જ્યોતિષ શાસ્ત્ર

જાણો, સંવત 2076નું બધી રાશિઓનું રાશિફળ, વર્ષ દરમિયાન કંઈ રાશિને થશે ફાયદો અને કંઈ રાશિને થશે તકલીફ

2076 સંવતની શરૂઆત થઇ છે ત્યારે આજે અમે તમને જણાવીશું કે, વર્ષ દરમિયાન તમારે કંઈ તકલીફોનો સામનો કરવો પડશે અથવા તો શેનાથી તમને ફાયદો થશે. તમે ક્યાં ક્ષેત્રમાં આગળ વધશો અથવા ક્યાં ક્ષેત્રમાં તમારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આવો જાણીએ બધી રાશિઓ વિષે: મેષ રાશિ:
આ રાશિનો સ્વામી મંગલ છે. જેનાથી સ્વગુહી એન ગુરુની અનુકૂળ દ્રષ્ટિના કારણે આ રાશિના જાતકોને વર્ષના પ્રારંભમાં સ્વાસ્થ્ય લાભ અને માન-સન્માનમાં વૃદ્ધિ પ્રાપ્ત થશે. આ રાશિ વાળા માટે આ વર્ષ આર્થિક રૂપથી બહુ જ સારું રહેશે. કરિયર સંબંધિત ક્ષેત્રોમાં તરક્કી યોગ છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં તમારે વિવિધ સ્તર પર ઉચ્ચ કામગીરી થશે. દાંમ્પત્ય જીવનમાં સંતાન સુખની સુખાનુંભુતી યોગ બની રહે છે. વર્ષના વચ્ચેના સમયે નાની-મોટી આર્થિક પરેશાનીઓ થઇ શકે છે. આ રાશિના જાતકો માટે તબિયત અને માનસિક શાન્તિની સમસ્યાની આશંકા છે. આ વર્ષ તમારા ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ વર્ષ તમારા માટે સામાન્ય રહેશે.

વૃષભ રાશિ:
આ રાશિનો સ્વામી શુક્ર છે. જે સ્વગૃહી દ્રષ્ટ હોવાને અકારણ આ રાશિના જાતકો પ્રારંભિક વર્ષમાં શુભ પ્રદ થશે. આ રાશિના લોકોને વર્ષ દરમિયાન તબિયત સારી રહેશે. આ રાશિના લોકો શનિ મિત્ર થવાને કારણે જમીન- જાયદાદમાં લાભની સ્થિતિ વધારે મજબૂત થશે. આ વર્ષ વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ વર્ષ તમે ખુદને આધ્યાત્મની તરફ લઇ જશો. તમને વૃદ્ધોના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ વર્ષ આ રાશિના લોકોને સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે. આ રાશિના લોકોને સપ્ટેમ્બર અથવા વર્ષના અંતમાં રાશિના જાતકોને ધન, કેરિયર અને સ્વાસ્થ્ય સંબંધિત ઉતાર-ચઢાવ જોવા મળશે.

મિથુન રાશિ:
આ રાશિના જાતકો માત્રે નવું વરહ અનુકૂળ અવસર પ્રદાન કરનારું રહેશે. પરંતુ પૈસાના મામલે પ્રયાસોનો વધારે તેજ કરવા પડશે. બુધની સ્થિતિને કારણે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નાની-નાની પરેશાનીઓ થશે. વર્ષના મધ્યમાં શારીરિક પીડા થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણા વિરોધીઓને કારણે પરેશાનીઓ થઇ શકે છે. આ વર્ષ તમારા જીવનસાથીનો ખ્યાલ રાખો કારણકે તબિયત ખરાબ થઇ શકે છે. ઓફિસના નાની બાબતે ઝઘડો થઇ શકે છે. તેથી જેટલું બને તેટલું ખુદને શાંત રાખવાનો પ્રયાસ કરો. આ વર્ષ સંતાનની શિક્ષા અને સ્વાસ્થ્ય તમને ચિંતામાં નાખી શકે છે. આ વર્ષ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેન આ પર ઊંડા વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે.

કર્ક રાશિ:
આ રાશિના જાતકો માટે વર્ષના પ્રથમ ચરણમાં આજીવિકાના સાધનોમાં વધારો થવાની સ્થિતિ રહેશે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં વેપાર-ધંધામાં ફાયદો થશે. આ રાશિના લોકોને વેપાર, સ્વાસ્થ્ય, શિક્ષા, કેરિયરનો લાભ વિદેશ યાત્રાનો લાભ મળશે. આ રાશિના લોકોએ વિદેશ યાત્રા અથવા લાંબી યાત્રા દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે કારણકે કોઈ પણ સમયે કોઈ પણ દુર્ઘટના થઇ શકે છે. આ રાશિના જે લોકો લગ્ન યોગ્ય છે તે વર્ષ લગ્નગ્રંથીથી બંધાઈ શકે છે. વર્ષના મધ્ય ભાગમાં આ રાશિના જાતકોને રોજી-રોટીના ક્ષેત્રોમાં આંશિક સફળતા પ્રાપ્ત થશે. વર્ષના અંતિમ ચરણમાં તાલમેલનો અભાવ જોવા મળશે. આ વર્ષ ઘણા મામલે તમારી માટે સારું રહેશે. છતાં પર બધા નિર્ણય સમજી વિચારીએ લેવા જોઈએ.

