અમિતાભ બચ્ચન 77મોં જન્મદિવસ મનાવી રહ્યા છે. બિગ બીએ તેની જિંદગીમાં ઘણી વાર મોતને હાથતાળી આપી છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ઘણી વાર મોત સાથે સંઘર્ષ કર્યો છે. પરંતુ દર વખતે તે મોતને હાથતાળી આપીને પાછા ફરે છે.

પેટમાં ભયંકર દર્દ
વર્ષ 2005,2008 અને 2011માં અમિતાભના પેટના દર્દના કારણે હેરાન થયા હતા. તે માટે તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘણા દિવસો બાદ તે ઘરે પરત ફર્યા હતા.

જયારે હાથમાં ફટાકડો ફૂટ્યો
એક વાર બિગ-બી દિલ્લીના ઘર પાસે દિવાળીના દિવસે એવી રીતે ફટાકડા ફોડયાકે તેની ડાબી હથેળી આખી દાઝી ગઈ હતી. ત્યારબાદ તેને ફિલ્મ ‘શરાબી’ના શૂટિંગમાં તેનો હાથ તેને ખિસ્સામાં જ રાખ્યો હતો. જયારે તેને જરૂર પડી ત્યારે તેને હાથમાં સફેદ રૂમ બાંધી રાખ્યો હતો. પરંતુ ત્યારબાદ આ પણ એક સ્ટાઈલ આઇકન બની ગયા હતા.

ફિલ્મ ‘કુલી’
બેંગ્લોરમાં ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન સ્ટાર પુનિત ઈસ્સર સાથે ફાઇટિંગ સીનમાં અચાનક જ બીગબીને ગંભીર ઇજા થઇ હતી. આ દુર્ઘટનાને કારણે સ્પાઈનલ રેપ્ચરનો શિકાર બની ગયા હતા. તેને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે બિગ-બીનો 15 મિનિટ સુધી શ્વાસ રોકાઈ ગયો હતો. પરંતુ ચમત્કાર થતા ફરી શ્વાસ ચાલવા લાગ્યો હતો. તેને દુર્ઘટનાથી નવી જિંદગી મળી હતી. તે વર્ષે આખા ભારતમાં બિગ-બીની જિંદગી માટે દુઆ કરવામાં આવતી હતી.

માઇસ્થેનિયા ગ્રેવિસના ઝપટામાં
‘કુલી’ની દુર્ઘટના બાદ અમિતાભ લગાતાર બીમાર રહેતા હતા. આ દરમિયાન તેને એટલો વધારે દવા ખાધી હતી કે, તેને ન્યુરોમસ્કુલર એલિમેન્ટની બીમારી થઇ ગઈ હતી. જેને માઇસ્થેનિયા ગ્રેવિસ કહેવામાં આવે છે. આ બીમારી દુનિયામાં ગણ્યા-ગાંઠ્યા લોકોને જ થાય છે. આ બીમારીમાં માણસ સરખી રીતે ઉભો પણ નથી થઇ શકતો. તે સમયે જ તેને નિર્ણય લઇ લીધો હતો કે, તે હવે ફિલ્મોમાં કામ નહીં કરે. ત્યારબાદ તે દોસ્ત ટીનુ આનંદની જીદ પર ‘સહનશાહ’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.