હેલ્થ

શું તમે પણ કબજિયાતથી પરેશાન છો ? તો અપનાવો આ ઉપાય

કબજિયાતથી છુટકારો મેળવવા માટે ઘણી સાથે કરો ગરમ પાણીનું સેવન

આજે લોકો આખો દિવસ બેસી રહે છે તો બહારનું જંક ફૂડ પણ ખાઈ છે. આ કારણે ઘણી બીમારીનો શિકાર બની શકાય છે. જેમાં એક બીમારી કબજિયાતની પણ છે. કબજિયાતને કારણે આખો દિવસ શરીરમાં સુસ્તી લાગે છે. જે લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હોય તે માટે ઘરગથ્થુ ઉપચાર લઈને આવ્યા છીએ. જે ઉપાય કરવાથી થોડા જ સમયમાં તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળશે.

Image source

આયુર્વેદનના સુવર્ણ પુસ્તકમાં કબજિયાત માટે ઘી અને ગરમ પાણી રામબાણ ઈલાજ  બતાવ્યો છે. ઘી વિષે આપણી માન્યતા કંઈક અલગ જ છે. આપણે ઘીના લાભ મેળવવા માટે તેના સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. ઘીને એક બાયટ્રીક એસિડનો એક સ્ત્રોત માનવામાં આવે છે.

ઘણા વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ, ઘીના સેવનથી કબજિયાતમાં રાહત મળે છે. ઘણી સેવનથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને મળને બહાર નીકળવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ પેટ દર્દ અને કબજિયાત જેવા લક્ષણને દૂર કરે છે. ઘીના અન્ય લાભ પણ છે જેમકે હાડકા મજબૂત કરવા,ઊંઘ આવવી, વજન ઓછું કરવું.

Image source

એક ડોકટરના જણાવ્યા અનુસાર, દરરોજ સવારે 200 મિલી ગરમ પાણીમાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવું જોઈએ. આ પરિણામ માટે આ સેવન ખાલી પેટે કરવું જોઈએ.”સખત કોષો કબજિયાતનું કારણ બને છે, જે પાચન ક્રિયા અને આંતરડાને રફ અને સખત બનાવે છે. આ સ્થિતિમાં ઘી જેવા સુપરફૂડ સાથે ગરમ પાણીનું સેવન કરવાથી આપણી પાચક શક્તિ નરમ પડે છે અને શરીરમાંથી કચરો દૂર કરવામાં મદદ મળે છે.

ઘીનોકબજિયાત માટે એક સારો,સટીક અને ઘરગથ્થુ ઉપચાર છે.