જો તમારો ઈરાદો પાકો હોય ને તો જિંદગીમાં તમે કોઈ પણ મુકામ હાંસિલ કરી શકો છો. આ લાઇંગ મહારાષ્ટ્રના નાના ગામમાં રહેનારા અંસાર અહમદ શેખ પર એકદમ ફિટ બેસે છે. અહમદે 21 વર્ષની ઉંમરમાં દેશની પ્રતિષ્ઠિત યુપીએસસી પરીક્ષા પાસ કરી 371મોં નંબર હાંસિલ કર્યો હતો. તેની આ કામયાબીને લોકોને હેરાનમાં મૂકી દીધા છે. કારણકે અંસારએ જે પરિસ્થિતિમાં પરીક્ષા પાસ કરી હતી જે કઠિન પરીક્ષા પાસ કરવું કોઈ સપ્નાથી ઓછું નથી. પરંતુ અહમદની લગન અને મહેનતે તેને કયા મુકામ પર પહોંચાડી દીધો છે.
અહમદે તેની આ સફળતા પાછળનું કારણ જણાવ્યું હતું.
અહમદ જાલના જિલ્લાના શેલગામમાં જન્મ થયો હતો, જે મરાઠાવાડમાં પડે છે. તેના પિતા ઓટો રીક્ષા ચાલવી 100થી 50 રૂપિયા કમાતા હતા. જયારે તેની માં ખેતરમાં મજૂરી કરતી હતી. અહમદનો ખર્ચો તેની માં અને તેની બે બહેનો અહમદ અને તેના ભાઈનો ખર્ચો ઉઠાવતા હતા. ત્યારે તેની ભણવાનું મુશ્કેલ હતું. ઘરમાં ક્યારેક તો જમવાના પણ સાંસા પડતા હતા. કારણકે તેનો વિસ્તાર સૂકો હતો. તેના ગામમાં શિક્ષણની કમીના કારણે લડાઈ-ઝઘડા અને દારૂ પીવાની આદત સામાન્ય હતી. બાળપણમાં અહમદનીઊંઘ રત્ન શોર-શરાબને કારણે ઉંધી જતી હતી. કારણકે તેના પિતા મોદી રાતે દારૂ પીને આવીને તેની માતા સાથે ઝઘડો કરતા હતા.
અહમદના બન્ને બહેનોના લગ્ન નાની ઉંમરમાં કરી દેવામાં આવ્યા હતા. જયારે તેનાં નાના ભાઈને પૈસાની તકલીફના કારણે છ ધોરણ સુધી ભણાવીને ઉઠાડી દીધો હતો. પરંતુ ભણવાનો શોખ હતો. પરંતુ હું જયારે ચોથા ધોરણમાં હતા ત્યારે અહમદના પિતા અને તેના પરિવારજનો ભણવાનું બંધ કરવા માંગતા હતા. ત્યારે તેના પિતાએ તેના શિક્ષકની મુલાકાત લઇ અને કહ્યું હતું કે તે મારું ભણવાનું બંધ કરાવવા માંગે છે. ત્યારે શિક્ષકે કહ્યું હતું કે, અહમદ બહુજ હોશિયાર છે. તેના ભણવા પાછળ ખર્ચો કરો. તે તમારી જિંદગી બદલી દેશે. ત્યારબાદ તેના પિતાએ ક્યારે પણ ભણવા બાબતે કંઈ જ નથી કહ્યું. અહમદે ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ ઘરમાં પૈસાની થોડી રાહત રહે તે માટે હોટેલમાં સવારે 8થી રાતે 11 વાગ્યા સુધી વેઈટર તરીકે કામ કર્યું હતું.
અહમદને 12 માં ધોરણમાં 91 ટકા આવતા ગામના લોકો તેને અલગ નજરે જોવા લાગ્યા હતા. અહમદ પૂનામા આવ્યા બાદ તે મુસલમાન હોવાને કારણે તેને કોઈ જ ઘર આપતું ના હતું. પરંતુ ત્યારબાદ તેને નામ બદલ્યું ત્યારે તેને આસાનીથી પીજી મળી ગયું હતું.
અહમદે પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં એડમિશન લેવું બહુજ કઠિન હતું. અહમદે મરાઠીમાં ભણ્યો હોવાથી અંગ્રેજીમાં ભણવામાં થોડી તકલીફ થતી હતી. પરંતુ કોઈ પણ હાર્યા માન્યા વગર સતત ભણવામાં ધ્યાન આપતો હતો.પિતા તેની આવકનો થોડો હિસ્સો મોકલતા હતા. પહેલા વર્ષમાં પ્રોફેસરોએ અહમદે યુપીએસસી પરીક્ષા બાબતે જણાવ્યું હતું. ત્યરબાદ અહમદે કોલેજની સાથોસાથ યુપીએસસીના કોચિંગ બાબતે વિચાર્યું હતું. પરંતુ કોચિંગ ક્લાસની ફી અહમદે માટે ભરવા માટે ભારે મુશ્કેલ હતી. ત્યારે કોચિંગ ક્લાસના સરે અહમદને અડધી ફી માફ કરી દીધી હતી. અહમદના ક્લાસમાં ઘણા લોક્કો તો એવા હતા કે 2થી 3 વાર પરીક્ષા આપી ચુક્યા હતા. અહમદ પાસે મટીરીયલ લેવાના પૈસા ના હતા. ત્યારે તે બીજાની ફોટોકોપી કરીને વાંચ્યું હતું.પૈસાના અભાવના કારણે અહમદ એક વડાપાઉં થી દિવસ કાઢી નાખતો હતો. આ રીતે યુપીએસની પ્રારંભિક પરીક્ષા પાસ કરી લીધી હતી.
અહમદે કહ્યું હતું કે તેને ઈન્ટરવ્યુમાં મુસ્લિમ યુવાઓને કટ્ટરવાદી સંગઠનને લઈને સવાલ પૂછવામાં આવ્યું હતું। તો તો બીજો પ્રશ્નએ પૂછવામાં આવ્યો હતો કે, તે શિયા છે કે સુન્ની ત્યારે તેના જવાબમાં અહમદે કહ્યું હતું કે, સૌથી પહેલા તો હું ભારતીય છું. આ રીતે અહમદે 21 વર્ષની ઉંમરમાં પહેલી જ વારમાં આઈએએસ બની ગયો હતો.
આઈએએસ અંસારે જણાવ્યું હતું કે, મેં 2015માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. જેમાં મારો 371મોં નંબર હાંસિલ કર્યો હતો.
હાલ આંસિર પશ્ચિમ બંગાળની સરકારમાં ઓએસડી અધિકારી તરીકે કામ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks