ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જે સમયની સાથે ખતમ તો થઇ ગયા પણ તેની અસર આજ સુધી રહી છે અને ચર્ચાનો વિષય બનેલી રહે છે. આવું જ કંઈક વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય એન મનીષ કોઈરાલા વચ્ચે બનેલું છે.તે સમયે બંન્ને વચ્ચે એવી ઘટના બની કે બંને વચ્ચે ખુબ મોટો ઝઘડો થઇ ગયો અને આજે એ વાતના 24 વર્ષ થઇ ચુક્યા છે છતાં પણ એકબીજા સાથે કટ્ટર દુશ્મની અને અબોલા છે.
વાત તે સમયની કરીએ તો ત્યારે ઐશ અને સલમાન ખાનના અફેરની ચર્ચાઓ ખુબ ચાલી હતી, જો કે આજે પણ થાય જ છે. જો કે ખુબ ઓછા લોકો જાણતા હશે કે સલમાનના પહેલા ઐશ્વર્યાનું નામ મૉડેલ રાજીવ મૂલચંદાની સાથે જોડાયું હતું, રાજીવ તે જ વ્યક્તિ છે જે મનીષા કોઈરાલાનો પણ બોયફ્રેન્ડ રહી ચુક્યો છે.
90 ના દશકમાં રાજીવ એક સફળ મૉડલમાંના એક હતા, કારકિર્દીની શરૂઆતના દિવસોમાં રાજીવ ઐશનો પ્રેમ બનીને આવ્યો હતો. કહેવામાં આવતું હતું કે બંન્નેના અફેરની શરૂઆત મોડેલિંગના સમયે જ થઇ હતી.તે સમયે ઐશથી લઈને મનીષા સુધીની ઘણી અભિનેત્રીઓ તેની ગર્લફ્રેન્ડ રહી ચુકી હતી.
એક ઇન્ટરવ્યૂમાં મનીષાએ કહ્યું હતું કે મોડેલિંગના માટે માટે રાજીવે ઐશને છોડીને મને પસંદ કરી હતી, જે ઐશ માટે અપમાન જનક વાત હતી કેમ કે ઐશ કારકિર્દીની શરૂઆત કરી રહી હતી.
આ બાબત વિષે એક ઇન્ટરવ્યૂમાં ઐશે કહ્યું હતું કે, “હું રાજીવ અને મનીષાની લવસ્ટોરીનો હિસ્સો નથી. મારુ બે મહિનામાં જ રાજીવ સાથે બ્રેકઅપ થઇ ગયું હતું, અને ત્યારે મનીષા કોઈ અન્ય વ્યક્તિ સાથે હતી. જો કે મનીષા દરેક બે મહિનામાં નવો બૉયફ્રેન્ડ બનાવે છે”.
ઐશે આગળ કહ્યું કે,”જો તેનું બ્રેકઅપ મારા લીધે થયું છે તો તે એક જ વારમાં બધી વાત કેમ નથી જણાવતી, શા માટે અમુક મહિનામાં આ વાત પર નવો એન્ગલ લઈને આવે છે. બ્રેકઅપના ચાર વર્ષ પછી પણ તે આ મુદ્દો ઉઠાવી રહી છે. તેનું રિલેશન તૂટ્યું ન હતું, કારણ તો કંઈક બીજું જ હશે. મનીષાએ રેખા અને શ્રીદેવી જેવી દમદાર અભિનેત્રીઓની કદર ન કરી તો હું શું ચીજ છું, છતાં પણ હું ઇચ્છુ છું કે તે ખુશ રહે અને તેની લાઈફ સેટલ થઇ જાય”.
આ વાતને લીધે તે સમયે બંન્ને વચ્ચે તકરાર આવી ગઈ હતી અને તેના 25 વર્ષ થઇ ચુક્યા છે છતાં પણ આજે બંને આ વાતને ભૂલી નથી અને એકબીજાની કટ્ટર દુશમન છે. ઐશે આપેલું આ ઇન્ટરવ્યૂ વર્ષ 1999નું છે, જે આજે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતું રહે છે.