રેલવે ટ્રેક ઉપર ભાગી રહ્યો હતો ઘોડો, અચાનક બંને ટ્રેક ઉપર આવી ગઈ ટ્રેન, પછી ઘોડાએ એવી ચાલાકી વાપરીને જીવ બચાવ્યો કે તમે પણ જોતા જ રહી જશો

ઘણા લોકો એવા હોય છે કે જેમનામાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને કોઈપણ કામ ખુબ જ સાહસ દ્વારા કરતા પણ હોય છે. હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વરયલ થઇ રહ્યો છે તે તમને જણાવશે કે તમારી જાત પર વિશ્વાસ રાખવો કેટલો જરૂરી છે.

સમય ભલે ગમે તેટલો મુશ્કેલ હોય, પરંતુ જો તમને તમારામાં વિશ્વાસ હોય તો તમે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો છો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં બે ટ્રેનો વચ્ચે દોડતા આ ઘોડાને જોઈને અહીં એક પાઠ શીખવા જેવો છે. આપણે જીવનમાં ઘણા કારણોસર હતાશ થઈએ છીએ. જીવનની ગૂંચવણોથી કંટાળીને આપણે પ્રયાસ કરવાનું છોડી દઈએ છીએ અને અહીં અને ત્યાં દોડીએ છીએ. પરંતુ આજે તમે સમજી શકશો કે જીવનમાં આશાનું કિરણ કેટલું મહત્વનું છે.

સોશિયલ મીડિયા પર ઘોડાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બે ટ્રેનો વચ્ચે ઘોડો દોડતો જોવા મળે છે. બંને ટ્રેનો વિરુદ્ધ દિશામાં દોડી રહી હતી અને ટ્રેનોના ગેપમાં ઘોડો દોડી રહ્યો છે. જેવી ટ્રેન આગળ વધી છે કે તરત જ ઘોડો યોગ્ય સમયે દોડીને ટ્રેકની બીજી બાજુ ચાલ્યો જાય છે. ટ્રેનમાં બેઠેલા એક વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.

આ વીડિયો IPS દીપાંશુ કાબરાએ શેર કર્યો છે. આ સાથે જ તેમને કેપશનમાં કેકહ્યું છે કે ઘોડો 2 ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો, તેને દોડવું ખબર હતી, રસ્તો બદલ્યા વિના દોડતો રહ્યો અને આખરે બહાર આવ્યો, નાના વિડિયોમાં જાણે જીવનનો બોધપાઠ હોય, અટવાઈને વિચલિત ન થાઓ. મુશ્કેલીઓમાં ફક્ત તમારા પર વિશ્વાસ કરો. આગળ વધતા રહો.”

Niraj Patel