જ્યોતિષ શાસ્ત્ર

ડિસેમ્બર મહિનાનું રાશિફળ: જાણો આ મહિને કોના નસીબ ચમકશે અને કોને ધનલાભ થશે…

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આ મહિનો સારો રહેશે. આ મહિનામાં તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. શારીરિક શ્રમને કારણે તમારે કામ ઉપર પણ ધ્યાન આપવું પડશે. આ મહિને તમારે કરિયર અને ધંધાને સાચવવું પડશે. કોઈ પણ કામ કરતી વખતે તમે વિવેકનો ઉપયોગ કરો. આ મહિને વિરોધીઓથી સાવચેત રહેવાની જરૂર છે. તમારું કામનું આયોજન કોઈ સાથે શેર ના કરો.

18 તારીખ પછી અલગ-અલગ જગ્યાએથી ધનનું આગમન થશે. પરંતુ આવક કરતા ખર્ચ વધુ રહેશે. આ મહિનામાં પિતા અને ભાઈ સાથે કોઈ વિવાદથી બચો. જો તમે કોઈ સાથે પાર્ટનરશીપ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના પર વિચાર કરજો. પરિવારની નાની-મોટી ભૂલ પર ધ્યાન ના આપો નહીં તો મોટો વિવાદ થઇ શકે છે. આ મહિનામાં જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. પ્રેમી પંખીડાએ આ મહિને સાચવીને વાત કરવાની અન્યથા વાત બગડી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આ મહિનો લગાતાર કામ કરવી પડશે મહિનાના અંતમાં સફળતા મળશે. ગ્રહ-ગોચર એ વાત પર ઈશારો કરે છે કે આ મહિનાની શરૂઆતમાં મધ્યમ ફળ પ્રાપ્ત થશે. આ બાદ નસીબ તમારી પર મહેરબાન થશે. નોકરી કરતા લોકોને પ્રમોશનની સાથે નવી જવાબદારી મળી શકે છે. આ મહિના તમને ફક્ત લાભ જ નહીં મળે પરંતુ નવો અવસર મળશે આ સાથે જ તમારા દ્વારા કરવામાં આવેલા કામનું પૂરું ફળ મળશે. આ રાશિના જાતકો જે ધંધો કરે છે તેની ખર્ચ સાથે આવકમાં પણ વધારો થશે. સુખ-સુવિધા પાછળ વધુ ખર્ચ થઇ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા કોઈ જાણકારની સલાહ અચુક લો. અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઇ શકે છે. સ્ત્રીને કોઈ જૂની બીમારી થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોના સપના સાકાર થઇ શકે છે. આ મહિને તમને કોઈ સારા મિત્રો મળી શકે છે. નોકરી કરતા લોકોને સમ્માન સાથે જવાબદારી પણ મળી શકે છે. આવકમાં વધારો થતા ઘરમાં ખુશીનો માહોલ બની શકે છે. ફસાયેલા પૈસા આવી શકે છે. નવો અવસર મળી શકે છે. પરંતુ તેના પર વિચાર કરો. આ મહિનામાં તમારી ઈમ્યુનિટિનું ધ્યાન રાખો. આ મહિને તમને શ્વાસની બીમારી થઇ શકે છે. તમારા સ્વાસ્થ્ય અને ખાવા-પીવા પર ધ્યાન આપો. તમારા પ્રિય વ્યક્તિની ભાવનાઓને અનદેખીના કરો. મહિનાના અંતમાં પત્ની અને પરિવારજન સાથે પ્રવાસ પર જઈ શકો છો.

