અમદાવાદ કર્ણ હોસ્પિટલમાં એક હત્યા છુપાવવા બીજી હત્યા કરી, ધૂર્જવી દેનારી છે આખી ઘટના, આના પર તો ફિલ્મ બનાવવી જોઈએ

અમદાવાદ કર્ણ હોસ્પિટલના સ્ટાફના આ વ્યક્તિએ કહ્યું, 30 હજારનું ઓપરેશન 5 હજારમાં કરીશ અને ધડાધડ માં દીકરીની કરી હત્યા

અમદાવાદના મણિનગર પાસે આવેલા ભુલાભાઇ પાર્કમાં આવેલી કર્ણ હોસ્પિટલમાં ગઈકાલે એક મા-દીકરીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેના બાદ પોલીસ પણ તાત્કાલિક દોડતી થઇ ગઈ. હોસ્પિટલના ઓરપેશન થિયેટરના કબાટમાંથી 30 વર્ષીય પરણિતા ભારતી વાળાની લાશ મળી તો હોસ્પિટલના બેડ નીચેથી તેની માતાને લાશ મળી હતી. આ મામલામાં પોલીસે હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે.

હવે આ હત્યાને લઈને હાલ એક ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે, દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે હોસ્પિટલમાં કામ કરતો મનસુખે 30 હજારનું ઓપરેશન 5 હજારમાં કરી આપવાની લાલચ આપીને યુવતી અને તેની માતાને હોસ્પિટલ ચાલુ થવાના એક કલાક પહેલા હોસ્પિટલમાં બોલાવ્યા હતા. જેના બાદ યુવતીને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપતા તેનું તડપી તડપીને મોત થયું હતું અને આ મોત જાહેર ના થાય તે માટે તેને માતાને પણ મોતને ઘાટ ઉતારી દીધી.

દિવ્ય ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે એ પણ સામે આવ્યું છે કે આરોપી મનસુખને દેવું વધી ગયું હતું અને ઉઘરાણી વાળાના સતત ફોન પણ આવી રહ્યા હતા. ત્યારે ભારતીને કાનમાં તકલીફ હતી અને તેને સારવાર માટે કર્ણ હોસ્પિટલમાં વિઝીટ કરી હતી ત્યારે ડોકટરે કદાચ રકમ વધારે કહી હશે અને આ તકનો લાભ લઈને આરોપીએ માતા અને દીકરીને પોતાની લાલચમાં ફસાવી લીધા અને તેમને 5 હજારમાં ઓપરેશન કરવાનું જણાવ્યું. જેના બાદ ઓપરેશન પહેલા જ 3 હજાર ઉછીના પણ લઇ લીધા હતા.

ત્યારે બીજી વાર પણ તે પૈસા લેવા માટે ભારતીની માતા પાસે પહોંચ્યો હતો. ત્યારે ભારતીની માતાએ તેને ઓપરેશન બાદ જ બીજી રકમ આપવાનું જણાવ્યું હતું. મનસુખને દેવું ખુબ જ વધુ ગયું હતું અને તેના કારણે તેને શું કરવું તેની ખબર નહોતી પડી રહી. જેના કારણે ગત બુધવારના રોજ તેને ભારતી અને તેની માતાને ઓપરેશન કરવાનું છે એમ કહીને હોસ્પિટલ ચાલુ થાય એ પહેલા જ બોલાવી લીધા હતા.

મનસુખ રોજ હોસ્પિટલના કેમેરા 9.30 થી 10.30 સુધી બંધ કરી દેતો હતો અને આ સમયે તે હોસ્પિટલ શરૂ થતા પહેલા જે દર્દીઓ સારવાર માટે આવે તેની સારવાર કરીને પૈસા પોતાના ખિસ્સામાં નાખતો હતો. ભારતી અને તેની માતાને પણ તેને 9.30 વાગે જ બોલાવ્યા હતા. જ્યારે તે દવાખાને પહોંચ્યા ત્યારે પહેલાથી જ એક વ્યક્તિનું ઓપરેશન થયેલું હતું. મનસુખે આ દર્દીને દવા છાંટવાનું કામ ચાલે છે એમ કહીને બહાર મોકલી ભારતી અને તેની માતાને અંદર બોલાવ્યા. પોતે ડોક્ટર ના હોવા છતાં પણ તે ઓપરેશન કરવા લાગ્યો. તેને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ભર્યું અને ઓપરેશન થિયેટર પાસે લઈ જઈને ભારતીની માતા સામે જ ઇન્જેક્શન માર્યું.

ત્યારે ભારતીને ઇન્જેક્શનની કોઈ અસર ના થતા તેને બીજો ડોઝ આપ્યો, પરંતુ આ વખતે તે બેભાન થવાના બદલે ડચકા મારવા લાગ્યા અને ખેંચ આવતી હોય તેમ તરફડીયા મારવા લાગી. આ જોઈને ભારતીની માતા ચંપાબેન પણ બેભાન થઇ ગયા. થોડી જ વારમાં ભારતી પણ મૃત્યુ પામી ત્યારે ચંપાબેનને પણ હકીકત જાણ હોય અને તેના આ કામનો ભાંડો ફૂટી જવાના ડરથી તેને ચંપાબેનનું પણ ગળું દબાવીને હત્યા કરી નાખી.  જેના બાદ બંને લાશોને અલગ અલગ ઠેકાણે છુપાવી દેવાનો પ્લાન બનાવ્યો.

હોસ્પિટલ શરૂ થવાનો અને ડોકટરના આવવાનો સમય થયો હોવાના કારણે તેને ભારતીની લાશને ઓપરેશન થિયેટરમાં રાખેલા એક કબાટમાં મૂકી. જ્યાં ગેસનો બોટલ હતો તે બહાર કાઢી નાખ્યો અને કન્સલ્ટિંગ ટેબલની નીચે ચંપાબેનની લાશ મૂકી દીધી. જેના બાદ કોઈને ખબર નહિ પડે તેમ વિચારીને તેને 10.30 કલાકે સીસીટીવી કેમેરા પણ ચાલી કરી દીધા. પરંતુ જયારે ડોક્ટર આવ્યા અને તેમને ગેસનો બોટલ બહાર જોયો અને ચપ્પલ પણ જોયા ત્યારે તેમને કબાટ ખોલ્યું અને અંદરથી ભારતીની લાશ બહાર આવતા જ તેમને પોલીસને જાણ કરતા આખો મામલો સામે આવ્યો.

Niraj Patel