રાજકોટ : અજાણી મહિલાના મળેલા સળગેલા માનવ કંકાલ મામલે ચોંકાવનારો ખુલાસો, ફિલ્મો ટૂંકી પડે એવી સત્ય ઘટના

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી હત્યાના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ એક મામલો 9 ઓક્ટોબરના રોજ રાજકોટના પડધરીના ખામટા ગામમાંથી સામે આવ્યો હતો, જેમાં સીમમાંથી સળગેલી હાલતમાં એક માનવ કંકાલ મળી આવ્યું હતું. ત્યારે આ કંકાલનું ફોરેન્સિક પીએમ થતા લાશ 17 થી 30 વર્ષની મહિલાની હોવાનું સામે આવ્યું. જે બાદ આ મામલે પડધરી પોલીસ અને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો.

હત્યારો બીજો કોઇ નહિ પણ રાજકોટ ખાતે હોટલ પાર્ક ઇનમાં મેનેજર અને એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો મેહુલ ચોટલીયા હતો અને મૃતક અલ્પા ઉર્ફે આયશા હતી. પોલીસને સળગેલી હાલતમાં ટ્રોલી બેગનો પાઇપ અને ચેઇન મળી આવી હતી. આ સાથે કારના ટાયરના નિશાન પણ મળી આવ્યા હતા. જે પછી પોલિસે બધી કડી જોડી અને પોલિસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી.

ઇન્વેસ્ટીગેશન ઓફિસર અનુસાર, ગત 9 તારીખે ખામટા ગામની સીમમાંથી સળગેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હોવાની જાણ થયા બાદ એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. તે પછી ફોરેન્સિક રિપોર્ટમાં લાશ 17 થી 30 વર્ષની વયની મહિલાની હોવાનું સામે આવ્યું. ઘટના સ્થળેથી જે મળી આવ્યુ હતુ, તેમાંથી ટ્રોલી બેગના પાઇપ કોઈ બ્રાન્ડેડ ટ્રોલી બેગ બનાવતી કંપનીના હોવાનું જાણવા મળ્યું અને તે પછી છેલ્લા બે ત્રણ દિવસમાં ટ્રોલી બેગ કોના દ્વારા ખરીદાઇ તેની તપાસ કરવામાં આવી.

તે પછી લિસ્ટ બનાવી કેટલાક શકમંદોની પૂછપરછ કરાઇ. જો કે, ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરતા કેટલીક શંકાસ્પદ કારની હાલ જોવા મળતા કાર ચાલકોની પણ પૂછપરછ કરાઇ. ત્યારે ઇ ગુજકોપ અને પોકેટકોપની મદદથી શકમંદ કારનો ચાલક મેહુલ ચોટલીયા હોવાનું સામે આવ્યુ.

મેહુલ ચોટલીયાની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તે રાજકોટ શહેર ખાતે આવેલ હોટલ પાર્ક ઇનમાં મેનેજર અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને તે દોઢ બે વર્ષ પૂર્વે ઇમોરલ ટ્રાફિકિંગના વ્યવસાય અંતર્ગત અલ્પા ઉર્ફે આઈશા મકવાણાના સંપર્કમાં આવ્યો હતો અને છેલ્લા દોઢ વર્ષથી અલ્પા તેની સાથે રહેતી હતી. બંને વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા પણ થતા અને અલ્પા તેની સાથે પત્ની તરીકે રહેવા પણ લાગી હતી.

જો કે 6 તારીખે બંને વચ્ચે ઝઘડો થયા બાદ અલ્પાએ મેહુલ ચોટલીયાને બે ફડાકા ઝીંક્યા અને તે પછી મેહુલ ઉશ્કેરાઈ ગયો અને તેણે અલ્પાની ગળું દબાવી હત્યા કરી નાખી. 6 તારીખે હત્યા કર્યા પછી તેણે 6 અને 7 એમ બંને દિવસે લાશને ઘરમાં જ રાખી પણ ઘરમાં દુર્ગંધ આવવા લાગતા લાશને સગેવગે કરવા તેણે ટ્રોલી બેગ ખરીદી અને 8 તારીખે તે કારમાં ટ્રોલી બેગ નાખીને બપોરના ત્રણથી સાડા પાંચ વાગ્યાના ઘટના સ્થળે પહોંચ્યો. તે પછી તેણે ટ્રોલી બેગ પર લાકડા અને પેટ્રોલ છાંટી લાશ સળગાવી નાંખી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina