મનોરંજન

BREAKING NEWS: દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર પછી વધુ એક સેલિબ્રિટીનું થયું નિધન, જાણો વિગત

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક નિધન : ફેન્સમાં અરેરાટી ફેલાઈ ગઈ- જાણો વિગત

મનોરંજન જગતથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન બાદથી જ પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાયેલી છે. આ દરમિયાન હવે વધુ એક દુખદ ખબર સામે આવી રહી છે. હાલમાં જ હોરર ફિલ્મોના બાદશાહ કહેવાતા રામસે બ્રધર્સની ટીમમાંથી કુમાર રામસેનું ગુરુવારના રોજ હ્રદય રોગના હુમલાને કારણે નિધન થયુ છે.

80 અને 90ના દાયકામાં હોરર ફિલ્મોના સરતાજ કહેવાતા રામસે બ્રધર્સમાંના એકનું નિધન થઇ ગયુ છે. કુમાર રામસે 85 વર્ષના હતા. હવે સોશિયલ મીડિયા પર તેમના નિધનની ખબર આવતા જ શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે.

રામસે બ્રધર્સની બાયોગ્રાફીDon’t Disturb The Dead- The Story Of the Ramsay Brothers અનુસાર, તેમનો પરિવાર વર્ષ 1947માં પાર્ટિશન બાદ મુંબઇ આવી ગયો હતો. અહીં આવી રામસે બંધુઓના પિતાએ મુબઇમાં પહેલા ઇલેક્ટ્રોનિકની દુકાન ખોલી હતી. પરંતુ હિંદી સિનેમાના ગ્લેમરે તેમને ખેંચી લીધા. તે બાદ 7 ભાઇઓએ તેમના પિતાના કદમથી કદમ મળાવીને ફિલ્મો બનાવવાનું કામ શરૂ કર્યુ હતુ.

કુમારના પરિવારમાં તેમની પત્ની શીલા અને 3 દીકરા રાજ, ગોપાલ અને સુનીલ છે. તેમના દીકરા ગોપાલે કહ્યુ કે, આજે સવારે 5 વાગ્યે તેમનું હાર્ટ એટેકના કારણે મોત થયુ. તેમના અંતિમ સંસ્કાર 12 વાગ્યા આસપાસ કરવામાં આવશે.