સિંહ રાશિ:
આ રાશિના લોકો ઘણા મામલે શુભ્રપદ રહેશે. વર્ષની શરૂઆતમાં જાતકોની તબિયતમાં સુધારો જોવા મળશે. આ વર્ષ આ રાશિના લોકો રોકાયેલા કાર્ય અથવા વેપારની યોજનાને પુનઃ શરૂ કરવામાં મદદે કરશે. જીવનનિર્વાહ સાધનોને ઉન્નત કરવા માટે સફળતા મળશે. સંબધિત ક્ષેત્રમાં ઉન્નતિ થશે. આ વર્ષના મધ્ય ભાગમાં પિતૃ પક્ષના મધ્ય તનાવમાં માનસિક શાંતિ ઉભરવાની સંભાવના છે, વર્ષના અંતિમ ભાગમાં આ રાશિના જાતકોને રાહુ શનિ તથા મંગળના સંબંધિત ગોચરોને કારણે મિશ્રિત ફળ જેવા કે, સ્વાસ્થ્ય ખરાબ, અદાલતી મામલોની ભાગદોડ સમ્માનની હાનિ તો બીજી તરફ વૃદ્ધિ જેવા ફળ પર પ્રાપ્ત થશે.

કન્યા રાશિ:
આ રાશિના જાતકો માટે વર્ષના પ્રારંભમાં કાર્ય -વ્યવસાય અને સંબંધિત કક્ષેત્રમાં મિશ્રિત ફળ દેનારી સાબિત થશે. આ રાશિના લોકોને સંતાન પક્ષની ખુશહાલીના સમાચાર પ્રાપ્ત થશે. બીજા ક્ષેત્રોમાં સફળતા મળશે. આજીવિકાના સાધનોમાં ઉન્નિત કઠિન પ્રયાસો બાદ થશે. આ રાશિના લોકોને કલા, શિક્ષા, ફિલ્મ નિર્માણના કાર્યો ઉત્પન્ન સંબંધિત કાર્યમાં નાની-નાની તકલીફ આવી શકે છે. આ રાશિના લોકોનું આ વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિના લોકોએ નિકટના વ્યક્તિઓથી અચાનક જ વિરોધ થશે. આ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયથી જોડાયેલા લોકોને કામને કારણે બહાર જવાની શક્યતા છે.આ વર્ષ તમારા દુશમ્નો વધી શકે છે. આ વર્ષ તમે જેટલું કામ કરશો તેના મુજબ તમને પૈસા નહિ મળે. વર્ષના મધ્ય ભાગમાં તમારી તબિયત ખરાબ થઇ શકે છે. આ રાશિના લોકો તેના જીવનસાથી સાથે વાળ-વિવાદથી બચવું જોઈએ.

તુલા રાશિ:
આ રાશિના લોકો માટે નવું વર્ષ આજીવિકા માટે સંબંધિત ક્ષેત્રોમાં લાભ દેવાવાળું સાબિત થશે. આ રાશિના લોકો દલાલી, ઉત્પાદન કાનૂની કાર્યમાં લાભદાયીક થશે. વર્ષના મધ્યમાં સ્વજનસાથે રકઝક થશે. આ રાશિના લોકોને અચાનકે જ લાંબી યાત્રામાં જવાની શક્યતા છે.આ વર્ષ આ રાશિના જાતકો માટે શુભ રહેશે. આ રાશિના લોકોને આ વર્ષમાં પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે. વર્ષના મધ્ય ભાગમાં થોડી તકલીફોનો સામનો કરવો પડશે. આ વર્ષ દરમિયાન કોઈ પણ લેન-દેણમાં સાવધાની રાખવી પડશે નહીં તો નુકસાન થશે. આ રાશિના લોકોને વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી જોઈએ. આ વર્ષે તમારા જુના મિત્ર સાથે મુલાકાટ થઇ શકે છે. આ વર્ષ આ રાશિના લોકો માટે વૈવાહિક જીવન સારું રહેશે.

વૃષિક રાશિ:
આ રાશિના લોકો માટે નવું વર્ષ ભૂલો સુધારનારું સાબિત થશે. આ રાશિના લોકોને કેરિયર અને વ્યવસાય સંબંધિત ક્ષેત્ર ઈચ્છીત પ્રગતિ થશે. આ રાશિના લોકોને શનિની સાડાસાતીના પ્રભાવને કારણે દિવસમાં નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડશે. આ રાશિના લોકોને કામ ધંધાને અકરને ભાગદોડ વધી જશે. આ રાશિના લોકોને સામાજિક જીવન અને કાર્યક્ષેત્રનીપ્રતિષ્ઠામાં લાભ થશે. વર્ષના અંતમાં આ રાશિના જાતકો ધન, બળ, વિવેકન વૃદ્ધિ થશે. આ રાશિના લોકો પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકશે સાથે જ તેને વારસાઈ સંપત્તિનો પણ લાભ લઇ શકે છે. સ્વાસ્થ્યની રીતે આ રાશિના જાતકોનું વર્ષ સારું રહેશે. આ વર્ષ આ રાશિના જાતકો માટે વૈવાહિક જીવનમાં ખુશી આવશે.

ધન રાશિ: 
આ રાશિના જાતકો માટે આ વર્ષના પ્રારંભમાં સંબંધિત કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થશે. આ રાશિના લોકો રોકાયેલી યોજનાને ફરી ચાલુ કરશે. આ રાશિના લોકો કલા, સાહિત્ય, ફિલ્મ, નિર્માણ, ઉદ્યોગ, ઉત્પાદન અને પ્રબંધનના સંબંધિત કાર્યમાં ગરિમાની વૃદ્ધિના યોગ છે. આ રાશિના લોકોની સંતાન પક્ષની ઉન્નિત થશે, સ્વાસ્થ્યને સારી રાખવા માટે મદદરૂપ થશે. વર્ષ દરમિયાન શનિની સાડા સાતી પનોતી માટે નાની-મોટી પરેશાનીઓનો સામનો કરવો પડશે. આ રાશિના લોકોને આજીવિકા વધારવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડે એમ છે, આ રાશિના જાતકોને વિરોધીઓને પરેશાનીઓને સામનો કરવો પડે એમ છે.

મકર રાશિ : 
આ રાશિના લોકો શરૂઆતના દિવસોમાં તકલીફ ભર્યા રહેશે. આ રાશિના લોકોને કાર્ય અને વેપાર વિસ્તારિત કરવાનો અવસર મળશે. નોકરીમાં પ્રમોશન અને સન્માન મળશે. આ રાશિના લોકોને કેરિયર વધારવાનો વિશેષ અવસર પ્રાપ્ત થશે. પરંતુ વર્ષના મધ્યમાં સૂર્ય અને શનિનો યોગ હોવાને કારણે સ્વજનો વચ્ચે તણાવની આશંકા રહેશે. મનમાં અશાંત અને ક્રોધની આવૃત્તિ રહેશે. સ્વાસ્થ્યની પીડા રહેશે. આ વર્ષના અંતમાં જાતકોને યોજનાઓને અંતિમ સ્વરૂપ દેવા માટે સંઘર્ષ કરવો પડશે. આ રાશિના લોકોને આ વર્ષ દરમિયાન પ્રેમ સંબંધમાં નારાજગી રહેશે. કેરિયર ક્ષેત્રમાં અચાનક ઉતાર-ચઢાવ આવી શકે છે. આ વર્ષ આ રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિનો યોગ બની શકે છે.

કુંભ રાશિ: 
આ રાશિના જાતકોને 2020નું વર્ષ ઘણા મામલામાં મિશ્રિત ફળ આપનારું છે, પરંતુ શરૂઆતના દિવસોમાં શુભ દ્રષ્ટિ હોવાને કારણે સ્વાસ્થ્ય સારું રહેશે.આ રાશિના લોકોના દાંમ્પત્ય જીવનમાં ખુશહાલી જોવા મળશે. કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રત્રાનો લાભ થશે. આ રાશિના લોકોના કાર્યમાં સરકારી અને નિજી સંસ્થાને મધ્ય સંપર્કના અભાવને પરિણામેં અપેક્ષિત લાભમાં અવરોધ ઉભો થશે. આ રાશિના લોકોને મનમાં અસંતોષ ઉભો થઇ શકે છે. આ રાશિના લોકોને બધી પરિસ્થતિને ઉપરાંત વર્ષના લાભ સુધી લાભ મળશે.

મીન રાશિ: 
આ રાશિના લોકો માટે આવનારું વર્ષ સારા મુકામ વાળું મળશે. આ રાશિના લોકોને સંબંધિત કાર્ય અને વેપાર ક્ષેત્રમાં ઈચ્છીત લાભનો હેતુ એન પ્રતિસપર્ધાનો સામનો કરવો પડે એમ છે. આ રાશિના લોકોને અચાનક જ સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને ફેબ્રુઆરી અને માર્ચ પારિવારિક જીવનમાં સુખ શાંતિ મળશે. આજીવિકાના પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થશે.વર્ષના અંતમાં ગુરુની સ્વગુહી દ્રષ્ટિ માટે શુભફળોઆ વૃદ્ધિ અને યોગ વિદ્યમાન થશે. આ રાશિના લોકોને વિવેકી એન પ્રતિષ્ઠિત લોકો સાથે મિત્રતા થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.