અભિનેતા રાહુલ બોઝ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને ચર્ચાઓમાં આવી ગયા છે. તેમને એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમને જણાવ્યું હતું કે એક ફાઈવસ્ટાર હોટલમાં તેમને માત્ર 2 કેળા માટે 442 રૂપિયા ચૂકવવા પડયા. રાહુલ બોઝે આ વીડિયોમાં માત્ર 2 કેળા માટે આટલી કિંમત વસૂલવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે 2 કેળા પર 67.50 રૂપિયાનો જીએસટી વસૂલવા પર આ હોટલે 25,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

જાણકારી અનુસાર, રાહુલ બોઝને માત્ર 2 કેળા માટે 442 રૂપિયાનું બિલ આપવાવાળી હોટલ JW Marriott પર 25 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે. ચંદીગઢના એકસાઇઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટે સીજીએસટીની ધારા 11 ના ઉલ્લંધન માટે હોટલને જવાબદાર ગણી છે. રાહુલ બોઝે ગયા અઠવાડિયે ટ્વીટ કરી હતી, એ પછી આ પગલું ભરવામાં આવ્યું છે.

રાહુલ બોઝ આજકાલ ચંદીગઢમાં પોતાની વેબસીરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે તેઓ JW Marriott માં રોકાયા હતા અને તેમને ૨ કેળા મંગાવ્યા હતા, જેની જીએસટી સહિતનું બિલ 442.50 નું આપવામાં આવ્યું હતું. એના પર નારાજગી વ્યક્ત કરતા રાહુલ બોઝે ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો હતો અને લખ્યું હતું – ‘તમારે વિશ્વાસ કરીને આ જોવું પડશે. કોણ કહે છે કે તમારા અસ્તિત્વ માટે ફળ હાનિકારક નથી? જેડબ્લ્યુ મેરિયટના લોકોને પૂછો.’
You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB
— Rahul Bose (@RahulBose1) July 22, 2019
જો કે અને પર રાહુલ બોઝે જ નહીં પણ ઘણા સોશિયલ મીડિયા યુઝરે બે કેળા માટે આટલા પૈસા વસૂલવા પર સવાલ ઉભા રાક્યા હતા. એક યુઝરે કહ્યું કે આ તો ખુલ્લેઆમ લૂંટ છે, તો બીજા યુઝરે કહ્યું કે આ તો હાસ્યાસ્પદ છે. ત્યારે એક યુઝરે લખ્યું કે અમે તો મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન પણ ઘણા મોંઘા ખરીદીએ છીએ.

એન્ટ્રલ જીએસટી અંતર્ગત 12,500 રૂપિયાનો દંડ અને કેન્દ્રશાસિત જીએસટી અંતર્ગત 12,500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks