિતિમાં યુવકે યોગ્ય પગલાં લેવાને બદલે ઈન્ટરનેટ પર લોહી કેવી રીતે રોકવું તે અંગેના વીડિયો શોધવા લાગ્યો. તેણે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે પોતાના મિત્રને ફોન કર્યો. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ બે કલાક વીતી ગયા, જેમાં યુવતીના શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી ગયું.

અંતે જ્યારે યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી, ત્યારે તે ખૂબ મોડું થઈ ગયું હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેને મૃત જાહેર કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે યુવતીના શરીરમાંથી એક તૃતીયાંશ લોહી વહી જવાને કારણે અને ભયના કારણે તેનું મૃત્યુ થયું હતું.આ ઘટનામાં યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકની ધરપકડ કરવામાં આવી છે

તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304 અને 338 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે. સમગ્ર પ્રકરણમાં યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ આરંભી હતી. જ્યારે યુવતીના મૃતદેહને સુરત ખસેડી ફોરેન્સિક PM કરાવડાવ્યું હતુ. PM રિપોર્ટમાં યુવતીના શરીરમાંથી એક તૃતીયાંશ લોહી વહી જતા અને ગભરાટને કારણે તેનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ફરાર પ્રેમીની ભારતીય ન્યાય સંહિતાની ધારા 105 અને 238 હેઠળ ગુનો નોંધી, ધરપકડ કરી હતી. જેને નવસારી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

YC