4. કર્ક – ડ, હ (Cancer):
આ મહિનામાં તમે લગન અને પરિશ્રમનું ફળ પ્રાપ્ત થશે. સફળતા માટે કોઈ પણ પ્રકારના ઉપાયના અજમાવો. તમારી દિન ચર્યા સારી રહેશે તો તો તમારે કાર્યક્ષેત્રની સાથે- સાથે પારિવારિક જીવનમાં પણ સુખ અનુભવ થશે. મહિનાની શરૂઆતમાં ધંધામાં નફો મળી શકે છે. તહેવારની સીઝનમાં લાભ થવાની શક્યતા છે. આ મહિને કરવામાં આવેલા રોકાણમાં ભવિષ્યમાં સારો લાભ મળવાની સંભાવના છે. આ મહિને તમારે કોઈ જૂની બીમારીને લઈને દવા ચાલુ હોય તો સમય પર દવા લો અને ચેકઅપ કરાવો. થોડી લાપરવાહીના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ સહન કરવી પડશે. આ મહિનામાં ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઇ શકે છે. આ મહિનામાં કોઈથી વધુ અપેક્ષા રાખવાને કારણે ઉપેક્ષાનો શિકાર બની શકો છો.

5. સિંહ – મ, ટ (Lio):
આ મહિનામાં વિદેશ સંબંધિત કાર્ય થઇ શકે છે. મીડિયા, કમ્યુનિકેશન અને માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આ મહિને નવા કામના દ્વાર ખુલી શકે છે. કરિયરમાં મનગમતી સફળતા મળી શકે છે. લાંબા સમયથી મંદીનો સામનો કરતા વેપારી આ મહિને લાભ મેળવી શકે છે. કયાંકથી અટકેલા પૈસા મળી શકે છે. દિલની સાથે-સાથે મગજનો પણ પૂરો ઉપયોગ કરો નહિતર તમને પરેશાની થઇ શકે છે. આ મહિનામાં તમારે પૈસાથી સંબંધિત સમસ્યા દૂર થશે. કોઈની સામે તમારી તકલીફ રજૂ ના થવા દો અન્યથા લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યેની લાપરવાહીથી તમને તકલીફ પડી શકે છે. સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાને અનદેખીના કરો. મહિલાઓને હાડકાના રોગથી સંબંધિત બીમારી થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આ મહિને આશંકાના વાદળો ઉડી જશે. આ મહિને આર્થિક, શારીરિક અને માનસિક સ્થિતિમાં ઉન્નતિ થશે. તમારી મહેનત અને ઈમાનદારીનું પૂરું ફળ મળશે. આર્થિક રીતે તમે મજબૂત રહેશો. વેપારી વર્ગને ધંધા માટે નવો મોકો મળશે. ઘર-પરિવારમાં સમસ્યામાં વધારો થશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે. સારા મિત્રો અને પરિવારજનોની સલાહને બિલકુલ નજર અંદાજ ના કરો. વૈવાહિક જીવનમાં કોઈપણ શંકા અને મતભેદ ના થાય તેનું ધ્યાન રાખો. દાંમ્પત્ય જીવનને મધુર બનાવવા માટે પરિવાર સાથે સમય વિતાવો. પ્રેમી પંખીડાને આ મહિને તકલીફ પડી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે કોઈ વસ્તુને લઈને વાદ-વિવાદ થઇ શકે છે. આ મહિનામાં તમે કોઈ પણ સ્થિતિમાંથી બહાર નીકળવામાં કામયાબ રહેશો. તહેવારની સીઝનમાં આવક અને ખર્ચના કારણે આગળના દેણું અથવા કોઈ પણ પ્રકારની લોનને લઈને ચિંતા થઇ શકે છે. આ મહિને તમારે ગુપ્ત શત્રુઓ અને વિરોધીઓથી સતર્ક રહેવાની જરૂર છે. બીજાના ભરોસે કામ છોડવા પર તકલીફનો સામનો કરવો પડે છે. આ મહિને કોઈ પણ પેપર પર સમજી વિચારીને સાઈન કરો. કોઈ પણ પરિસ્થતિમાં સંબંધની મર્યાદા ના ભૂલો. પરિવારમાં બધાનો સાથ લઈને ચાલો જેથી પ્રોપટીથી જોડાયેલા મામલાની તકલીફ દૂર થઇ શકે. ઋતુ બદલવાને કારણે કોઈ જૂની બીમારી થઇ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને બિલકુલ નજર અંદાજ ના કરો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ મહિને તમે પેલા કરેલી મહેનતનું ફળ મળી શકે છે. આ મહિને તમને કાર્ય ક્ષેત્રમાં પદની પ્રાપ્તિ થશે. ગમતી નોકરી મળવાને કારણે ઘરમાં ખુશી આવશે. પરીક્ષા-સ્પર્ધામાં બાળકોને સફળતા મળશે. પરિવાર સાથે નાની યાત્રા પર જઈ શકો છો. ખોટા લોકોની સંગત અને કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહો નહીં તો પરેશાની થઇ શકે છે. બદલાતી ઋતુના કારણે જમવામાં ખાસ ધ્યાન રાખો. જે લોકો અપિરણીત છે તે લોકોને ગમતા લાઈફ પાર્ટનર મળશે. દામ્પત્ય જીવન સારું રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો આ મહિને બધી તકલીફનો સામનો કરી શકશે. તમારા લક્ષ્ય પર ફોક્સ કરવા માટે ભાગ્યનો પૂરો સાથ મળશે. આ મહિને કામકાજને લઇને લાંબી યાત્રાએ જવું પડી શકે છે. વેપારી દ્વારા નવા કામમાં ધન રોકાણ કરવાથી મોટો લાભ થશે. મહિનામાં મધ્યમાં કોઈ જુના મિત્ર અને શુભચિંતક સાથે મુલાકાત થશે. જેની મદદથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ કોઈ ચિંતાને લઈને મન અશાંત રહેશે. મહિનાના અંતિમ અઠવાડિયામાં જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

10. મકર – જ, ખ (Capricorn):
આ મહિને આ રાશિના જાતકોને બહુ સતર્ક રેહવાની જરૂર છે. બહુ જરૂરી હોય તો જ યાત્રા કરવાનું વિચારો. આ મહિનામાં તમે વિરોધીઓના ષડ્યંત્રનો શિકાર બની શકો છો. કોઈ ઉપર આંધળો વિશ્વાસના કરો. તહેવારની સીઝનમાં ખર્ચમાં વધારો થશે. મહિનાના બીજા સપ્તાહમાં મંદીનો સામનો કરનારા લોકોને સારો નફો મળી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રેમ અને વૈવાહિક જીવન સામાન્ય રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આ મહિનો ઉતાર-ચડાવથી ભરેલો સાબિત થશે. તમે દિનચર્યા, ગુસ્સા પર નિયંત્ર અને પૂજા પાઠ કરીને શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો.ગણપતિની પૂજા ફળદાયી રહેશે. આ મહિને બધી સમસ્યા દૂર થઇ જશે. આ મહિને તમને નોકરી બદલવાનો અને છોડવાનો નિર્ણય સમજી વિચારીને લેજો. આ મહિનામાં દેણું બિલકુલના કરો નહિ તો ચુકવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આર્થિક તકલીફોની અસર પરિવારમાં પણ જોવા મળશે. કોઈ મહિલાની મદદથી તમારી મોટી સમસ્યાનું સમાધાન થઇ શકશે. ઘર-પરિવાર સાથે જોડાયેલા કોઈ ફેંસલા લેતા સમયે તમે જીવનસાથીની વાતને ટાળો નહીં.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
જીવનમાં ઘણી વાર સંબંધો તમારી સૌથી મોટી તાકાત અને સૌથી મોટી કમજોરી બની શકે છે. આ મહિને તમારે ઘર-પરિવાર સાથે જોડાયેલી બધી સમસ્યા સાથે ઝઝૂમવું પડશે. કોઈ પણ ફેંસલો લેતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે, કોઈની ભાવના અથવા માન -સમ્માનને ઠેસ ના પહોંચે. મહિનાની શરૂઆતમાં તમને કામ-ધંધાની ચિંતાઓ રહેશે પરંતુ બીજા સપ્તાહમાં ખતમ થઇ જશે. આ સમય થોડું સમજી-વિચારીને ચાલવાનો છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા સમજો. આ મહિને તમારે ફક્ત તન જ નહીં પરંતુ મન પણ મજબૂત કરવું પડશે. ખાવા-પીવામાં કન્ટ્રોલ કરો.